________________
૮૫૮
શારદા સુવાસ છું પણ મારી માતા મારા વિગે ઝૂરતી હશે. હવે મારે જવું જોઈએ. હવે જિનસેનકુમાર શું કરશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૭ આસે વદ ૧૩ ને રવીવાર ધનતેરસ
તા. ૨૯-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા, મોક્ષ માર્ગના પ્રણેતા એવા સર્વજ્ઞ ભગવતેએ જગતના જીવેના આત્મકલ્યાણ માટે સિદ્ધાંતરૂપ વાણી પ્રકાશી છે. તેમાં ઉત્તરાધ્યયન સૂત્ર જે મહાવીર પ્રભુની અંતિમ વાણી છે તેમાં બાવીસમા અધ્યયનમાં ને મનાથ ભગવાન, રાજેતી અને રહનેમિની વાત ચાલે છે. રામતી સાધ્વીજી ઉત્કૃષ્ટભાવથી ગિરનાર પર્વત ઉપર નેમનાથ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. માર્ગમાં વરસાદ અને ભયંકર અધી આવવાથી તેઓ એક ગુફામાં રેકાઈ ગયા ભીના વને સૂકવવા માટે ગુફામાં પહેળા કર્યા. આ બધું દશ્ય ગુફામાં બેઠેલા રહનેમિએ જોયું. રામતી સાધવીના દેહનું સૌદર્ય નિહાળતા સંયમથી એમનું મન ચલાયમાન બન્યું. રહનેમિ પિતાનું ભાન ભૂલ્યા. જેમને એક વખત સંસાર ઉપરથી નફરત થઈ તેથી સંસાર છેડીને સંયમી બન્યા, પણ સમય આવતા ભાન ભૂલી ગયા. જ્ઞાની પુરૂષે પણ ક્યારેક પિતાના સ્ટેજને ભૂલીને ભૂલ ખાઈ જાય છે.
જ્ઞાની પુરુષે કહે છે કે જીવનમાં મનુષ્ય વારે ને તહેવારે, ડગલે ને પગલે ભૂલ તો કરે છે, ભૂલ કદાચ થઈ જાય પણ તમે ભૂલને વિકાસનું પગથીયું બનાવી દે. ભૂલમાં બે પ્રકારની તાકાત છે. ભૂલ વિકાસનું પગથિયું પણ બની શકે છે ને વિનાશને ખાડે પણ બની શકે છે. ભૂલ જીવનને સુધારી પણ શકે છે ને બરબાદ પણ કરી શકે છે. એક વખત ભૂલ થઈ ગયા પછી ભૂલ ભૂલરૂપે લાગે, ફરીથી ન કરવા જેવી લાગે અને કદાચ થઈ જાય તે આંખમાં આંસુડા આવી જાય તે ફરીને એ ભૂલ જીવનમાં નહિ થાય. એ થઈ ગયેલી ભૂલ ફરીથી જીવનમાં કદી ભૂલ ન કરાવવામાં નિમિત્તરૂપ બની જઈને જીવન વિકાસનું પગથિયું બની જાય છે પણ જે એ જ ભૂવ થયા પછી એ વિચાર આવે કે એમાં શું ? એ તે થઈ જાય. “માનવ માત્ર ભૂલને પાત્ર” તે એ જ ભૂલ એક નહિ પણ અનેક ભૂલની જનેતા બની જીવનને પતનની ખાઈમાં ફેકી દેનાર વિનાશક બની જાય છે.
બંધુઓ ! જીવન કેવું બનાવવું છે? ભૂલેથી ભરેલું કે તદ્દન ભૂલે વિનાનું? એના પહેલા નિશ્ચય કરે. આ નિશ્ચય થયા પછી જ આપણું જીવન નવી દિશા તરફ આગળ વધી શકશે. માનવને એ સ્વભાવ છે કે પોતે ભૂલવા છતાં હું ભૂલ્ય, અગર મારાથી ભૂલ થઈ ગઈ છે એમ ભૂલની કબુલાત કરતા એનું મન અચકાય છે, કારણ કે ભગવાને