________________
૮૮૦
વાર સુવાસ પવિત્ર દિવસ છે. અવનીના આંગણે આવેલ આ દિવાળીએ સૌના દિલમાં નૂતન ભાવનાના સમીરે હલરાવ્યા, ઉત્સાહના પમરાટ ફેલાવ્યા, જ્યાં જુઓ ત્યાં બસ આનંદ આનંદ ને આનંદ. આ દિવસોમાં બાળકે, યુવાને, નરનારી સર્વે સારા સારા વસ્ત્રોથી દેહને શણગારી, રસની મધુરતા માણવા ખાનપાનની મહેફીલે ઉડાવે છે. રંગબેરંગી રંગોળીથી આંગણુને શણગારે છે. ચેરે અને ચૌટે, દ્વારે અને ગોખે, આંગણે ને પ્રાંગણે ઝગમગ દીવડાઓ પ્રગટે છે. સૌને હૃદયમાં એક જ ગુંજન ભાઈ ! “ આજ તો દિવાળી આવી, નવા સંદેશા લાવી મહેફીલને મિજબાનીની, આનંદની નિશાની.” આવા છે માને છે કે રંગરાગની મસ્તીને આનંદની ઉજવણી એ જ દિવાળી. દિવાળી એટલે પૈસાને ધૂમાડે. દિવાળી એટલે દેડશણગારની હરીફાઈ અને ખાન પાનની મિજલસ, આવી દિવાળી ઉજવવાથી દેહને, ને મનને આનંદ થાય પણ આત્માની તે દિવાળીને બદલે હેળી થાય છે. દિવાળીના આગમનથી તમને જે આનંદ થાય છે તે આનંદ ક્ષણિક છે, નશ્વર છે. વાસ્તવિક રીતે દિવાળીને અર્થ જે જીવ સમજે તે જે દિ વાળે તે દિવાળી. આજે જ્યાં નજર નાંખીએ ત્યાં દિવાળીને મર્મ ભૂલાય છે, ભાવના ભૂલાઈ છે.
| દિવાળીના નિર્માણમાં હેતુભૂત કેણ હતા એ તે તમને ખબર છે ને? શાસનપતિ ત્રિલેકીનાથ શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ ને ગૌતમ સ્વામીનું કેવળજ્ઞાન. ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ વિશ્વના બંધનથી મુક્ત બની સદૈવ વિદાય લઈને મેક્ષ લક્ષ્મીને વયા, અખંડ અજર પદને પામ્યા, દુનિયાના સર્વાગી સુખ છેડીને અલૌકિક સુખ પ્રાપ્ત કર્યું અને તેમના પટ્ટ શિષ્ય ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વિશ્વના ઉપકારક, ઉદ્ધારક, કરૂણાસાગર, માર્ગદર્શક, પ્રભુ જગતના પ્રાંગણથી અદશ્ય થાય, વિશ્વવાત્સલ્યના ઝરણાનું અમૃત શુષ્ક બની જાય, પરમાર્થનું પંખેરૂ ઉડી જાય ત્યારે શું જગતના જીની આંખમાં આંસુ ન હોય? શેકની ઘેરી છાયા ન હોય? હોય જ. પ્રભુ તે વીતરાગ બની ગયા. એમણે રાગાદિ શત્રુઓને નાશ કર્યો પણ બીજા છે તે છદ્મસ્થ હતા. પ્રભુને આધારસ્થંભ માનનારા હતા એટલે શાસનના તેજસ્વ રત્ન વિલય થયાને, આધાર સ્થંભ તૂટી ગયાને આઘાત સહન કરવાને સમર્થન બને એ સ્વાભાવિક છે. તેઓ સાચા રાહે ગયા ને સાચા પંથને માર્ગ બતાવતા ગયા. આત્માની કમાણી કરી બીજાને કિમી બતાવતા ગયા. દેહ ગયે પણ શાસન મૂકતા ગયા. ઉપદેશધારી ગઈ પણ વચનબિંદુ મૂકતા ગયા.
ગઈ કાલના દિવસે અને આજના દિવસે ભગવાને સેળ પ્રહર સુધી એકધારી સતત દેશને આપી હતી. એ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર અંતિમ સમયે ભગવાને આપણને અમૂલ્ય હિત શિખામણ આપેલી છે, પિતા એના પુત્રને જિંદગીભર શિખામણ આપે પણ અંતિમ સમયે જે છેલ્લી શિખામણ આપે તેની કિંમત વધારે હોય
ને ? તેવી રીતે ભગવાનની અંતિમવાનું આપણા હૃદયમાં મંત્રની જેમ વણુઈ જવી