________________
શારદા સુવાસ જ મુશ્કેલ છે. આવી પવિત્ર અને ઉત્તમ સતી સાધ્વી સ્ત્રીએથી આ જૈનશાસન ઝળહળતું બન્યું છે. તેમનાથ ભગવાન અને રાજેમતીએ અખૂટ વૈભવ અને સુખને ત્યાગ કરીને ભયુવાનીમાં દીક્ષા લીધી. આવા પવિત્ર આત્માઓને અધિકાર સાંભળીને તમે પણ જીવનમાં બ્રહ્મચર્ય અપનાવજો. દીક્ષા ન લઈ શકે તે આટલું કરો. શું વિચાર થાય છે નટુભાઈ! દીક્ષા લેવાની ભાવના જાગે તે મલાડનું ચાતુર્માસ સફળ થાય. (હસાહસ) દીક્ષા ન લઈ શકે તે બને તેટલું વિશેષ બ્રહ્મચર્યનું પાલન કરવું. એટલું તો અવશ્ય કરજો. રાજેમતીએ દીક્ષા લીધા પછી શું કર્યું તે અવસરે.
ચરિત્ર:- સિંહલદ્વીપના મહારાજાનું રક્ષણ કરવા માટે જિનસેન પ્રધાને કેટલે બધે ભેગ આપે. આ બધું નજરે જોઈને રાજાને ખૂબ આનંદ થયે. અહો ! આવા પવિત્ર આત્માએ મારા મહાન પુણ્યોદયે મારા નગરમાં આવ્યા છે. ખૂબ સન્માન કરીને નગરમાં લઈ ગયા. એક દિવસ મટી જાહેર સભા ભરીને જિનસેન પ્રધાને પોતાને માટે કેવું કેવું કષ્ટ સહન કર્યું, એના બાળકે અને પત્નીએ પણ કેટલે ભેગ આપે તે વાત સભા સમક્ષ રજુ કરીને ખૂબ ગુણગાન કર્યા અને પ્રધાનને સારું ઈનામ આપ્યું પણ પ્રધાને કહ્યું મહારાજા ! આમાં કંઈ મેટે ઉપકાર કર્યો નથી. મેં તે મારી ફરજ બજાવી છે. આપ મારા આટલા બધા ગુણગાન ન કરે. રાજા કહે છે આપ તે મહાન ગુણીયલ છે. હું કંઈ વિશેષ પ્રશંસા કરતા નથી. જેનામાં જે ગુણ હોય છે તે મારે કહેવા જ જોઈએ. તમે આજે ન હેત તે મારી શી દશા થાત? આપના પુનીત પગલે મારા બધા વિદને દૂર થયા છે. જિનસેનકુમારે વેશ્યાના ઘરના દ્વાર ખેલ્યા ત્યારથી જ રાજાને તેના પ્રત્યે પ્રેમ હતે. પછી એણે રાક્ષસને ઉપદ્રવ દૂર કર્યો અને મહાકાલી દેવીને પિતાનું રક્ષણ કરવા માટે પિતાને ભેગ આપવા તૈયાર થશે. આ બધું બનતા એના પ્રત્યે રાજાને અનેક ગણે પ્રેમ વધી ગયે. રાજા અને પ્રધાનના તન જુદા છે પણ મન એક થઈ ગયા હોય તેમ એકમેક બનીને પ્રેમથી રહેવા લાગ્યા. પ્રધાન ન હોય તે રાજાને ગમે નહિ અને રાજા ન હોય તે પ્રધાનને ન ગમે. એ રીતે દૂધ સાકરની જેમ પ્રેમથી એકબીજાની પ્રશંસા કરતા આનંદથી સુખપૂર્વક રાજા, પ્રધાન અને પ્રજાના દિવસે જવા લાગ્યા.
દુખિયારી મદનમાલતીની વહારે – આ રીતે સુખમાં ઘણું દિવસો પસાર થયા. એક દિવસ જિનસેન પ્રધાન વનકીડા કરવા માટે જંગલમાં ગયે ત્યાં ગાઢ જંગલમાં કઈ સ્ત્રી કરૂણસ્વરે રૂદન કરતી હોય એ અવાજ સંભળાયે, એટલે પરેપકારી સાહસિક જિનસેનકુમારના મનમાં થયું કે આ અઘોર અટવીમાં કેણ સ્ત્રી રૂદન કરી રહી છે! લાવ, જેઉં તે ખરે! જિનસેનકુમાર પારકાનું દુઃખ ટાળવા માટે પિતાનું, પિતાની પત્નીનું અને પુત્રોનું શું થશે એ જોતું નથી. એ તે એક જ વિચાર કરે છે કે આ શરીર અને શક્તિ મળી છે તે એના દ્વારા પરોપકારના કાર્યો કરી લઉં. જે માણસ બીજાનું સારું કાર્ય કરે છે