________________
શારદા સુવાસ
ભરત ચકવતિ ૬૦૦૦૦ વર્ષે છ ખંડ સાધીને પાછા આવ્યા ત્યારે સુંદરી એમને ચાંલ્લો કરવા આવીને ઉભી રહી. તેનું શરીર હાડકાને માળ બની ગયું છે. ઉભા રહેવાની તાકાત નથી. આ જોઈને ભરતજીએ પ્રધાનને કહ્યું, હું છ ખંડ સાધવા ગયે હતે પણ સાથે ધન અને ધાન્યને લઈને હેતે ગયે. તમે મારી પ્રજાનું ધ્યાન રાખ્યું નથી લાગતું. પ્રધાને કહ્યું–સાહેબ! એમ શા માટે કહો છો ? ત્યારે કહે છે જુઓ, આ છોકરી કેવી હાડપિંજર બની ગઈ છે. એને શું દુઃખ છે તે તમે ખબર લીધી છે? પ્રધાને કહ્યું–મહારાજા ! એ દુઃખી નથી. સુખી ઘરની દીકરી છે. ભરત રાજાએ કહ્યું જે સુખી ઘરની દીકરી છે તે આવી દશા કેમ? પ્રધાને કહ્યું આ બીજી કેઈ નથી, તમારી બહેન સુંદરી છે. તમે જ્યારે છ ખંડ સાધવા ગયા ત્યારે એનું રૂપ જોઈને એને પરણવાને સંક૯પ કર્યો હતો ને? તેથી એણે તપ કરીને રૂ૫ ગાળી નાંખ્યું. આ સાંભળીને ભરતરાજાને લજજા આવી ગઈ. ધિક્કાર છે મારી દુષ્ટવૃત્તિને ! પછી ભરતજીએ સુંદરીને દીક્ષા લેવાની આજ્ઞા આપી એટલે બ્રાહ્મી–સુંદરીએ દીક્ષા લીધી.
આ જ બીજો એક દાખલે છે. એક નગરશેઠની દીકરી ખૂબ સૌદર્યવાન હતી પણ એના માતા-પિતા ગુજરી ગયા હતા એટલે તે કાકાની દીકરીની સાથે રહેતી હતી. એક વખત તે બહાર ગયેલી. ત્યાં રાજાને કુંવર એને જોઈ ગયે એટલે મોહથી ભરેલા ચેનચાળા કરવા લાગે. છોકરી સમજી ગઈ કે મારું રૂપ જોઈને આની બુદ્ધિ બગડી છે. રાત પડી એટલે રાજકુમાર છોકરીને ઘેર આવ્યું ને બારણું ખખડાવ્યા. છેકરી સમજી ગઈ કે નક્કી રાજકુમાર છે. એણે બારણું ખોલીને પૂછયું કે તમે મધરાત્રે અહીં શા માટે આવ્યા છે? ત્યારે વિષયાંધ બનેલા રાજકુમારે એની દુષ્ટ ઈચ્છા પ્રદર્શિત કરી. છોકરીએ કહ્યું મારે હમણું છ મહિનાની પ્રતિજ્ઞા છે. છ મહિના પછી આવજે. રાજકુમારના મનમાં થયું કે છ મહિના કાલે વીતી જશે. એ તે ચાલે ગયે પણ રેજ મેવા મિષ્ટાન્ન મેકલવા લાગ્યું. આ છોકરીને પિતાના શીયળનું રક્ષણ કરવું છે. રાજકુમાર જે મેકલાવે છે તે પિતે ખાતી નથી. ગરીબ, કૂતર અને કાગડાને ખવડાવી દે છે. પિતે લુખા સૂકા ભજન કરવા લાગી અને દરરોજ રેચક પદાર્થની પડીકી ખાવા લાગી, એટલે એને જુલાબ થવા લાગ્યા. એ વિષ્ટા આ છોકરી એક કઠીમાં ભરવા લાગી. હવે રાજ ઝાડા થાય એટલે માણસનું રૂપ તે નષ્ટ થઈ જાય ને! હરવું ફરવું ને ખાવુંપીવું બધું શરીર સારું હોય તે જ ગમે છે ને ? રૂપાળી છોકરીનું શરીર હાડકાને માળ બની ગયું. આમ કરતાં પૂરા છ મહિના થયા એટલે જાણ્યું કે હવે પેલે રૂપને કીડે આવશે, તેથી એણે કાકાની દીકરીને વિદાય કરી દીધી અને પેલી કેડી પાસે ખાટલે ઢાળીને સૂઈ ગઈ.
વિષયાંધ માણસ તે એની વિષય વાસનાનું પોષણ કરવા માટે સદા આતુર જ હોય છે. કયારે છ મહિના પૂરા થાય ને રૂપસુંદરી સાથે સુખ ભેગવું. તેની રાહ જોઈ રહ્યો હતે. છ મહિના પૂરા થયા એટલે તે છોકરીને ઘેર આવ્યું. તે