________________
રહી વાય
લાગ્યા. ત્યાં રહીને અધમણ અનાજ માથે ઉપાડીને વેચવા લાગે. એમાંથી જે રૂપિયે બે રૂપિયા મળતાં તેમાંથી ઘેંસ બનાવીને ખાઈ લેતા. કોઈ વાર દાળીયા લાવીને ખાઈ લેતા. બે છોકરા અને એક છોકરી એ ત્રણ સંતાનો છે. આમ દુઃખી અવસ્થામાં દિવસે પસાર કરતા દિવાળીના દિવસે આવ્યા. એમના શરીર ઉપર પહેરેલા કપડા પણ ફાટી ગયા હતા, પણ ખાવાનું જ જ્યાં માંડ પૂરું થતું હોય ત્યાં અંગ ઢાંકવા કપડા લાવવા કયાંથી?
કર્મ રાજાને ખેલ – બંધુઓ ! કર્મરાજાને ખેલ કે છે! મોટાભાઈને ત્યાં પૈસાને પાર નથી. એમના કાઢી નાખેલા કપડાથી બીજા માણસે અંગ ઢાંકે છે પણ પિતાના ભાઈને અને એના કુટુંબને અંગ ઢાંકવા કપડા નથી. દિવાળીના દિવસે માં મેટા ભાઈને ઘેર તે અનેક જાતની મીઠાઈઓ બની ત્યારે નાનાભાઈને ત્યાં ચપટી ચણાના પણ સાંસા પડી ગયા. લેકેને ઘેર મીઠાઈઓના બેકસ આવતા જોયા એટલે નાના બાળકો એના મા-બાપને કહે છે બા-બાપુજી! બધાને ઘેર તે બરફો પેંડા છે ને આપણે ઘેર કેમ નથી? લોકે તે કેવા સારા સારા કપડા પહેરીને ફરવા જાય છે તે આપણે નવા કપડા પહેરીને ફરવા નહિ જવાનું? અમને મીઠાઈ ખાવી છે, સારા કપડા પહેરવા છે એમ કહીને કજીયે કરવા લાગ્યા, ત્યારે મા-બાપ કહે છે બેટા રડશે નહિ. તમારે માટે મીઠાઈ મંગાવી છે પણ હજુ આવી નથી. કપડા દરજીને ઘેર સીવવા આપ્યા છે એ આવશે એટલે તમને પહેરાવીશું ! મારા દીકરા! શાંતિ રાખે. રડશે નહિ. એમ કહીને સમજાવી દેતા પણ બાળકોને ક્યાં સુધી સમજાવવા? બાળકને સમજાવી સમજાવીને બે દિવસ કાઢયા પછી બાળકે કયાં સુધી ધીરજ રાખી શકે? છેલા ત્રણ દિવસથી તે ઘેંસ કે દાળીયા પણ મળ્યા નથી. ત્રણ દિવસના તદ્દન ભૂખ્યા બાળકે ટળવળવા લાગ્યા ને કજીયે કરવા લાગ્યા કે અમારે તે મીઠાઈ જ ખાવી છે. કઈ રીતે છાના રહેતા નથી ત્યારે પત્ની કહે છે નાથ ! આ બાળકના મુખ સામું મારાથી જેવાતું નથી. આપ એમ કરે. મોટાભાઈ પાસે જાઓ. એ દયાળુ છે. જરૂર કંઈક મદદ કરશે.
મોટાભાઈ પાસે જતાં પણ શરમ આવે એવી ચીંથરેહાલ દશા છે, પણ દુઃખને માર્યો ભાઈ પાસે જવા તૈયાર થયે. મેટાભાઈ દુકાનમાં બેઠા છે. નાનાભાઈને દૂરથી આવતે જોયે. એના મનમાં થયું કે નકકી મારો ભાઈ જ છે. એની આવી દશા કેમ થઈ ગઈ હશે? નાનાભાઈની દશા જોઈને મોટાભાઈનું દિલ દ્રવી ગયું. તે ઉભે થઈને નાનાભાઈના સામે ગયો. પિતાની દુકાનમાં બેસાડીને પૂછે છે લાડીલા વીરા ! તારી આ દશા કેમ થઈ? તારા દેદાર જોતાં મને તે લાગે છે કે તારી બેહાલ દશા થઈ ગઈ છે. આટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છતાં તેં મને જાણ ન કરી? ત્યારે નાનો ભાઈ કહે છે મોટાભાઈ ! મારા દુઃખને પાર આવે તેમ નથી. તમારે મારા ઉપર અનહદ પ્રેમ છે. હવે મને સમજાઈ ગયું કે પુણ્ય તે તમારું જ છે. તમારા પુણ્યથી સુખ ભેગવતા હતા
શા. સુ. પપ