________________
૦૩૭
શારદા સુવાસ સૂત્ર રૂપે ગૂંથે છે, ત્યાર પછી શાસનના હિત માટે સૂત્રનું પ્રવર્તન થાય છે. દશાશ્રુતસ્કંધની વૃત્તિમાં આચાર્ય ભગવંતે કહે છે કે સૂત્ર કેને કહેવાય?
मुत्तं गणहर रइयं, तहेव पत्तेय बुद्ध रइयं च ।
सुय केवलिणा रइय, अभिन्नदसपुग्विणा रइयं ॥ ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રત કેવળી અને અભિન્ન દશપૂર્વધારીના રચેલા ગ્રંથને સૂત્ર કહેવાય છે. ભગવાનના ત્રિપદી ઉપદેશમાંથી આટલા બધા સૂત્રને વિસ્તાર કરવાની જેમનામાં તાકાત છે, આટલું બધું જ્ઞાન જેઓ ધરાવે છે તે ગણધર પદવી પ્રાપ્ત કરી શકે છે. ગણધર પ્રભુએ ગ્રંથિત કરેલા સૂત્રોનું આચાર્ય ભગવંતેએ સંકલન કર્યું તે આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ.
નેમનાથ પ્રભુના અઢાર ગણુધરે થયા. એમણે ભગવાનની અર્થરૂપે ત્રિપદી વાણમાંથી દ્વાદશાંગી સૂત્રની રચના કરી. તમને થશે કે ગણધર ભગવંતે આટલા બધા જ્ઞાની હેય છે તે પછી ભગવતી સૂત્રમાં મહાવીર પ્રભુના ગણધર ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને છત્રીસ હજાર પ્રશ્નો શા માટે પૂછયા? ભાઈ ! ગણધર પ્રભુનું જ્ઞાન ઘણું છે પણ તીર્થંકર પ્રભુના જ્ઞાનની અપેક્ષાએ તે ભર્યા સમુદ્રમાંથી ચકલીની ચાંચમાં જેટલું પાણુ સમાય તેટલું જ છે. ગણધર પ્રભુના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઘણાં નિર્મળ હોય છે. એ બધું જાણું શકે છે, પણ કેવળ ભગવંત પાસે શિષ્ય સદા જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસુ હોય છે, એટલે પિતાના જ્ઞાનને પ્રયોગ ન કરતા સામાન્યમાં સામાન્ય પ્રશ્નોનું પ્રભુના મુખેથી સમાધાન કરે છે. ભગવાનના મુખેથી દેશના સાંભળીને બધાને ખૂબ આનંદ થયે. રાજેતીને પણ અત્યંત આનંદ થયે. ખૂબ ભવ્ય રીતે ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ ઉજવીને વંદન કરીને ઈન્દ્રો અને દેવે પિતાના સ્થાને ચાલ્યા ગયા, પછી કૃષ્ણવાસુદેવ, બલદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહે તેમજ ઉગ્રસેન રાજા, રાજેમતી અને તેની સખીઓ પિતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવાન પણ ત્યાંથી વિહાર કરી ગયા, ત્યાર પછી તેમનાથ ભગવાન રામાનુગ્રામ વિહાર કરતા કરતા એક વખત ઉજ્જયન્ત પર્વતની નજીક આવેલા સહસામ્રવનમાં પધાર્યા ત્યારે રાજેસતી પ્રભુના દર્શન કરવા માટે ગઈ. પ્રભુના મુખેથી અમૃતમય દિવ્ય દેશના સાંભળીને રામતીના વૈરાગ્યમાં એકદમ ભરતી આવી. વૈરાગ્યની ત પ્રગટ થતાં રામતી નેમનાથ ભગવાન પાસે દીક્ષા લેવા તત્પર બની. સૂત્રકાર ભગવંત કહે છે.
अह सा भमर सनिभे, कुच्चफणगप्पसाहिए ।
सयमेव लुचई केसे, धिईमन्ती ववस्सिया ॥ ३०॥ નેમનાથ ભગવાનના મુખેથી ધર્મદેશના સાંભળ્યા પછી પૈયને ધારણ કરનારી તથા ધર્મ અંગીકાર કરવાના અધ્યવસાયવાળી રાજેમતીએ ભમરાના જેવા કાળા તથા સુંદર રીતે