________________
શારદા સુવાસ
રાજેમતી પડખુ વાળીને પેાતાના વસ્ત્રો પહેરતી હતી ત્યારે રથનૈમિ ત્યાં જ ઉભા ઉભા કહે છે હૈ સુલેાચની ! મારા હૃદયમાં તમને પત્ની અનાવવાની પહેલા જે ઈચ્છા થઈ હતી તે તમારા ઉપદેશથી શાંત થઈ હતી અને તમારા તે ઉપદેશથી વૈરાગ્ય પામીને મે સયમ સ્વીકારેં પણ તે ઇચ્છાના વિનાશ થયા ન હતા, તેથી આજે તમને જોઈ ને મારી તે ઉપશાંત થયેલી ઈચ્છા ફરીને જાગૃત થઈ છે. મારા હૃદયમાં તમારા પ્રેમના જે અંકુર ઉત્પન્ન થયા હતા અને તમારા ઉપદેશથી જે દૃમાઈ ગયા હતા તે આજે ફ્રીને વિકસીત થયા છે. ખરેખર! તમે અપ્રતિમ સુંદરી છે. તમારા જેવી સુંદરી પ્રત્યે એક વાર હૃદયમાં જે પ્રેમ થાય છે તે સ્વાભાવિક રીતે નષ્ટ થતા નથી, માટે તમે મારી ઈચ્છાને આધીન ખનીને મને પતિ તરીકે સ્વીકારી, મને તમારા શરીર સ્પથી સુખી ખનાવા અને તમે પોતે પણ આનદના અનુભવ કરો, આગળ શુ કહે છે—
८७
एहिता भुंजिमो भोए, माणुस खु सुदुल्लह' ।
भुत्तभोगी तओ पच्छा, जिणमग्गं चरिस्समो ॥ ३८ ॥
હૈ સુંદરી ! આવે. આપણે બંને વિષય ભાગને ભાગવીએ. જુએ, આ મનુષ્યભવ અત્યંત દુલ ભ છે, તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી ભુક્તèાગી બનીને આપણે અને જિનમાગ ને આચરીશું એટલે કે ચારિત્ર અ’ગીકાર કરીશુ’.
થમ આવા આવા શબ્દો ખેલ્યા પણ રાજેમતીએ બધુ' મૌનપણે સાંભળ્યુ. એક શબ્દ ખલ્યા નહિ. મનમાં એક જ વિચાર કર્યો કે ધિક્કાર છે મારા રૂપને! આ રૂપ છે તા આ કામી પાગલ બન્યા છે ને! ખાકી આ શરીરમાં શુ ભરેલું છે ?
શું રે ભચુ છે શરીરમાં, જીવડા કંઇક તા વિચાર, લેાહી પરૂ મજ્જા નાડીએ, મળમૂત્રની રે ખાણુ, નથી કેસર કપુર કે કસ્તુરી ભર્યાં, શુ' રે માહ્યો છે આ જીવડા,
બહારથી રૂપાળા દેખાતા પણ અંદરથી અશુચી ભરેલા શરીરના મેહ માનવીને મુખ્ય બનાવે છે. રૂપથી માણસ સારુ દેખાય છે પણ ઘણી વખત પોતાનું જ રૂપ પેાતાને હાનીકારક બને છે. આવા ઘણાં જ દાખલા છે. ભરતચક્રવર્તિ જ્યારે છ ખંડ સાધવા માટે જતા હતા ત્યારે તેમની બહેના બ્રાહ્મી અને સુંદરી એમને ચાંલ્લા કરવા માટે મહેલના દરવાજે આવીને ઉભી રહી હતી. ભાઈના કપાળમાં ચાંલ્લા કર્યાં ત્યારે એનું રૂપ જોઈને ભરતચક્રવર્તિ' મુગ્ધ બની ગયા ને મનમાં વિચાર કર્યું કે આવી સૌંદય વતી ખાળા કાણુ હશે? હું... છ ખંડ સાધીને આવીશ ત્યારે એની સાથે લગ્ન કરીશ. ચતુર માણુસ સામી વ્યક્તિના મુખ ઉપરના હાવભાવ જોઇને સમજી જાય છે કે આના મનમાં કઈ જાતના સડા પેઠા છે. ભરતજી છ ખંડ સાધવા માટે ગયા ને ખીજી તરફ સુંદરીએ વિચાર કર્યું કે આ રૂપ છે તા મારા ભાઇના દિલમાં દુષ્ટ ભાવના જાગીને ! હવે આ રૂપને તપ કરીને નષ્ટ કરી નાંખવુ, એટલે ત્યારથી સુ દરીએ આયખીલ શરૂ કર્યાં.