________________
શારદા સુવાસ
૮૪૯ સમયે જિનસેનકુમારે કહ્યું-હું યોગીને ઉત્તરસાધક બન્યું છું. મારા જીવતા હું એને મરવા નહિ દઉં. હે દેવી! તમે કેણ છે? અને આ ગીને શા માટે મારે છે? તમારે બીજું જે જોઈએ તે માંગી લે પણ મનુષ્યને સંહાર કરવાથી શું લાભ થાય છે? જિનસેનકુમાર કેટલે પોપકારી ને દયાળુ છે ! પિતાની પત્નીને જે રોગીએ બાંધી છે તેની પણ દયા કરે છે. હવે આ દેવીઓ જિનસેનકુમારને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ-અવસરે કહેવાશે
વ્યાખ્યાન નં. ૯ર આ વદ ૧૨ ને શનિવાર
તા. ૨૮-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાનપુરૂષે ભવ્યજીના કલ્યાણ માટે અમૂલ્ય દેશના આપતા કહે છે કે હે ભવ્ય છે ! અનંતકાળથી આ જીવને ચતુર્ગતિ સંસારમાં રખડાવનાર હોય તે તે મેહ છે. આ સંસારરૂપી નાટકમાં મેહરૂપી મેનેજર રાજા, રંક, દાસ, સ્વામી વિગેરે જે પાત્ર આપે તે ભજવવું જ પડે પણ તેને રાજીનામું દેવાય તે નાટક ભજવવું પડે ખરું? આ મોહ માસ્તરે જીવને વિષયકષાયના હજારે પાઠ અનાદિકાળથી ભણાવ્યા છે તે ભૂલ્યા ભૂલાતા નથી. જ્યારે તે ભૂલાશે ત્યારે મોક્ષ મળશે, માટે દરેક પદાર્થો ઉપરથી મેહને ત્યાગ કરે. બીજી વસ્તુઓ તે ઠીક પણ જે આત્મકલ્યાણ કરવું હોય તે આ શરીરને મેહ પણ છેડે પડશે, કારણ કે શરીરને મેહ પણ આત્માને સંસારમાં રખડવે છે. મેહના કારણે જીવને કાયાની કેદમાં પૂરાવું પડ્યું છે. કેદખાનામાં ભૂખ-તરસ, સખત મજુરી આદિ દુખે સહન કરવા પડે છે. તેમાંથી જ્યારે છૂટું અગર લાગ મળે તે સળીયા તેડીને નાસી જાઉં એમ કેરી ઈચ્છે છે તેવી રીતે આ શરીર એક કેદખાનું છે. તેમાં અશુચી ભરેલી છે, છતાં તેમાંથી નાશી છૂટવાને બદલે મેહાંધ બનેલે જીવ શિયાળાના દિવસોમાં અડદીયા પાક, બદામપાક, સાલમપાક, મેથીપાક વિગેરે પૌષ્ટિક પાથે ખવડાવીને પિષે છે, પંપાળે છે અને તેને સહેજ પીડા થાય તે ગાડે ઘેલું બની જાય છે. હાયય કરી મૂકે છે, પણ એને ભાન નથી કે આને મહ તે મને સંસારમાં ભ્રમણ કરાવનાર છે. જ્ઞાની આત્માએ દેહમાં પ્રાણ હોય છે ત્યાં સુધી એની પાસેથી એવું કામ કઢાવી લે છે કે ફરીને જીવને આ કાયાની કેદમાં પૂરાવું ન પડે.
આ શરીરની તાકાત નથી કે આત્માને જકડી રાખે પણ આત્મા પિતે જ એના મેહના કારણે કાયા રૂપી કેદમાં જકડાયેલ છે. જેમ એક વાંદરાએ ચણા લેવા માટે ગાગરમાં હાથ નાંખે. ચણાની મૂઠી વાળેલી હોવાથી એને હાથ નીકળી શકે નહિ ત્યારે વાંદરાને લાગ્યું કે આ ગાગરે મારે હાથ બાંધી દીધું છે, પણ વાસ્તવિક રીતે તે પિતાની મૂઠીથી જ પિતે બંધાય છે, તેવી રીતે જીવ માને છે કે મને શરીરે પકડી રાખ્યો છે પણ એમ નથી.
૫૪