________________
શારકા સુવાસ
૮૮૧ જોઈએ અને જીવનના અંત સુધી આપણે એને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં ધારણ કરી રાખવી જોઈએ. ભગવાનની વાણું આપત્તિને ભેદનારી અને મનવાંછિત સુખને આપનારી છે. અનિચ્છાએ સાંભળનાર આત્માઓને પણ ઉદ્ધાર થઈ ગયા છે તે પછી જે શ્રદ્ધાપૂર્વક સાંભળીને આચરણ કરે એની તે વાત જ શું કરવી ? આજે આપણા માટે પ્રભુવાણીને દીપ આત્માના અટલ અંધારાને ઉલેચીને મુક્તિ મંઝીલ પર પહોંચવા સમર્થ શકિતવાન છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આજ ઝગમગતા વીરવાણીના અજવાળાના ચમકારા ભાવિના ઉત્થાન માટે રહ્યા છે. જેટલા શુદ્ધ ભાવથી આપણે વીરવાણીને હૃદયમાં ઝીલીએ તેટલા આપણા કર્મો જલ્દી ખપે છે. અહીં બેસીને એક ચિત્તે જે સાંભળશે તે તમારા હૃદયમાં એંટી જશે અને ક્ષણભર તે થઈ જશે કે પ્રભુની વાણી કેવી મધુર છે! ભગવાને શું કરવાનું કહ્યું છે ને હું શું કરી રહ્યો છું? અને હવે સમજ્યા પછી પણ મારે શું કરવું જોઈએ? પણ જે અહીં આવીને બેઠા પછી ચિત્ત ઘેર જતું હોય, પૈસા યાદ આવતા હાય, વહેપાર ધંધે યાદ આવતું હોય તે પછી ભગવાનની વાણી અંતરમાં ઉતરે ખરી ? અને મેક્ષનું મોત મળે ખરું?, “ના” તે મેક્ષનું મેતી કેણ મેળવી શકે? જે ભગવાનની વાણીમાં એકતાન બની જાય છે. જે તમારે જલ્દી મેક્ષ મેળવવું હોય તે ભગવાનની વાણીમાં એકતાન બની જાઓ.
ભગવાને અંતિમ દેશના પાવાપુરીમાં આપી છે. ભગવાન એક વખત ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરી નગરીને પાવન કરવા માટે શેષકાળ પધાર્યા. ભગવાનનું આગમન થતાં પાવાપુરીની જનતા ભગવાનના દર્શન કરવા ઉમટી. પાવાપુરીના હસ્તિપાળ રાજાના સાડા ત્રણ ક્રોડ મરાય ખીલી ઉઠયા. અહો ! આજે મારે આંગણે સેનાને સૂર્ય ઉગ્યા. મારી પાવાપુરી નગરી પ્રભુના પુનીત પગલે પાવન બની ગઈ. મેષ ગાજે અને મેર નાચે તેમ હસ્તિપાળ રાજાના મનને મોરલે નાચવા લાગ્યું અને જલદી પરિવાર સહિત પ્રભુના દર્શન કરવા માટે આવ્યા. ખૂબ ભાવપૂર્વક પ્રભુને વંદન નમસ્કાર કરીને દેશના સાંભળવા માટે બેસી ગયા. એક ચિત્તે પ્રભુની દેશના સાંભળી. હસ્તિપાળ રાજાને ખબર હતી કે આ પ્રભુનું છેલ્લું ચાતુર્માસ છે એટલે મનમાં વિચાર કર્યો કે પ્રભુના છેલલા ચાતુર્માસને અમને લાભ મળે તે જીવન સફળ બની જાય. હું પ્રભુને વિનંતી કરું, એટલે દેશના પૂર્ણ થયા પછી હસ્તિપાળ રાજા પ્રભુને ચાતુર્માસ માટે વિનંતી કરવા ઉભા થયા, તેથી પાવાપુરીની જનતા પણ ઉભી થઈને બધા પ્રભુના ચરણમાં મસ્તક નમાવીને વિનંતી કરવા લાગ્યા.
બંધુઓ! જે હળુકમ અને મોક્ષગામી છ હોય છે તેમના જીવનમાં વિનય, નમ્રતા, સરળતા, ક્ષમા વિગેરે ગુણેને સુમેળ હોય છે. આજે તે વિનયને દેશનિકાલ થઈ ગયે છે. ધન કમાવા માટે ઘણે વિનય બતાવે છે, તમારી ઓફીસમાં કઈ માટે
શ. રુ. ૫