________________
શારદા સુવાસ
૨૭૧
છતાં તેણે જે રસ્તા પરના દશ્યા નિહાળ્યા ઢાય છે તે આંખ ચાલી જવા છતાં તેનું સ્મરણુ આવ્યા કરે છે. તેનુ કારણ એ જ છે કે શ્યાને નિદ્ગાળનારી દૃષ્ટિ ભલે ચાલી ગઈ પશુ દૃષ્ટિથી નિહાળેલા ચેને મગજમાં ધારી રાખનારા ઇષ્ટા એટલે આત્મા હજુ દેહરૂપી દેવાલયમાં બિરાજેલે છે. ઘણાં વર્ષો પહેલાની વાતે પશુ માનવીને યાદ રહી જાય છે તે આત્માની જ્ઞાનશક્તિને આભારી છે. આત્માને અન`ત શક્તિના સ્વામી કહેવામાં આવે છે તે તદ્દન યથાતથ્ય વાત છે. મનુષ્યના જીવનમાં આજે જે હતાશા અને કંગાળતા આવી ગઈ છે તેનું મુખ્ય કારણ એક જ છે કે પેતાની (આત્માની) અનંતશક્તિનુ` પેાતાને ભાન નથી. જો આત્માને પેાતાની શક્તિનું ભાન થાય તે એની દશા આવી ન હાય.
ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં રહનેમિ અત્યારે પોતાની અન ́ત શક્તિનુ ભાન ભૂલી ગયા છે. પોતે સંયમ લીધે છે તે વાત પણ અત્યારે ભૂલી ગયા છે. રાજેમતીના રૂપમાં મુગ્ધ બની જવાથી કામવાસનાને કીડા તેને કોરી ખાવા લાગ્યા, એટલે પાતે જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠીને જ્યાં રાજેમતી પેાતાના અંગે પાંગ સ’કાચીને બેઠી હતી ત્યાં આવ્યા ને મીઠા મીઠા શબ્દેથી કહેવા લાગ્યા હે રાજેમતી ! હું બીજો કોઈ નથી પણ સમુદ્રવિજય રાજાના અંગજાત રહનેમિ છું, માટે તુ મારાથી ડરીશ નહિ. રાજેમતીને ખબર પડી કે આ તા રહેમ છે એટલે એના ભય એછે થયે, કારણુ કે અને રહનેમિના પૂરો પરિચય છે, તેથી રાજેમતીએ વિચાર કર્યું કે આ રહનેમિ અત્યારે મને જોઈને ભાન ભૂલ્યા છે પશુ એ કુળવાન, લજજાવત અને જાતિવ ́ત છે એટલે જરૂર ઠેકાણે આવી જશે. લજ્જાવંત માણુસ ભૂલ કરતા કરી બેસે છે પણ જો એને કાઇ જોઇ જાય તે એમ થાય છે કે જાણે ધરતી ફાટે તા સમાઈ જાઉ', આવી એને લજ્જા આવી જશે પણ જેનામાં લજજા નથી એ ઠેકાણે આવવા મુશ્કેલ છે.
રાજેમતીએ રહનેમિને એક વખત સમજાવીને સ્થિર કર્યાં હતા એટલે એનામાં હિંમત આવી કે અત્યારે પણ હું એને સમજાવવામાં સફળ ખની શકીશ. મારે જરૂર વિજય થશે, ત્યારે ખીજી તરફ રનૈમિ સમજે છે કે અત્યારે રાજેમતી ઉપર મારો જરૂર વિજય થશે, કારણ કે પહેલા એ તે મથુરાના મહેલમાં હતી અને એ વખતે એને મારા ભાઈના મેહ હતા. હવે તે એ બધુ ભુલી ગઇ હશે અને અત્યારે ગુફામાં એ એકલી છે, માટે મારી ઇચ્છાને આધીન થશે, એમ વિચાર કરીને તેની પાસે આવ્યે એટલે રાજેમતી ખૂબ લજાઇ ગઇ. એના મનમાં થયું કે આને બિલકુલ શરમ છે? હું વસ્ત્રરહિત છું છતાં મારી સામે શરમ છેડીને ઉભા રહ્યો છે. રાજેમતી પડખુ વાળીને ઝટપટ કપડા પહેરવા લાગી ત્યારે એના સામે ઉભા રહીને કહે છે હે ભદ્રા ! હૈ મધુરભાષિણી ! હૈ રૂપવતી ! તું મારા ભય છૈડી દે. શું તારુ રૂપ છે! શું તારા મીઠા મીઠા ખેલ છે ! જ્યારે માણસ કોઈના મેહમાં પાગલ બની કામનાને કીડા અને છે ત્યારે સ્ત્રીઓના અંગે પાંગતુ. વણુંન
કરે છે.