________________
૮૭૪
શારદા સુવાસ ખાટલામાં સૂતી છે, એને પૂછે છે હે બાઈ! પેલી રૂપસુંદરી કયાં ગઈ? ત્યારે કહે છે એ હું જ છું. કુંવર કહે છે ના. એ તું નથી, બીજી હતી. એ મને છેતરીને ભાગી ગઈ લાગે છે, ત્યારે છોકરી કહે છે ભાગી ગઈ નથી, એ હું પોતે જ છું, એટલે કહે છે મેં તને જોઈ ત્યારે તે તું દેવકન્યા જેવી શેલતી હતી ને અત્યારે આ દશા કેમ? તારું રૂપ કયાં ગયું? છોકરી કેઠી સામે આંગળી કરીને કહે છે તારે રૂપનું જ કામ છે ને? તે આ કડીમાં જોઈ લે. મારું બધું રૂપ એમાં ભર્યું છે. કુંવર ઢાંકણું ખેલીને જુવે છે તે માથું ફાટી જાય એવી દુર્ગધ મારે છે. એને સૂગ ચઢી ગઈ. બેભાન થઈને પડી ગયે. ડીવારે ભાનમાં આવ્યું ત્યારે છોકરી કહે છે તે રૂપમાં મુગ્ધ બનેલા કુંવર ! તને હવે સમજાય છે કે આ શરીરમાં શું ભર્યું છે? જે મારા રૂપમાં મુગ્ધ બનીને તું પાપ કર્મ કરવા આવે છે એ રૂપ મેં એમાં ભર્યું છે. આ શરીરમાં મળ, મૂત્ર, લેહી, પરુ, માંસ વિગેરે અશુચી પદાર્થો જ ભર્યા છે. એમાં તું શું મોડુ પામ્ય છે કે હડકાયા કૂતરાની જેમ અહીં આવ્યા છે ! તને શરમ નથી આવતી ? જે તારામાં ખાનદાની હેય તે ચાલ્યું જા અહીંથી. નગરશેઠની પુત્રીના શબ્દો સાંભળીને રાજકુમારની સાન ઠેકાણે આવી ગઈ. તે માતા કહીને ચરમાં પડીને ચાલ્યા ગયે. ટૂંકમાં કૂળવાન અબળાઓના ચારિત્ર લૂંટાવાને પ્રસંગ આવે તે ખાનદાન કુળની છોકરીઓ પિતાની જાતનું બલિદાન આપીને પણ પિતાનું શીયળ સાચવે છે ને કામાંધ બનેલાને પણ સુધારે છે.
રાજેમતીના જીવનમાં પણ આ જ પ્રસંગ બન્યો છે. પોતે પિતાના વસ્ત્રો પહેરી રહ્યા હતા તે સમયે રહનેમિ નિર્લજ બનીને એની સામે આવીને કહે છે હે રામતી ! આવ, આપણે વિષયસુખ ભેળવીને જિંદગીની મોજ માણીએ, પણ રાજેમતી જ્યાં સુધી વસ્ત્રો પહેરી ન રહી ત્યાં સુધી એના ભાષણને કંઈ જ જવાબ ન આપ્યો. એમણે વિચાર કર્યો કે હું એનું માપ કાઢી લઉં કે એ કયાં સુધી બગાડયા છે. તાવ ચઢે ત્યારે તમે થર્મોમીટરથી ગરમી મારે છે ને કે કેટલી ગરમી છે, એમ રામતી પણ રહનેમિનું માપ કાઢે છે કે એના વિચારોમાં કયાં સુધી સડો પેઠેલે છે. એ જેટલું છે તેટલું બધું સાંભળ્યું. તેણે પિતાના વસ્ત્રો બરાબર પહેરી લીધા. હવે રાજેમતીને બિલકુલ ડર નથી. એના મનમાં શ્રદ્ધા છે કે ગમે તેમ તે ય યાદવકુળને જો છે, સમુદ્રવિજય રાજાને પુત્ર અને શીવાદેવીને નંદન છે. અત્યારે ભાન ભૂલ્યા છે પણ ઠેકાણે જરૂર આવશે. એવી શ્રદ્ધાથી રાજેતી મુખ ઉપર વક્રતા લાવીને કહે છે તે રહનેમિ! તમે તે સાધુ થયા છે ને ? આપ તે ત્યાગી મુનિરાજ છે. મુનિ થઈને જ્ઞાન ધ્યાનની વાતો છેડીને આવી વાત કેમ કરે છે? તમને તમારા સાધુપણાનું લક્ષ નથી ? આપના મુખમાં આવા અનુરાગ ભર્યા શબ્દો શા માટે?
જવાબમાં રહનેમિએ કહ્યું, રાજેમતી! આજે મુનિ મટી ધૂની બને છું. અત્યારે તને જોઈને એ મુગ્ધ બની ગયેલ છું કે મને તમારા સિવાય બીજું કંઈ દેખાતું નથી અત્યારે હું મારું જ્ઞાન, ધ્યાન બધું જ ભૂલી ગયો છું. મને સંયમમાં સુખ દેખાતું નથી