________________
૨૩૨
શાશ્તા સામ
મંગલ વધામણી આપવા આવનાર વનપાલકને ખૂબ ધન આપીને સંતુષ્ટ કરીને વિદાય કર્યાં અને પછી કૃષ્ણવાસુદેવ, ખળદેવ અને સમુદ્રવિજય રાજા હિં દશ દશાડું' રાજાએ તેમજ ખીજા ઘણાં યાદવે અને દ્વારકા નગરીના નાગરિકે પણુ રૈવતક પર્વત ઉપર પહોંચી ગયા. ત્રૌજી તરફ વિરકત ભાવમાં રહેલી રાજેમતીને પણ ખબર પડી કે મારા જીવનઉદ્ધારક, જગતપતિ તેમનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એટલે ઉગ્રસેન મહારાજા, રાજેમતી અને એની સખી આદિ ઘણાં મેટા પરિવાર સાથે રૈવતક પર્વત ઉપર પહોંચી ગયા. ભગવાન સમાસરણમાં બિરાજી રહ્યા છે. દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિય ચ—તિય ચાણી આદિ ખાર પ્રકારની પ્રમદા ભરાણી છે. આ જોઇને કૃષ્ણવાસુદેવ, રાજેમતી વિગેરેનું હૈયું હુ થી નાચી ઉઠયુ. અહા પ્રભુ ! આપે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. ધન્ય છે નાથ-અમારા તારણુહાર ! આપનું શાસન જયવંતુ વ. ત્રણ જગતના દુઃખી જીવેાના દુઃખને દૂર કરીને આપ સૌના ઉદ્ધારક અનેા. જય હો...વજય હા...જગતઉદ્ધારક, ત્રિલેાકીનાથ અરિષ્ટ નેમિનાથ અર્હિંત પ્રભુના ! દેવા અને મનુષ્ય વિવિધ શબ્દમાં પ્રભુની સ્તુતિ કરી, વંદન નમસ્કાર કરીને સૌ યથાસ્થાને બેસી ગયા.
રાજેમીએ તે તેમનાથ ભગવાન તેમકુમારના વેશમાં વરરાજા મનીને પરણવા માટે આવ્યા ત્યારે દૂરથી જ દર્શન કર્યાં હતા. આજે તે સમેસરણમાં વ્યિઋદ્ધિ સાથે પ્રભુને બિરાજેલા જોઇને એનું હૃદય હર્ષોલ્લાસથી પુલકિત બની ગયું. એના હૈયામાં હ સમાતા નથી. એ અનિમેષ દૃષ્ટિથી પ્રભુને નિહાળી રહી છે. અહા, શું મારા નાથ છે! શું એમના તેજ છે! શું એમના ગુણુ છે ! પછી નેમનાથ પ્રભુના મુખમાંથી દિવ્ય દેશનાની ધારા છૂટી. સૌ શ્રોતાજનેા ષિત હૃદયથી એક ચિત્તે સાંભળવા લાગ્યા. પ્રભુની ધર્મદેશના સાંભળીને અનેક રાજાએ, મહારાજાઓ, શ્રેષ્ઠી અને શ્રીમંતાદિ મનુષ્યા તથા ઘણાં અના વેરાગ્ય પામી ગયા અને ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. ઘણાં મનુષ્યએ શ્રાવકના વ્રત અગીકાર કર્યાં જેમણે દીક્ષા લીધી હતી તેમાંથી વરદત્ત આદિ અઢાર ગણધરા થયા. દરેક તીથ ‘કર પ્રભુને ગણધરો હોય છે. મહાવીર પ્રભુના ગણધર અગિયાર હતા. તૈમનાથ પ્રભુના અઢાર ગણધર હતા. તેમાં વરદત્ત નામે પ્રથમ ગણધર હતા. ભગવાન તા ત્રિપદી-ત્રણ પદ્યમાં ઉપદેશ આપે છે. એ ત્રિપદીમાંથી ગણધર ભગવંતા દ્વાદશાંગી સૂત્રની રચના કરે છે. ગણધર ભગવંતાનું જ્ઞાન વિશાળ હાય છે. આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે
अत्थ भासति अरहा, सुत्तं गथति गणहरा निउण । सासणस हियट्ठाए, तो सुत्तं पवत्तइ ॥
અરિહંત ભગવાન અર્થરૂપ વાણી ખેલે છે અને નિપુણ ગણુધર ભગવંતા એ વાણીને