________________
૮૨૦
શારદા સુવાસ સુખની પ્યાસી હેત તે નેમનાથ ભગવાન તેરણદ્વારેથી પાછા ફર્યા પછી માતાપિતાએ બીજે લગ્ન કરવા માટે ખૂબ સમજાવી હતી તે તે વાતને સ્વીકાર કરી લેત પણ એણે એ વાતને સ્વીકાર ન કર્યો. એ વિષય સુખ માટે મનાથ ભગવાન ઉપર પ્રેમ રાખતી ન હતી પણ પતિની સેવા કરી એમના પગલે ચાલીને આત્માને ઉન્નત બનાવવા ઈચ્છતી હતી. રાજેમત વિચાર કરવા લાગી કે જે મારા પતિ બ્રહ્મચર્યનું પાલન કરે છે તે મારે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પુરૂષ ધારે તે અનેક સ્ત્રીઓ સાથે વિવાહ કરી શકે છે છતાં મારા પતિ મને છોડીને પાછા ફર્યા પણ બીજી કઈ સ્ત્રીની સાથે વિવાહ કર્યો નથી તે પછી હું પણ બીજા પુરૂષ સાથે લગ્ન નહિ કરું. હું સ્ત્રીને પણ બીજા પુરૂષની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી, પણ મારા સ્વામી નેમનાથ ભગવાન જેવું જીવન જીવશે એવું જ જીવન હું જીવીશ અને આ રીતે પતિના વિરહમાં પણ તેમના પગલે ચાલીને મારા આત્માનું કલ્યાણ કરીશ. આ પ્રમાણે રાજેમતી વિચાર કરતી વિરહ વેદનાથી ગુરવા લાગી. ઝૂરા કરતાં રાજેમતીને કેવું જ્ઞાન પ્રગટ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – જિનસેનકુમાર પોપકાર કરવા માટે પ્રાણ આપવા તૈયાર થયું છે. તે પત્નીની આજ્ઞા લેવા માટે ઘેર આવ્યું ત્યારે પત્ની કહે છે હું સાથે આવું. ત્યાં એના બે બાળકે જાગી ગયા. એ કહે છે અમે દેવીને ભેગ માટે જઈએ. આપ ખુશીથી રહે. આ ચાર જણની વાત સાંભળીને રાજા કહે છે અહે! આ પાંચ વર્ષના બાલુડા પણ કેટલા હોશિયાર છે. એ દેવીને બલી આપવાની બાબતમાં શું સમજે? છતાં કહે છે અમે જઈશું. આ ઘરમાં તે બધા આત્માઓ ભગવાન તુલ્ય પવિત્ર જગ્યા છે. ધન્ય છે એમના જીવનને ! જિનસેનકુમારે ચંપકમાલા અને એના બે બાળકોને ખૂબ સમજાવ્યા પણ સમજ્યા નહિ. અને હઠ કરીને તેની સાથે ચાલ્યા. ચારે જણે ચાલતા ચાલતા મહાકાલી દેવીનું મંદિર હતું ત્યાં આવ્યા. આવીને જિનસેનકુમાર ચંપકમાલાને કહ્યું દેવી! તમે બંને બાળકોને લઈને ઘેર જાઓ ને આનંદથી રહે. મને મારા મહારાજાને બચાવવા માટે પ્રાણુનું બલીદાન આપવા દે. ચંપકમાલા કહે છે સ્વામીનાથ ! હું આપને સત્ય કહું છું કે આપ આપનું બલીદાન આપવું રહેવા દો.
બત્તીસ લક્ષણી મેં ભી સ્વામી, માન મેરી બાત,
આપ કુંવર આનંદમેં રીજે, કે€ જોડી હાથ, આપ જેમ બત્રીસ લક્ષણા પુરૂષ છે એમ હું પણ બત્રીસ લક્ષણવાળી સ્ત્રી છું. તે મને મરવા દે. આપ જીવતા હશે તે કેટલા છેને આધારભૂત છે ને હું સ્ત્રી જાતિ શું કરી શકવાની છું? આપને બીજી પત્ની મદનમાલતી પણ છે. એ આ બાળકને સંભાળશે, માટે આપ મને જવા દે. આપ મારી આટલી વિનંતી સ્વીકારે. આમ પરસ્પર