________________
શારદા સુવાસ
૮૨૯ મુક્ત કર્યા છે પણ મારા તે ભભવના બંધન એમણે તેડાવી નાંખ્યા છે. ભૌતિક સુખની ઈચ્છાઓની પૂર્તિ માટે મારી સાથે અપવિત્ર સબંધ ન જોડતાં એમણે મારી સાથે સાચો પ્રેમ સબંધ જોડીને મને જન્મ-મરણથી બચાવી લીધી છે. તેઓ દ્વારકાથી અહીં મને એમ કહેવા માટે પધાર્યા હતા કે હે રાજેતીશું, તું આ ભવમાં મારી સાથે અપવિત્ર પ્રેમ સબંધ બાંધવા ઈચ્છે છે? આ વખતે આપણે એવા સંસારના અપવિત્ર પ્રેમ સંબંધથી બંધાવું નથી પણ આ ભવમાં આપણે એ પ્રેમસબંધ જોડે છે કે પછી એમાં વિયોગનું દુઃખ ન આવે કે જન્મ મરણનું દુઃખ પણ ન આવે. આ પ્રમાણે સમજાવીને તેઓ પાછા ફર્યા પણ આજ સુધી મારા અજ્ઞાનના કારણે મને સાચી વાત સમજાતી ન હતી તેથી આટલા દિવસથી સંસારિક પ્રેમ સંબંધ માટે દુઃખ પામતી હતી પણ હવે મને નેમકુમાર અહીં પધાર્યા અને પાછા ફર્યા એ વાતનું રહસ્ય બરાબર સમજાઈ ગયું છે. એટલે હવે હું પણ ભગવાનની માફક દરેક છે સાથે પવિત્ર પ્રેમ સબંધ જોડવા માટે સંયમ માર્ગ અંગીકાર કરીશ.
રાજેમતીની વાત સાંભળીને એની માતાએ કહ્યું બેટા ! તારા શરીરની સુમળતા જેતા મને લાગે છે કે તું એ દુઃખ સહન કરવા શક્તિમાન નથી. હું તને દીક્ષાની આજ્ઞા કેવી રીતે આપી શકું? ત્યારે રાજેમતીએ કહ્યું-માતાજી! હું જેવી સુકોમળ છું, સુખમાં ઉછરી છું તે શું નેમકુમાર પણ મારી માફક સુકમળ નથી? એ સુખમાં જ ઉછર્યા છે ને ? એમણે પણ કયાં દુઃખ જોયું છે? તેઓ જે આવા દુષ્કર સંયમનું પાલન કરશે તે શું હું નહિ કરી શકું? હું સંયમ લઈને એમના માર્ગે જ ચાલીશ. તેઓ જે સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે સુખને હું પણ પ્રાપ્ત કરીશ, માટે આપ મને કશે નહિ. રાજેમતી આ પ્રમાણે એની માતાને કહી રહી છે. હવે એની માતા એના પિતાજીને વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે
ચરિત્ર - પરદુઃખભંજન જિનસેન પ્રધાન તલવારથી પિતાનું ગળું કાપવા તૈયાર થયે ત્યારે રાજાના દિલમાં થયું કે શું આ જીની પવિત્રતા છે! એક મારા બચાવ ખાતર ત્રણ ત્રણ જીને વધ થઈ ગયો, અને ચેથાને વધ થઈ રહ્યો છે. હું એને મરવા નહિ દઉં. આ તે મનુષ્યના રૂપમાં ભગવાન આવ્યા છે. એમ વિચારીને રાજાએ એના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી ને કહ્યું હવે તારે ભેગ આપ નથી. દેવીને ભેગ જોઈએ તે માટે આપવા તૈયાર છું, ત્યારે જિનસેન પ્રધાને કહ્યું મહારાજા ! આપ દૂર ખસી જાઓ. મને કશે નહિ. મારી કુળદેવી સમાન પત્ની ચંપકમાલા અને કુળદીપક સમાન દાનસેન અને શીલસેન બે પુત્રે ગયા. હવે હું જીવીને શું કરું? હવે મને મારા જીવનમાં કંઈ રસકસ કે સારા દેખાતા નથી, માટે હવે આપ મને આગ્રહ કરશે નહિ. મને મરવા દે. આપને જીવાડવા ખાતર હું જાઉં છું એટલે મને તે આનંદ