________________
ܘܳܬܳܐ
શારદા સુવાસ તે સહુ એની પાસે આવે છે. કેઈ દાતાર દાન દે તે યાચકે એની પાસે લેવા આવે છે. તે રીતે આ જિનસેનકુમાર પરદુઃખભંજન છે એટલે એના કાને આવા દુઃખીને અવાજ સંભળાય છે. જે બીજે હોય તે એમ વિચાર કરે છે એવા તે ઘણાં રડતા હેય, એમાં મારે જેવાની શી જરૂર? એ વિચાર ન કર્યો પણ જે દિશામાંથી અવાજ આવતે હતે તે દિશા તરફ ચાલે અને જ્યાં સ્ત્રી રડતી હતી ત્યાં પહોંચીને જોયું તે એક સ્ત્રીને વૃક્ષની ડાળે હાથ પગ મજબુત બંધને બાંધીને ઉંધા મસ્તકે લટકાવી છે. એકદમ નજીક જઈને જોયું તે જિનસેનકુમારને લાગ્યું કે આ મદનમાલતી છે. મદનમાલતી કેણ છે એ તમને બધાને યાદ છે ને ? (શ્રોતામાંથી અવાજ - જિનસેનકુમારની પત્ની છે) જેની સાથે સૌથી પ્રથમ જિનસેનકુમારના લગ્ન થયા હતા. જિનસેન એને જોઈને ઓળખી ગયે કે આ તે મારી પત્ની મદનમાલતીજ છે. આની આ દશા કેમ થઈ હશે? મેં એને મારી માતાની સેવા કરવા જવાનું કહ્યું હતું કે અહીં ક્યાંથી આવી હશે? એને પૂછીને ખાત્રી કરું, તેથી જિનસેનકુમાર એની નજીક જઈને પૂછે છે હે બાઈ! તું કેણ છે? અને આ જંગલમાં કેણુ દુ તને ઉધે મસ્તકે લટકાવી છે? અવાજ સાંભળીને મદનમાલતીએ જિનસેનકુમાર સામું જોયું. અવાજ ઉપરથી અને મુખ જોઈને મદનમાલતી પણ પિતાના પતિને ઓળખી ગઈ. એના મનમાં થયું કે નક્કી મારા પતિ જ છે, પણ એ પૂછે છે તે હું જવાબ આપું અને વિશેષ ખાત્રી કરું કે આ કેણ છે? એટલે મદનમાલતીએ કહ્યું–મહાભાગ? સાંભળે.
| વિજયપુરકી રાજદુલારી, ચંદ્રસેનકી બાલા,
કંચનપુરમેં ખ્યાહ રચા હૈ, પતિ હૈ જિનસેન લાલા, હું વિજ્યપુરના મહારાજા ચંદ્રસેનની પુત્રી મદનમાલતી છું. મારા લગ્ન કંચનપુરના મંગલ મહારાજાના પુત્ર જિનસેનકુમાર સાથે થયા છે. મારા સાસુનું નામ જિનસેના રાણી છે. હું અહીં કેવી રીતે આવી તે વાત સાંભળે. મારા પતિ જિનસેનકુમાર એમનું ભાગ્ય અજમાવવા સિંહલદ્વીપ ગયા, ત્યારે મને સમાચાર મોકલાવ્યા કે તું મારી માતાની સેવામાં કંચનપુર જજે, તેથી મારા પતિની આજ્ઞા શિરેમાન્ય કરી મારા માતા-પિતાની આજ્ઞા લઈને હું મારા સાસરે જવા તૈયાર થઈ, ત્યારે મારા માતા-પિતાએ મારી સાથે ઘણાં માણસે મને મૂકવા મેકલ્યા. સાથે ઘણું વસ્ત્રાલંકારો ધન વિગેરે આપ્યું હતું એટલે મેટા રસાલા સાથે હું મારા સાસરે કંચનપુર જતી હતી, ત્યાં માર્ગમાં શું બન્યું? | મારા પતિ જિનસેનકુમારને રનવતી નામે એક ઓરમાન માતા છે. એને કઈ પણ રીતે ખબર પડી ગઈ હશે કે મદનમાલતી આવે છે. રનવતીને મારા પતિદેવ જિનસેનકુમાર ઉપર ખૂબ ઈર્ષ્યા છે. એના ત્રાસથી જ તેઓ સિંહલદ્વીપ ગયા છે. એ નવતીએ ગુપ્ત રીતે બળવાન સુભટને અમારી સામે મેકલ્યા. કંચનપુરથી થોડે દુર