________________
ર
શારદા સુવાસ દીક્ષા લેવા માટે મક્કમ નિર્ણય કર્યો છે એટલે કહે છે તે મારી વહાલી પુત્રી ! શું તું દીક્ષા લેવાની વાત કરે છે ? દીક્ષા એ કંઈ નાના બાળકને રમવાનું રમકડું નથી કે જલદી લઈ શકાય. સંયમ લે એ તે મીણના દાંતે લેખંડના ચણા ચાવવા જેવું કઠીન કામ છે. બેટા! તું દીક્ષાની વાત છેડી દે. તારાથી સંયમ પાળી શકાશે નહિ કારણ કે મોટા મોટા દ્ધાઓ પણ સંયમ માર્ગનું પાલન કરવામાં અસમર્થ છે, તે પછી તારા જીવી સુકેમળ રાજકુમારી કેવી રીતે સંયમનું પાલન કરી શકશે? તું તે રાજમહેલમાં જન્મી છે ને રાજમહેલમાં ખૂબ લાડકોડથી ઉછરી છે. આટલી બધી દાસીએ તારી સેવામાં હાજર રહે છે. તું મખમલની મૂલાયમ શૈયા ઉપર સૂવે છે. કદી ખુલ્લા પગે ચાલી નથી. ઉગતા સૂર્યના કિરણે તારા મુખ ઉપર પડે ત્યાં તારું મુખ લાલઘૂમ થઈ જાય છે, તે આ સંયમના કષ્ટ તું કેવી રીતે સહન કરી શકીશ? દીક્ષા લીધા પછી તારે ખુલ્લા પગે ચાલવું પડશે. વનવગડાની વાટે વિહાર કરતા ખાડા ને ટેકરા આવશે, કાંટાને કાંકરા પગમાં ભેંકાઈ જશે ત્યારે લેહીની ધાર થશે. ઉનાળાના દિવસોમાં ધરતી ધખધખી ઉઠશે. એવી ધમધખતી ગરમીમાં ગૌચરી જવું પડશે. પગે ફેલ્લા પડશે. ગૌચરીમાં લૂખા સુકા ને ટાઢા-ઉના ભેજન મળશે. તે નહિ ભાવે તે કાઢી નંખાશે નહિ. જેવું મળશે તેવું સમભાવપૂર્વક ખાવું પડશે એ તે ઠોક પણ ગૌચરી જઈશ ત્યાં કઈ માન આપશે ને કેઈ અપમાન કરશે એ તારાથી કેમ સહન થશે? ગૌચરી લેવા જઈશ અને તને કઈ નહિ આપે ત્યારે તને ખેદ નહિ થાય ને? આ બધી બાબતેને તું ખૂબ વિચાર કરીને દીક્ષા લેવાની વાત કરજે. સંયમ માર્ગમાં ઘણું કષ્ટ સહન કરવું પડે છે. આ તારું સુકમળ શરીર એ દુઃખ સહન કરી શકે એમ નથી.
રાજેમતી કહે છે માતા ! તું મને કહે છે કે સુકેમળ છે, રાજકુમારી છે. તે આવા કષ્ટ સહન નહિ કરી શકે. તે વિચાર કર, હું રાજકુમારી છું તે નેમકુમાર પણ એક સુકોમળ રાજકુમાર જ છે ને? એ સહન કરવા સંયમના પથે ચાલી નીકળ્યા તે શું મારાથી સહન નહિ થાય? હું બધું જ સહન કરી શકીશ. માતા ! તું એની ચિંતા ન કરીશ, ત્યારે માતા કહે છે બેટા ! બીજું બધું તે ઠીક, પણ આ તારા માથા ઉપર શેભતા કાળા ભંમર જેવા વાળ અને આ ચાબુક જેટલો લાંબે તારે ચટલ છે. એ વાળ ભાજીપાલાની જેમ ચૂંટવા પડશે. એક વાળ ખેંચાતા કેટલું કષ્ટ પડે છે તે આખા માથાના વાળ હાથથી ચૂંટવા પડશે ત્યારે કેવી વેદના થશે? એને તે વિચાર કર્યો? જેમતી કહે છે હે માતા ! જે મનુષ્યને જે કાર્ય કરવાની લગની લાગે છે એને માટે કઈ વાત મુશ્કેલ રહેતી નથી. જે કાયર હેય એને જ મુશ્કેલ લાગે છે.
એક વખત એક મહાત્મા પિતાના વસ્ત્ર, પાત્ર વિગેરે ઉપકરણે લઈને પહાડ ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એક છોકરી એના ભાઈને લઈને પહાડ ઉપર ચઢી રહી