________________
૮૩૦
શાઢા સુવાસ છે. આ૫ ખુશીથી રાજ્ય કરે. એમ કહીને જિનસેન રાજાના હાથમાંથી તલવાર લઈને પિતાનું મસ્તક ઉડાડવા તૈયાર થયે. | ઈતિને પ્રગટી કાલીદેવી, મા તકે કર દીના,
કુંવર કહે મેં નહીં માનૂગા, ગયે મેરે કુલ નગીના. જિનસેન પિતાના ગળે તલવાર મારવા જાય છે ત્યાં એકદમ સાક્ષાત્ મહાકાળી દેવી પ્રગટ થઈને દિવ્ય અવાજથ બાલી સબૂર...જિનસેન સબૂર કર. હું તને માફ કરું છું. તારે ભેગ દેવાનો નથી, ત્યારે જિનસેન કહે છે માતાજી! હવે તમે મને માફ કરી તે પણ શું તે ન કરે તે ય શું! મારી પ્રાણપ્યારી પત્ની ગઈ, મારા બબ્બે પુત્રો ગયા. હવે મારે જીવવાને શું અર્થ છે? હવે મારે જીવવું નથી, ત્યારે દેવીએ કહ્યું-દીકરા! શાંત થા. દેવલેકમાં ઈન્દ્ર મહારાજાએ તારી પ્રશંસા કરી હતી કે મૃત્યુલોકમાં જિનસેનકુમાર મહાન પરોપકારી પુરૂષ છે. પિતાના પ્રાણનું બલિદાન આપીને પણ બીજાનું હિત કરવા તત્પર રહે છે. ધન્ય છે એની પવિત્ર ભાવનાને ! આ તારી પ્રશંસા મારાથી સહન ન થઈ. મને એમ થયું કે ઈન્દ્ર મહારાજાની આજ્ઞાનું ખડે પગે પાલન કરીએ છીએ છતાં અમારી પ્રશંસા કરતા નથી ને એની આટલી બધી પ્રશંસા કરે છે? આ સંસારમાં આપણે નજરે જઈએ છીએ ને કે કઈ માણસ કેઈની પ્રશંસા કરે તે બીજાથી સહન થતું નથી. કોઈ વધારે સુખી થઈ જાય તે પણ બીજાથી સહન ન થાય એટલે એના ઉપર ઈર્ષ્યા કરે, એની નિંદા કરે અને એને હલકે પાડવાના પ્રયત્ન કરે છે તે રીતે દેવલેકમાં પણ મિથ્યાત્વી દેવેને બીજાની પ્રશંસા સહન થતી નથી.
પપકારનું ફળ” – આ કાલીદેવીનું નામ ધરાવતી દેવી કહે છે જિનસેનકુમાર ઈન્દ્ર મહારાજાએ તારી પ્રશંસા કરી તે મારાથી સહન ન થઈ, તેથી તારી પરીક્ષા કરવા માટે મેં આ માયાજાળ બિછાવી હતી પણ હવે મને સમજાયું કે જેવી તારી પ્રશંસા સાંભળી હતી તે જ તું છે. ધન્ય છે તારી પરેપકાર ભાવનાને ! તારી જનેતાને પણ ધન્ય છે કે આવા દેવ જેવા દીકરાને જન્મ આપે છે. હું તારા જેટલા ગુણ ગાઉં એટલા ઓછા છે. આ પ્રમાણે બલીને દેવીએ જિનસેનકુમારને ખૂબ ધન્યવાદ આપ્યા, પછી તરત જ દેવીએ અદશ્ય કરેલી પત્ની ચંપકમાલા અને દાનસેન અને શીલસેન બે કુમારને એની સામે લાવીને મૂકી દીધા. આ જોઈને જિનસેનપ્રધાન અને રાજા તે જાણે આશ્ચર્યચકિત બની ગયા કે હમણાં જેના મસ્તક ઉડાડ્યા હતા એ અહીં જીવતા ક્યાંથી આવ્યા? એમને વિચારમાં પડેલા જોઈને દેવીએ બધી વાત સ્પષ્ટ કરી કે મેં એમને અદશ્ય કર્યા હતા અને તમે જેને મારી નાંખ્યા એ તે કૃત્રિમ રૂપ હતા. આથી જિનસેન પ્રધાન અને મહારાજાને ખૂબ આનંદ થયે. જિનસેનકુમારની પરેપકાર ભાવનાથી પ્રસન્ન થઈને એને રોહિણી અને પ્રજ્ઞપ્તિ આદિ ઘણું વિદ્યાઓ આપી અને કામકુંભ આવે