________________
૮૯૨
શારદા સુવાસ વહેપારી આવે ત્યારે તમે તમારી ખુરશી કે ગાદી ઉપર બેઠા છે તે ઉભા થઈ જાઓ છો ને? એના સામા જાઓ, આદર સત્કાર કરે છે પણ તમે દિવાનખાનામાં બેઠા છે ને સાધુ-સાધવી તમારે ઘેર પધારે તે કેટલે વિનય કરશો? સંસારના સુખ માટે વિનય તમને તારશે નહિ. . ભગવાને પોતાની અંતિમ દેશનામાં સૌથી પ્રથમ આપણને વિનય શીખવાડે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ અધ્યયન વિનય વિષે છે. વિનય એ તે વૈરીને વશ કરવાનું વશીકરણ છે. આ વિનયવંત હસ્તિપાળ રાજા પ્રભુને વિનંતી કરવા ઉઠયા તે પ્રજા પણ ઉઠી. પ્રભુના મુખડા સામે જોઈને હસ્તિપાળ રાજા કહે છે તે મારા કરૂણાનીધિ! અનાથેના નાથ! દીનદયાળ! મારા ત્રિલોકીનાથ! આ સેવકની એક નમ્ર વિનંતીને આપ સ્વીકાર કરે. રાજા પ્રભુને શું વિનંતી કરે છે? - થે અબકે ચોમાસે સ્વામીજી અઠે કરેજ, મેં પાવાપુરીસે પગ
આ મતિ ધરેજી, હસ્તપાળ રાજ વિનવે બે કરોડ, પુરે પ્રભુજી મારા મનના હે કેડ, શીશ નમાય ઉભા જોડી હાથ, કરૂણાસાગર વાંછોકપાજી નાથ, હૈં અબકો.
હસ્તિપાળ રાજા પ્રભુની સામે જોઈને કહે છે હે કરૂણસિધુ! આપ મારી વિનંતીને વીકાર કરી આ છેલ્લું ચાતુર્માસ પાવાપુરીને આંગણે બિરાજે. આપના ચાતુર્માસથી અમને મહાન લાભ થશે. ભવ્ય જીવ આત્માનું કલ્યાણ કરશે. હું આપને આ વખતે અહીંથી દૂર નહિ જવા દઉં. આ લાભ અમને જ આપે. હસ્તિપાળ રાજા પ્રભુને વિનંતી કરતા આંખમાંથી નાના બાળકની જેમ આંસુ સારી રહ્યા છે. નાનું બાળક માતા પાસેથી કંઈ લેવું હોય તે કાલીઘેલી ભાષા બેલીને માતાનું હૃદય પીગળાવી નાંખે છે ને? તેમ હસ્તિપાળ રાજા પણ નાના બાળકની જેમ ભગવાન પાસે કરગરે છે.
જે ભૂમિના મહાન પુણ્ય હોય ત્યાં શાસનપતિ તીર્થંકર પ્રભુનું ચાતુર્માસ થાય. જ્યાં તીર્થંકર પ્રભુ બિરાજમાન હોય ત્યાં ઉપદ્રવ, રોગ, શેક, દૂર થઈ જાય અને શાંતિમય, આનંદદાયક વાતાવરણ પ્રસરી જાય છે. હસ્તિપાળ રાજાએ પ્રભુને ખૂબ જોરદાર વિનંતી કરી. ભગવાન તે કેવળજ્ઞાની હતા. તેમણે પેતાના જ્ઞાન દ્વારા જાણ્યું કે મારે દેહ આ ભૂમિમાં જ વિલય થવાને છે. આ ભૂમિમાંથી જ મારે મેક્ષમાં જવાનું છે. મારા માટે આ ભૂમિની છેલી સ્પર્શના છે. એમ જાણીને ભગવાને હસ્તિપાળ રાજાની વિનંતીને સ્વીકાર કર્યો. પ્રભુનું ચાતુર્માસ પાવાપુરીમાં થશે તે જાણું રાજા અને પ્રજાના દિલમાં આનંદ આનંદ છવાઈ ગયે. સમય થતાં ભગવાન પાવાપુરીના આંગણે ચાતુર્માસ માટે પધાર્યા. શ્રાવક શ્રાવિકાઓને આનંદનો પાર નથી. પ્રભુના પુનીત પદાર્પણથી પાવાપુરી નગરી ગાજી ઉઠી છે. ભવ્ય જીવો પ્રભુની વાણીના ઘૂંટડા પીતા ધરાતા નથી.