________________
શારદા સુવાસ પીછાણ ન હોવાથી લાવીને બકરીની ડેકે બાંધે. એના મૂલ્ય તે ઝવેરી આંકી શકે છે તેમ આત્માર્થી મોક્ષગામી છ જ જિનશાસનની કિંમત આંકી શકે છે, બાકી ભેગમાં પડેલા મેહાસકત અને અજ્ઞાની છે માટે તે પેલા રબારીની માફક કોડની કિંમતને હીરે બકરીની ડેકે બાંધવા જેવું છે. સાધુપણું લેવાની ભાવના થવી એ ઉત્તમ વાત છે પણ જે એવી ભાવના ન જાગતી હોય તે સંસારમાં રહીને પણ કંઈક તે કરું, જિનશાસન મળ્યું છે એની સાર્થકતા કરું એવી ભાવના તે જગાડે. વધુ ન કરી શકો તે ખેર, પણ ગામમાં સાધુ સાધ્વીજીઓ બિરાજમાન હોય તે એક વખત દર્શન કરવા જાઉં, સમયની અનુકૂળતા હોય તે વ્યાખ્યાન સાંભળવું, એક સામાયિક કરવી, એટલે સમય ન હોય તે વસ લેગસને કાઉસગ્ન કર, એક માળા ગણવી આટલું તે કરે. વધુ નહિ તે એવી ભાવના તે રાખજે કે પ્રભુ ! મને બીજું કાંઈ ન મળે તે ખેર, પણ જયાં સુધી હું મેક્ષમાં ન જાઉં ત્યાં સુધી ભભવ મને જિનશાસન મળજો, જિનશાસન જેને મળે એનું બધું દુઃખ ટળે છે.
સુંદર શાસન પ્રભુ મહાવીરનું, જેને મળે એની બધી વ્યાધિ ટળે, એનું જીવન સુધરે, એનું વર્તન સુધરે, જેને મળે એની શીતળ છાંયડી, રાગ અને દ્વેષ રહે ના ઘડી, જીવન અને પુષ્પ સમી પાંખડી, વિશ્વપ્રેમ કેરી બાંધે રાખડી, હૈયાના હેત વહાવે બધાએ જેને મળે એની બધી વ્યાધિ ટળે.
જે પુણ્યાત્માને વીતરાગ પ્રભુનું શાસન મળે છે એના બધા દુખે નાશ પામે છે. અને એનું જીવન માનવતાની મહેંકથી મઘમઘતું બની જાય છે. એના વિચાર, વર્તન અને વાણી પણ સુધરી જાય છે. જેની રગેરગમાં જિનશાસનને રણકાર છે એવા સંસ્કારી કુટુંબના નાના બાલુડાઓને કેઈ કાંદા બટાટા આપે તે એ કહી દેશે કે અમારાથી ન ખવાય. અમે જૈન છીએ. જે તમારા અણુઅણુમાં જૈનશાસનને ધબકાર હશે, ખમીર ને ગૌરવ હશે તે તમારા સંતાનના જીવનમાં પણ આવા સંસ્કાર પડશે અને જિનશાસન જયવંતુ બનશે.
આપણે તેમનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર ચાલે છે. રાજેમતીએ નેમનાથ પ્રભુએ બતાવેલ પરમ પાવનકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પછી શું કર્યું તે વાત સૂત્રકાર ભગવંત બતાવે છે.
सा पव्वइया संती, पवावेसी तहिं बहुं ।
સવ પરિચ જેવ, વિકતા વદુસ્થા રૂા. દીક્ષા લઈને મૂળ અને ઉત્તર ગુણનું પરિપાલન કરવામાં અતિશય સાવધાન અને