________________
શારદા સુવાસ
८६७ હું જમવા તે નહિ કાઉં. મારી પત્ની અને છોકરા ભૂખ્યા ટળવળતા હોય ને હું જમવા બેસું ! મારા ગળે કેવી રીતે ઉતરે? મેટાભાઈ કહે છે ભલે, તું જમવા ન રેકાઈશ, આમ તે હું તારી સાથે જ ઘેર આવું પણ મારે એક અગત્યનું કામ છે એટલે ગયા વિના ચાલે તેમ નથી. એ કામ પતાવીને હું અડધા કલાકમાં ઘેર આવું છું. તને ટાઈમ હોય તે રોકાજે, નહિતર પૈસા લઈને જજે ને ફરીને પાછો આવજે. આમ કહીને મટાભાઈ એના કામે ગયા ને નાનભાઈ મટાભાઈની ચિઠ્ઠી લઈને એને ઘેર ગયે.
ધનવાનને પૂજતી ભાભી:- ભાભીએ દિયરને દૂરથી આવતે જોયે. તે સમજી ગઈ કે આ ભિખારી કંઈક લેવા માટે આવ્યો છે, પણ મારે એને કંઈ આપવું જ નથી. કારણ કે જે એક વખત એને આપીશ તે વારંવાર હાલ્ય આવશે. આ જગ્યાએ જે દિયર શ્રીમંત હેત તે ભાભી આ વિચાર ન કરતાં પણ પ્રેમથી બોલાવત. આજે જ્યાં જુઓ ત્યાં પૈસાના માન છે. મહેમાન આવે તે ઘરવાળી એના પતિને પૂછે કે મહેમાન કેવા છે? ત્યારે પતિ કહે કે થર્ડ કલાસ. તે એના માટે જેટલા ને છાશ બને. સેકંડ કલાસ હેય તે દાળભાત, શાક ને રોટલી બને અને ફર્સ્ટ કલાસ હોય તે એના માટે મિષ્ટાન અને ફરસાણ બને છે. બેલે, આવું કરે છે ને? (હસાહસ) એને એક દિવસ રોકાઈને જવું હશે તે તમે એને આગ્રહ કરી કરીને પરાણે રેકશે અને પેલા ગરીબને રોકાવું હશે તે પણ એને રહેવા નહિ દે. એ કયારે જાય એની રાહ જોતા હશે. આ બધા કર્મના ખેલ છે. જીવના પિતાના કર્મો જ એને દુઃખી અને સુખી કરે છે, માટે જ કહ્યું છે ને કે
કરમને કેયડે અલબેલો, એજી એને પામ નથી સહેલે”. માનવી દુનિયામાં બધા કેયડાને ઉકેલી શકે છે પણ કર્મના કેયડાને ઉકેલવે મહામુશ્કેલ છે. કર્મ મનુષ્યને રાયમાંથી રંક બનાવે છે ને રંકમાંથી રાજા બનાવે છે. જ્ઞાની પુરુષે કર્મની વિચિત્રતાને સમજીને સંસારની મેહમાયામાં લપાતા નથી. આ નાનો ભાઈ મોટાભાઈની ચિઠ્ઠી લઈને મોટાભાઈને ઘેર આવ્યો. ભાભી પાસે જઈને ઉભો રહ્યો પણ ભાભીએ એમ ન કહ્યું કે આ દિયર સેફે ખાલી પડયા હતે પણ નાનાભાઈના મનમાં થયું કે હું સફા ઉપર બેસીશ તે ભાભીને નહિ ગમે એટલે સમજીને નીચે બેઠો. અડધે કલાક થયો પણ ભાભીએ એના સામું ન જોયું અને એક શબ્દ પણ ન બેલી, ત્યારે દિયરના મનમાં થયું કે મારા કર્મો મને ગરીબ બનાવી દીધું છે. જીવ! ગરીબાઈમાં તું શા માટે માન માંગે છે કે ભાભી મને બેલાવે તે જ બેલું. એ ન બોલાવે તે તારે માન છોડીને ભાભીને લાવવા જોઈએ.
“દિયરની નમ્રતા ને ભાભીની કૃપણુતા” –આમ વિચાર કરીને દિયરે ઉભા થઈને નમ્રતાથી કહ્યું-ભાભી ! મારા ભાઈએ આ ચિઠ્ઠી આપી છે તે આપ વાંચે. ભાઈએ ચિઠ્ઠીમાં પહેલા લખ્યું હતું કે મારા ભાઈને પહેલા જમાડજે અને રૂ. ૫૦૦૦) આપજે,