________________
૮૬૨
શારદા સુવાસ જાય છે. આ પર્વ આવે એટલે બધા ઘરની સાફસૂફી કરવા લાગશે પણ આત્મઘરની સંભાળ લેનારા, તેને સ્વચ્છ કરનારા દેખાતા નથી. ઘરઘરમાં દીવા પ્રગટેલા દેખાય છે પણ આત્મઘરના અઘેર અંધકાર ઉલેચવાની કેઈની ઈચ્છા સરખી પણ ક્યાંય દેખાતી નથી. આખા વર્ષના સરવૈયા કાઢી લેણદેણ ચૂકવી બધે નવા ચોપડાની શરૂઆત થાય છે, પણ જીવનના પિડામાં કર્મનું લેણું કેટલું ને ધર્મરાજાનું લેણું કેટલું ? એ તરફ કેઈની આંખ પણ જતી નથી.
જે ભગવાનના નિર્વાણમાંથી દિવાળીને જન્મ થયે છે એ ભગવાને જગત માટે કેટલું કર્યું, એટલું આપણે આપણી જાત માટે કરવા પણ આજે તૈયાર નથી. ભગવાને કેવળજ્ઞાન ન મેળવ્યું ત્યાં સુધી સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી ભૂખ કરીને ખાધું નથી, ઊંઘ કરીને ઉંધ્યા નથી ને ભુમિ પર પલાંઠી વાળીને બેઠા પણ નથી. કેવળજ્ઞાન મેળવ્યા પછી હજારે જીવને ઉદ્ધાર કર્યો એટલું જ નહિ પણ જીવનની છેલ્લી ઘડી સુધી સેળ પ્રહર દેશનને ધોધ વહાવી અંતે દેહ છે, અઘાતી કર્મોને ક્ષય કરી નિર્વાણ પામ્યા. જગતભરમાં પ્રકાશ પાથરનારે એક મહાન ભાવદીપક બૂઝાઈ ગયે. એની યાદમાં લેકેએ દિવડા પ્રગટાવ્યા ને દિવાળીની શરૂઆત થઈ. ભગવાનના વિરહમાંથી ગુરૂ ગૌતમે અનિત્યતાને સાદ ઝીલ્ય ને એ સાદમાંથી એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ત્યારથી શરૂ થયેલી દિવાળી તે આજ સુધી અખંડ રીતે ચાલતી આવી છે પણ એની પાછળ રહેલી આધ્યાત્મિક્તા હવે ભૂંસાઈ રહી છે. એ આધ્યાત્મિકતાને ફરી જગાવવા માટે સંતે પડકાર કરે છે પણ એ પડકાર ઝીલનાર આજે કેણ છે?
એ મહાન સંત જીવોને પડકાર કરીને કહે છે આ દિવાળીના દિવસોમાં તમારે લખવું હોય તે ભલે ચોપડાના પ્રથમ પાને લખે કે ગૌતમ સ્વામીની લબ્ધિ મળજે, ધન્ના શાલીભદ્રની દ્ધિ મળજે, અભયકુમારની બુદ્ધિ મળજે પણ આટલું લખવા માત્રથી જ મળી જાય એટલી સેંધી એ લબ્ધિ, દ્ધિ કે બુદ્ધિ નથી પણ યાદ રાખજો કે એને માટે જીવનને સાધનામાં પવવું પડશે, આરાધનામાં આગળ લાવવું પડશે ને વિરાધનાથી પાછું ફેરવવું પડશે. શાલીભદ્રની શ્રદ્ધને આપણે યાદ કરીએ છીએ પણ શાલીભદ્ર થયા શી રીતે? એ વાત યાદ કરી છે? શાલીભદ્ર જેવા દાનેશ્વરી થવાના ભાવ જાગ્યા છે? એક ભકત બેલે છે.
અમે દાન પુણ્ય કંઈ કર્યું નહિ ને સાધી ના કોઈ સિદ્ધિ
તે ય તારી પાસે માગીએ, શાલીભદ્રની રિદ્ધિ. હે પ્રભુ! અમે દાન, પુણ્ય કંઈ કર્યું નથી કે કઈ સિદ્ધિ પણ સાધી નથી છતાં તારી પાસે માંગીએ છીએ કે મને શાલભદ્રની રિદ્ધિ મળજો. બંધુઓ ! જે દિવસે શાલીભદ્ર જે ત્યાગ અને દાનવૃત્તિ આવશે એ દિવસે વગર લખે શાલીભદ્ર જેવી રિદ્ધિ