________________
શારદા સુવાસે
વ્યાખ્યાન નં. ૯૪ આસે વદ ૧૪ ને સેમવાર “કાળીચૌદશ” તા. ૩૦-૧૦-૭૮
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાપુરૂષોએ જગતને જીને આત્મસ્વરૂપની પીછાણ કરાવવા માટે અમૂલ્ય ઉપદેશ આપ્યો છે કે હે ભવ્ય છે ! આત્મા પિતે જ્ઞાતા અને દષ્ટા છે કારણ કે જ્ઞાન અને દર્શન તે જીવને સ્વભાવ છે પણ અજ્ઞાન દંશાને કારણે આત્માના યથાર્થ સ્વરૂપને સમજી શકતા નથી તેથી આત્માને રાગી અને હેવી માની લીધું છે, પણ તત્વદષ્ટિએ આત્મા એ નથી. તત્વદષ્ટિએ તે આત્મા જ્ઞાન-દર્શન સ્વભાવવાળે છે પણ અનાદિકાળના દેહાધ્યાસને કારણે અજ્ઞાનીઓને આત્મા દેહ સમાન દેખાય છે. જ્ઞાનીઓની દષ્ટિમાં આત્મા અને શરીર બંને ભિન્ન છે, કારણ કે બંનેના લક્ષણે જુદા છે. શરીર એ પુદ્ગલ રૂપ હેવાથી પુદ્ગલનું લક્ષણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં પુદ્ગલના અને જીવના લક્ષણ બતાવતાં કહ્યું છે કે
संबंधयार उज्जोओ, पहा छायाऽऽ तवो इ वा।
वण्ण रस गंध फासा, पुग्गलाण तु लक्खण ॥१२॥ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, ધૂપ (તા૫), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ બધા પુદ્ગલના લક્ષણ છે. શરીર એ પુદ્ગલ રૂપ છે. સડન, પડન, વિધ્વંસન એ શરીરને સ્વભાવ છે. સડન એટલે કેન્સર જે રોગ લાગુ પડતા શરીર સડવા માંડે છે. અંતે એક દિવસ આખું શરીર સડી જાય છે. પડન એટલે ઉપરથી નીચે પડે ને મૃત્યુ પામે છે અને વિવંસના
એટલે અંતે વિનાશને પામે છે. આ શરીરના લક્ષણ છે. આત્માના લક્ષણે જ્ઞાન, દન, ચારિત્ર, તપ, બળ, વીર્ય અને ઉપગ છે. આમાં જ્ઞાન અને દર્શન સ્વરૂપ હોવાથી શાતા અને દષ્ટા છે.
બંધુએ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે તેમાં જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે. જેમાં જ્ઞાતા અને દૃષ્ટા ભાવ હેઈ શકે નહિ, એક ચેતન દ્રવ્ય હોય તે તે જીવ દ્રવ્ય છે. તેમાં જ્ઞાતા અને દષ્ટ ભાવ છે. જે આપણું દષ્ટિ છે એ તે બાહા દષ્ટિ છે. જ્યારે આત્મા તે એ દષ્ટિને પણ દષ્ટા છે. આત્મા દળ રહેવાથી બધા ભાવેને જાણનારે છે. આત્મા ઈન્દ્રિયેથી ભિન્ન છે, કારણ કે દરેક ઈન્દ્રિયને પિતાપિતાના વિષયનું જ્ઞાન હેય છે. શ્રોતેન્દ્રિયને સાંભળવાનું જ્ઞાન હોય છે. ચક્ષુઈન્દ્રિયને જવાનું, ધ્રાણેન્દ્રિયને ગંધનું, રસેન્દ્રિયને રસનું અને સ્પર્શેન્દ્રિયને સ્પર્શનું જ્ઞાન હોય છે, પણ શ્રોતેન્દ્રિયને ગંધનું કે ચક્ષુઈન્દ્રિયને રસનું જ્ઞાન હેતું નથી. જ્યારે આત્માને તે પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન હોય છે, માટે ઈન્દ્રિયે તે ઇન્દ્રિય છે. જ્યારે આત્મા ઈન્દ્રિયેથી ભિન્ન રહેવાથી અતિન્દ્રિય છે. કેઈક વખત મકાનની બારીએથી રસ્તા ઉપરના જુદા જુદા પ્રકારના દક્ષે મનુષ્ય જોયા હોય પણ અશુભ કર્મના ઉદયે કદાચ એની આંખ ચાલી જાય