________________
શેરઠા સુવાસ
૮૫૭ એને જીવતે છેડી મૂકે. આપ ન હોત તે એને પૂરો કરી નાંખત. હવે અમે સુવર્ણ પુરૂષ સિદ્ધ કરી આપીએ છીએ, પણ એ તમે લઈ લેજે. જેગીને નહિ મળે. એમ કહીને જે મડદું હતું તેને સોનાને પુરૂષ બનાવી જિનસેનકુમારને આપીને દેવીઓ ત્યાંથી ચાલી ગઈ, પણ જોગી તે ડરને માર્યો થરથર ધ્રુજવા લાગ્યો. એના મનમાં ભય છે કે દેવીએ પાછી આવીને મને ખાઈ જશે તે? દેવીઓના ગયા પછી જોગી જિનસેનકુમારના ચરણમાં પડીને કહે છે ભાઈ ! તમે મડાનપુરૂષ છે. આજે તમે ન હોત તો હું મારી જાત. તમે મને બચાવ્યો છે, માટે તમારે ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું. બેલે, આપની શું આજ્ઞા છે ? આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું, ત્યારે જિનસેનકુમારે કહ્યું આ સ્ત્રીના બંધન જલ્દી તેડી નાંખે, એટલે જોગીએ તરત જ મદનમાલતીના બંધને તેડી તેને મુક્ત કરી. જેવા એના બંધને તૂટયા એવી તરત જ મદનમાલતી જિનસેનકુમારના ચરણમાં પડી ગઈ ને કહેવા લાગી નાથ ! મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આપ આ જંગલમાં આવ્યા ને મારું દુઃખ મટાડયું. આપ અહીં ન આવ્યા હતા તે આ જોગી મને મારી નાંખત. આપ મળ્યા એટલે મારું બધું દુઃખ ચાલ્યું ગયું. જિસેનકુમારે જોગીને પણ ખૂબ ઠપકે આપીને કહ્યું–મડાત્મા ! તમે સંસારનો ત્યાગ કર્યો છે. ભિક્ષા માંગીને ખાવું છે તે પૈસાની શી જરૂર છે? આ સુવર્ણપુરૂષ બનાવવા માટે માણસને મારવાનું પાપ શા માટે કરે છે? હવે નિરાંતે ભગવાનનું નામ લે. આ રીતે ખૂબ સમજાવ્યા એટલે જોગીએ કહ્યું તમારી વાત સાચી છે. હવે હું કદી આવું પાપ નહિ કરું. હવે હું તમારા જેન ધર્મનું પાલન કરીશ. ત્યારથી જેગી જૈન ધમી બની ગયો. મેગીને સમજાવીને જિનસેનકુમાર મદનમાલતીને લઈને પોતાને ઘેર આગે. ચંપકમાલા મદનમાલતીને જોઇને ખૂબ હરખાઈને પૂછયું–બહેન ! તમે અહીં અચાનક ક્યાંથી આવ્યા? એટલે મદનમાલતીએ બધી વાત કરી. ચંપકમાલાએ કહ્યું–બહેન ! તમે ખૂબ ગુણીયલ છે તમે ઘણું દુઃખ સહન કર્યું. આજે તમારા આવવાથી મને ખૂબ આનંદ થયો. એમ કહીને પ્રેમથી ભેટી પડી.
દેને બહન રહે પ્રેમસે, દૂધ મિશ્રી કે ન્યાય,
પ્રેમ ઉનકા ઐસા માને, ગંગા જમુના મન ભાય. ચંપકમાલા અને મદનમાલતી બંને દૂધ સાકરની જેમ એકબીજાની સાથે હળીમળીને પ્રેમથી રહેવા લાગી. આમ તે બંને શેક્યો છે. સ્ત્રીઓને શેક્ય ગમે નહિ પણ આ તે હળક જ છે એટલે કોઈ કેઈન ઉપર ઈર્ષા કરતી નથી, પણ આનંદથી રહે છે. ગંગા અને યમુનાના નીર એકબીજામાં ભળી જાય એમ મદનમાલતી અને ચંપકમાલાના મન એવા મળી ગયા છે કે એકબીજા વિના એમને ગમે નહિ. એવા પ્રેમ અને આનંદથી સુખપૂર્વક દિવસ પસાર કરવા લાગ્યા. એક દિવસ બધા સૂતા છે ત્યારે જિનસેનકુમારની ઉંઘ ઉડી ગઈ ત્યારે એને પિતાની માતા યાદ આવી, કે હું તે અહીં મહાસુખ ભોગવું