________________
શારદા સુવાસ પાછા ફર્યા ત્યારથી ઝૂરતી હતી કે નાથ ! આપ મને છોડીને ચાલ્યા ગયા ! પછી ખષર પડી હતી કે કેમકુમાર વષદાન દે છે. તેઓ એક વર્ષ પછી દીક્ષા લેવાના છે, પણ એના મનમાં આશા હતી કે ભલે, તેઓ દીક્ષા લેવાના છે પણ દીક્ષા લેતા પહેલા એક વખત મને મળવા તે જરૂર આવશે જ. એમ આશામાં ને આશામાં દિવસે વિતાવતી હતી ત્યાં મથુરાનગરીમાં નેમકુમારે દીક્ષા લીધાના સમાચાર પહોંચી ગયા.
सोउण रायवरकन्ना, पव्वज्ज सा जिणस्सउ ।
नीहासा य निराणंदा, सोगेण उ समुत्थिया ॥ २८ ॥ ઉગ્રસેન રાજાની પુત્રી રામતીએ નેમનાથકુમારે દીક્ષા લીધી એ વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત બની ગઈ અને શેકથી સંતપ્ત થઈને મૂછિત બનીને ધરતી ઉપર ઢળી પડી.
આશાના તંતુએ દિવસે વીતાવર્તી રાજેમતીને ખબર પડી કે કેમકુમારે દીક્ષા લઈ લીધી ત્યાં એના હૈયામાં ભયંકર આઘાત લાગે. પછાડ ખાઈને ધરતી ઉપર ઢળી પડી, અરેરે... નાથ! તમને મારી દયા ન આવી? એક વાર તે મારા સામું જેવું હતું ! વધુ નહિ એક વખત તે મને મળવા આવવું હતું ને ! મને મળ્યા વિના ચાલ્યા ગયા ! મને એકલ મૂકી દીધી ! આપે મારી સાથે લગ્ન કર્યા હતા તે પરણીને આપણે બંને સાથે દીક્ષા લેત, ન પરણ્યા તે ખેર, પણ દીક્ષાના સમાચાર તે આપવા હતા ! આ રીતે ઝૂરાપ કરતી બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડી. આ વાતની ઉગ્રસેન રાજા અને ધારણીટવીને ખબર પડી એટલે દેડતા ત્યાં આવ્યા. સખીઓ એને ભાનમાં લાવવા માટે પંખે નાંખે છે. કોઈ પાણી છાંટે છે ને અનેક પ્રકારના ઉપચાર કરે છે. થોડી વારે રાજેમતી ભાનમાં આવી ત્યારે એના માતા-પિતા કહે છે બેટા! તું શા માટે ઝૂરે છે? આપણે પહેલેથી જાણતા હતા કે જેમકુમાર દીક્ષા લેવાના છે. આમ તે પહેલેથી જ તારી સગાઈ નેમકુમાર સાથે કરવાની અમારી ભાવના હતી પણ ખબર પડી કે કેમકુમાર વિવાહ કરવાની જ ના પાડે છે એટલે અમે અમારે વિચાર માંડી વાળે, પણ પછી કૃષ્ણ વાસુદેવ જાતે માંગણી કરવા માટે આવ્યા ત્યારે એમ થયું કે એમણે હા પાડી હશે એટલે તારા વિવાહ કર્યા. બેટા ! જે થયું તે સારું થયું એમ માન. એ તને પરણ્યા વિના જ ચાલ્યા ગયા. જે પરણીને તારે ત્યાગ કર્યો હોત તે? તું દુઃખી દુઃખી થઈ જાત. માટે જે થયું તે સારું થયું.
રાજેમતીને નેમનાથ પ્રત્યે અખૂટ પ્રેમ” – નેમકુમાર જ્યારથી રાજેમતીને છેડીને ગયા ત્યારથી એના માતાપિતા બીજા રાજકુમાર સાથે લગ્ન કરવા રાજેમને સમજાવતા હતા, પણ રામતીએ તે એક જ વાત કરી કે જીવનમાં પતિ એક જ હેય. મારે કેમકુમાર