________________
શાદી સુવાસ
૪૫
गिरिं रेवतयं जन्ति, वासेणुल्ला उ अन्तरा ।
वास ते अंधयारम्भ, अंता लयणस्स सा ठिया ॥ ३३ ॥
રાજેમતી સાધ્વીજી ભગવાન અરિષ્ટનેમિના દન કરવા માટે રૈવતક પર્યંત ઉપર જઈ રહ્યા હતા. એ સમયે રસ્તામાં વરસાદ આવવાથી તેમના સઘળા વસ્ત્રો ભીંજાઈ ગયા અને ખૂબ અંધકાર છવાઇ જવાથી એક ગુફામાં જઇને ઉભા રહ્યા.
રાજેમતી સાધ્વીજીને નૈમનાથ ભગવાનના મુખાવિંદના દર્શન કરવાની તીવ્ર ભાવના છે. જલ્દી મારા ભગવાનના દર્શન કરુ, એમને સુખશાતા પૂછું. એવી ભાવનાથી ઘણાં શિષ્યાઓની સાથે ગિરનાર પર્વત ઉપર ચઢવા લાગ્યા. વિહાર કરતાં સૌની ચાલ પ્રમાણે આગળ પાછળ હાય એ રીતે રાજેમતીજી તથા શિષ્યાએ બધા આગળ પાછળ ચાલતા હતા. ત્યાં અધવચ એકાએક જબ્બર પવનની આંધી ચઢી આવી. એ સમયે ઘનઘેાર પ્રચંડ વાદળા ચઢી આવ્યા. વીજળીના ઝબકારા થવા લાગ્યા, પક્ષીઓ માળામાં છૂપાઈ ગયા, પશુઓ પણ ભયથી વ્યાકુળ બનીને આમ તેમ દોડવા લાગ્યા. સૂર્ય નારાયણ પણ વાદળામાં છૂપાઈ ગયા. ચારે તરફ અંધકાર છવાઈ ગયા. એક તરફ અધકાર છે, બીજી તરફ સખત પવનની આંધી છે એટલે ધૂળ ઉડી રહી છે. એવા ગાઢ અધકાર છવાઈ ગયા કે એક ખીજાને દેખી શકાય નહિ. શિષ્યા સહિત રાજેમતી સાધ્વીજી તે પ્રચંડ આંધીના વેગમાં ઘેરાઈ ગયા. પિરણામે સૌના સાથ છૂટી ગયા. કોઈ કયાં તે કોઈ કયાં, જેને જયાં જગ્યા મળી ત્યાં તેએ સ્થાનના આશ્રય લઈને રોકાઈ ગયા. સખત આંધી ને તફાન, ભય કર અધકાર વચ્ચે વીજળીના ચમકાર અને આકાશ વાદળાના ગડગડાટથી ગાજી ઉઠયુ. થેાડી વારમાં મૂશળધાર વરસાદ તૂટી પડયા.
ગિરનારની પગવાટ સાવ સૂની પડી ગઈ. દુર દુર એક રાજેમતી સાધ્વી સિવાય કાઇ દેખાતું ન હતું. જૈતના સાધુ-સાધ્વીઓના આચાર છે કે વરસાદનું પાણી શરીર ઉપર પડે તે પ્રાયશ્ચિત લેવું જોઇએ. પેાતે એકલા રહી ગયા એના રાજેમતીને ભય ન હતા, કારણ કે જે પેાતાના ચારિત્રમાં નિમળ છે એને કોઈ જાતના ભય હાતા નથી, પણ પોતાના આચારની મર્યાદાના ભંગ થતા હતા તે શક્ય એમના હૈયામાં ડંખતું હતું તેથી ઝડપથી તે ચાલ્યા જતા હતા. વરસાદના કારણે રાજેમતી સાધ્વીના વો ભીંજાઈ ગયા. તેઓ ઉભા રહેવા માટે ચારે બાજુ દૃષ્ટિ કરવા લાગ્યા પણ કયાંય ગુફા ન દેખાઇ તેથી આગળ વધ્યા વિના છૂટકેા ન હતા, એટલે ભીના વસ્ત્રે તે થાડે દુર ગયા. ત્યાં એક શુઢ્ઢા તેમના જોવામાં આવી એટલે તે ગુફામાં પ્રવેશી ગયા, કારણ કે વરસાદ મધ થાય તેમ લાગતું ન હતું.
એક તા બહાર અંધકાર છવાઈ ગયા હતા એટલે ગુફામાં પણ ભયંકર અધકાર જ દેખાય ને ? આપણે ઘણી વખત બહાર પ્રકાશમાંથી કોઇના ઘરમાં પ્રવેશ કરીએ છીએ તે