________________
શારદા સુવાસ
૮૨૭ હતી. મહારાજના હાથમાં સામાન જોઈને પેલી છેકરી પૂછે છે મહારાજ! તમને ભાર નથી લાગતું? ત્યારે મહારાજે એને કહ્યું-બહેન ! તું આટલી નાની છું ને આ ઇકરાને ઉંચકને પહાડ ઉપર ચઢે છે તે તું થાકી નહિ જાય? ત્યારે કરી કહે છે મહારાજ આ તે મારો ભાઈ છે. મને મારા પ્રાણથી પણ અધિક વહાલે છે. આ તે એક જ ભાઈ છે પણ આવા બે ભાઈને ઉંચકીને ચઢવું પડે તે પણ મને થાક નહિ લાગે, કારણ કે મારો ભાઈ મને બહુ વહાલે છે, ત્યારે મહારાજે કહ્યું–બહેન ! તને જેમ તારો ભાઈ વહાલે છે એટલે એને ઉંચકીને ચઢતા થાક નથી લાગતે તેમ મને પણ મારે સંયમ મારા પ્રાણથી પણ અધિક વહાલે છે. એ સંયમનું પાલન કરવા માટેના સાધને ઉંચકવામાં થાક લાગે ખરો ? જેને જે વસ્તુ ગમે છે તેના માટે ગમે તેટલું કષ્ટ પડે છે તે કષ્ટ લાગતું નથી.
“સંયમની દુશ્મરતા બતાવતા માતાજી - રાજેમતીને પણ નેમનાથ ભગવાન પ્રત્યે પ્રેમ છે. એમણે દીક્ષા લીધી છે તે હવે મારે પણ એમને માર્ગ જ અપનાવ જોઈએ. એ માર્ગે જવામાં જ મારું કલ્યાણ છે. એમ સમજાઈ ગયું છે. એટલે એને સંયમ માર્ગ કઠીન લાગતું નથી પણ એની માતાને તે મોહ છે ને? એટલે સંયમમાં કેવા કેવા કષ્ટો આવશે તે વાત સમજાવીને કહે છે બેટા ! પહેલા તો કેમકુમાર તારી સાથે લગ્ન કર્યા વિના ચાલ્યા ગયા એ માટે તું એમને યાદ કરી કરીને ઝૂરતી હતી. એ બાબતનું તારા દિલમાં કેટલું દુઃખ હતું. હમણું તે એમણે દીક્ષા લીધી એ વાત સાંભળીને પણ બેભાન બની ગઈ હતી ને એટલી વારમાં તારે મેહ ક્યાં ચાલ્યો ગયો? અને તને સંસાર ઉપરથી વૈરાગ્ય કેવી રીતે આવ્યા? નેમકુમારે ભલે દીક્ષા લીધી પણ તને સંયમ લેવાની ધૂન કયાંથી લાગી? સંસારના ભોગવિલાસ ભેગવતા અમારી તે આટલી ઉંમર વીતી ગઈ તે પણ અમને વૈરાગ્ય નથી આવ્યું ને તને વૈરાગ્ય કેવી રીતે આવ્યે? આવી રીતે ક્ષણિક આવેશમાં આવીને કોઈ પણ કાર્ય કરવું તે હાથે કરીને દુખ મેળવવા જેવું છે. નેમકુમારને તેને રાગ છે ને એમણે દીક્ષા લીધી એટલે તું પણ દીક્ષા લેવાની વાત કરે છે પણ એ કામ કંઈ ખાવાના ખેલ નથી. સંયમ લે એ તે માથે મેરૂપર્વતને ભાર ઉપાડવા જેવું છે. તારું એમાં કામ નથી. હું તને સાચું કહું છું, બેટા ! મારી વાત માનીને તું દીક્ષા લેવાની વાત છેડી દે. હું ને તારા પિતા તારા હિતી છીએ એટલે તારા હિત માટે વાત કરીએ છીએ. અમે તારા શત્રુ નથી કે તારા અહિતની વાત કરીએ. માટે જે તને અમારા ઉપર વિશ્વાસ હોય કે મારા માતા-પિતા મારા હિત માટે જ કહે છે તે તું અમારી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો વિચાર પણ ન કરીશ.
માતાજીની વાત સાંભળીને રાજેમતો કહે છે માતાજી! હું તમને એક વાત પૂછું છું કે પત્નીને માટે પતિની આજ્ઞા માનવી આવશ્યક છે કે માતાપિતાની આજ્ઞા માનવી