________________
શારદા સુવાસ
८२३ એના બદલામાં એ આત્માના મહાન સુખે આપ્યા વિના રહે જ નહિ, પણ તે ધર્મ માત્ર મક્ષની અભિલાષાથી જ કરવું જોઈએ, દુઃખભીરૂ આ ધર્મને ઉપગ સુખ મેળવવા કરે અને સુખને લાલચુ પણ એ માટે કરે. આત્મકલ્યાણ માટે ધર્મને ઉપયોગ તે તે જ આત્મા કરી શકે કે જેનામાં મેક્ષની કામના જાગી હય. ધર્મ જે મેક્ષ સિવાય બીજી કઈ ભાવનાથી થતું હોય તે એનાથી બંધાતું પુણ્ય સંસાર ખાતે જમા થાય ને પરિણામે પાપની મૂડીમાં વધારે થાય, જ્યારે આત્માને ધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાઈ જાય ત્યારે એને દાન દેતા જાય એમ લક્ષમીની અનિત્યતા સમજાતી જાય. બ્રહ્મચર્ય પાલન કરતા જાય એમ ભેગ વધુ ને વધુ ખરાબ લાગતા જાય, તપ કરતા આહાર સંજ્ઞા તરફ અરૂચી વધતી જાય ને ભાવધર્મના પ્રભાવે આ ભવની ભીષણતા વધુ ને વધુ સમજાતી જાય, અને સંસારના સુખે પ્રત્યે નિસ્પૃહતા આવતી જાય. આ રીતે જે ધર્મ રૂપ અમૃતનું પાન કરીએ તે જરૂર અજર અમર પદને મેળવી શકીએ.
ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં ને મનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર ચાલે છે. જેમકુમાર યાદવકુળના હીરા સમાન હતા. એમને ત્યાં ભૌતિક સુખની. કમીના ન હતી, માતા પિતાએ અને કૃષ્ણ વાસુદેવે એમને પરણાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા, જાન જોડીને પરણવા માટે ગયા તે પણ પાછા ફર્યા અને કેડભરી કન્યા રાજેમતીને મૂકીને એક હજાર પુરૂષોની સાથે દીક્ષા લીધી. એમને સંસાર દુઃખને દરિયે દેખાયે એટલે છેડી દીધું. તમને સંસાર કેવું લાગે છે? દુઃખથી ભરેલે કે સુખથી ભલે? બેલે તે ખરા ! તમને સુખથી ભરેલું લાગે છે એટલે જ બેલતા નથી. જે સંસાર દુઃખરૂપ લાગે હેત તે કયારને છોડી દીધું હેત. નેમકુમારને સંસારનું સ્વરૂપ સમજાયું એટલે છોડીને નીકળી ગયા પણ પાછળ રાજેમત ઝરતી રહી ગઈ. એને ખબર પડી કે મારા નાથે દીક્ષા લીધી ત્યાં એનું હૈયું તૂટી ગયું. હે પ્રભુ! આ શું કર્યું? આપે મને એક વખત તે દર્શન દેવા હતા ! હું કેવી કમભાગી છું કે મને એક વખત પણ મારા ભગવાનના દર્શન ન થયા! એક વખત પણ મને દર્શન થયા હતા તે મારા હૈયામાં હિંમત આવત. પ્રભુ! મને અત્યાર સુધી તે એવી આશા હતી કે આપ આ દાસીને એક વખત તે દર્શન દેવાની કૃપા કરશે, પણ આપની દીક્ષાની વાત સાંભળતા આજે મારી આશાના મિનારા તૂટી ગયા. હવે હું કેના સહારે જીવી શકું? આવા પતિના વિયોગના દુખ સહન કરવા એના કરતા મરી જવું એ શ્રેષ્ઠ છે. મેં પૂર્વભવમાં એવા કયા પાપકર્મો કર્યા હશે કે મારે પતિના વિયોગનું દુઃખ સહન કરવાનો વખત આવ્યે ! આ રીતે રડતી ને સુરતી રાજેમતી શું વિચાર કરે છે.
___राईमई बिचिन्तेई, धिरत्थु मम जीविय। जाहं तेण परिच्चत्ता, सेय पव्वई मम ॥ २९ ॥