________________
શારડા સુવાણ
પ્રભુનું ચાતુર્માસ થયું તેને આનંદ છે અને સાથે આ પ્રભુનું ચરમ ચાતુર્માસ છે. હવે આપણને ભરતક્ષેત્રમાં અરિહંત પ્રભુને વિયોગ પડશે તેનું અત્યંત દુઃખ છે, કારણ કે અરિહંત પ્રભુને વિગ પડે તે કોને ગમે? આજે અમે ભગવાનના શાસ્ત્રોના આધારે ચાલીએ છીએ પણ ક્યારેક કોઈ વાત ન સમજાય ત્યારે ભગવાન ખુદ બિરાજમાન હતા તે એમની પાસે જઈને શંકાનું સમાધાન કરત, પણ અત્યારે શંકાનું સમાધાન કરનાર કેણ છે? આજે આપણી પુનામાં કચાશ છે કે આપણને સર્વજ્ઞ પ્રભુને વિગ છે. જેની રગેરગમાં જિનભાષિત ધર્મ વણાઈ ગયે હોય તેને અરિહંત ભગવાનનું અને એમની વાણીનું મૂલ્ય સમજાય. ધર્મની કિંમત ધર્મી જ આંકી શકે છે. હીરાના મૂલ્ય તે ઝવેરી જ આંકી શકે, ભરવાડને કંઈ હીરાના મૂલ્યની ખબર પડે ? (અહીં પૂ. મહાસતીજીએ ભેળા ભરવાડનું દૃષ્ટાંત આપ્યું હતું)
બંધુઓ ! આપણા આત્માની પણ આવી દશા છે. ભેળા ભરવાડને તે સમજણ ન હતી એટલે પચ્ચીસ હજારની કિંમતને હીરે દશ રૂપિયામાં આપી દીધે પણ તમે તે એના જેવા નથી ને? ચતુર વણિક છે ને? વિચાર કરે કે કરેડના હીરા કરતાં પણ કિંમતી માનવભવને તમે શેમાં ઉપગ કરે છે? કામમાં , માજશેખમાં ને ખાવાપીવામાં ગુમાવી રહ્યા છે પણ યાદ રાખજો કે કરડે રૂપિયા આપતા પણ આ મનુષ્યભવ અને મનુષ્યભવની અમૂલ્ય ક્ષણે નહિ મળે. તમે પૈસાની કિંમત સમજે છે પણ એ પૈસે તમને જીવાડી શકતું નથી. કલૈયા કુંવર જે એકને એક યુવાન દીકરે મૃત્યુશા પર પઢે છે ત્યારે એના માતાપિતા લાખો રૂપિયા ખર્ચે તે પણ તૂટી તેની બૂટી છે ? લાખે ને કરડે રૂપિયા દઈ દે પણ ગયેલી જિંદગીની એક ક્ષણ પાછી મળવાની નથી. હવે કહે કે પૈસાની કિંમત છે કે માનવભવની? આપણે કિંમતી સેનેરી સમય સરી જાય છે. તક ગયા પછી ગમે તેટલે પશ્ચાતાપ કરશે તે પણ નહીં મળે, માટે સમયને ઓળખીને બને તેટલી સાધના કરી લે.
મહાવીર પ્રભુને મેક્ષમાં ગયા આટલા વર્ષો થઈ ગયા છતાં આજે દિવાળીના દિવસે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આજને પવિત્ર દિવસ મહાવીર પ્રભુના કલ્યાણીક સાથે સંકળાયેલો છે. આ દિવસે આપણને અરિહંતને વિગ પડે છે તેનું સ્મરણ તાજું થાય છે. વહેપારીએ વર્ષની કાર્યવાહીની સમાપ્તિ કરીને નફે તથા લેવડદેવડનું સરવૈયું કાઢે છે પણ આજે તે આપણે આત્માનું સરવૈયું કાઢવાનું છે. ભગવાન સર્વજ્ઞ તે હતા પણ આજના દિવસે તેઓ સર્વાંગસંપન્ન બન્યા. જ્યાં સુધી પ્રભુને આત્મા સમક્તિ પામ્ય ન હતું ત્યાં સુધી બીજા ની જેમ ભવાટવીમાં ભમીને નુકશાની પર નુકશાની કરતું હતું, કારણ કે મેહ અને અજ્ઞાનને કારણે જીવ અવળે વહેપાર કરતા હોય છે. ભગવાનના આત્માએ સમ્યફ પાગ્યા પછી ભવભ્રમણ ટાળવા માટે પુરૂષાર્થ ઉપાડ્યો. આજથી ૨૫૦૪,