________________
શારદા સુવાસ જરૂર છે. ચતુર ચેતનદેવે વિચાર કરવાની જરૂર છે કે આ અસાર સંસારની નશ્વર સામગ્રીમાં મમવ ધારણ કરીને મારે મારા જીવનરૂપી નંદનવનમાં આગ લગાડીને ભવ બગાડ નથી. સંપત્તિના શરણે રાગમય જીવન જીવનાર પિતાના જીવનમાં પ્રલયને સજે છે. રાગની સારેગમ સર્વનાશ માટે આહ્વાન આપતી રહે છે, માટે જે સર્વનાશના પાશમાંથી છૂટવું હોય તે શુદ્ધભાવે શ્રદ્ધાપૂર્વક જિનવાણીનું પાન કરે. આ સંસારમાં વ્યાપી ગયેલા રાગ રૂપી ઝેરનું જે કઈ મારણ હેય તે તે જિનવાણીનું સુધાપાન છે. ઝેરનું મારણ આપણી પાસે હોય તે ઝેરથી ડરીને દૂર ભાગવાની કોઈ જરૂર નથી. ઝેર એની જાતે જ તમારાથી દૂર ભાગી જશે.
રાજેમતેં જ્યાં સુધી સમજી ન હતી ત્યાં સુધી એને નેમકુમારને રાગ રડાવતે હતે પણ જાતિસ્મરણ જ્ઞાન થતા રાગની આગ બૂઝાઈ ગઈ અને આત્મા વૈરાગ્ય ભાવનાથ વાસિત બન્ય, પછી એની માતાએ એની સામે સંયમમાં કેવા કેવા કષ્ટ પડશે તે વાત સમજાવી છતાં ન માની ત્યારે છેલ્લે કહે છે બેટા! તું બધું દુઃખ ભલે સહન કરી લઈશ પણ જ્યારે કામવાસનાના કીડા તને સતાવશે ત્યારે તું હેરાન થઈશ. આ સાંભળી રામતી કહે છે માતા ! હું મારા મનને સંયમ ભાવમાં જ લીન રાખીશ. જ્ઞાન-ધ્યાનમાંથી ચિત્તને બહાર નીકળવા જ નહિ દઉં, પછી કામના કીડા મને ક્યાંથી સતાવશે? સંયમ માર્ગમાં મારે કેવા કેવા ઉપસર્ગો અને પરિષહ સહન કરવા પડશે એ બધી વાતને વિચાર કરીને મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, માટે આ બાબતમાં તમે નિશ્ચિંત રહે. રાજેમતીને જવાબ સાંભળીને એની માતાના મનમાં થઈ ગયું કે હવે મારી દીકરી સંસારમાં રહેશે નહિ. એને વધુ શું કહેવું ? વધારે કંઈ પણ કહેવું એ એના દિલને દુભાવવા જેવું છે. હવે અમારે એને દીક્ષાની આજ્ઞા આપવી જોઈએ. એ વિચાર કરીને ધારણી રાણીએ ઉગ્રસેન રાજા પાસે આવીને રામતીના વૈરાગ્યની વાત કરી, ત્યારે તેમના દિલમાં પણ થઈ ગયું કે આપણી લાડકડી વહાલસેથી રાજેમતીને પરણાવવા આપણે ઘણાં ઘણાં પ્રયત્ન કર્યા પણ એ ન સમજી. હવે એ સંયમના પુનિત પંથે પ્રયાણ કરવા ઈચ્છે છે તે હવે આપણે એને દીક્ષાની આજ્ઞા આપવી જોઈએ. આત્માનું સુખ મેળવવા માટે સંયમ માર્ગ જ શ્રેષ્ઠ છે. સંયમ વિના કલ્યાણ થવાનું નથી. આમ સમજીને માતા-પિતા રાજેતીને દીક્ષા આપવા માટે શું કરવું તે વિચાર કરવા લાગ્યા.
દેવાનુપ્રિયે ! જેને જે કાર્યમાં મન લાગી જાય છે તેને માટે કઠીનમાં કઠીન કામ પણ રહેલું બની જાય છે અને જે રસ નથી હોતે તે પહેલું કાર્ય પણ કઠીન બને છે. રાજેમતને સંયમની લગની લાગી છે એટલે એની માતાએ એની સામે સંયમના કષ્ટનું વર્ણન કર્યું તે પણ એનું મન પાછું ન પડ્યું કે હું આ કષ્ટ કેવી રીતે સહન કરી શકીશ! તમને સાધુના પરિષહ દુઃખરૂપ લાગે છે ત્યારે સાધુને સંસાર દુઃખરૂપ લાગે છે,
શા. સુ. ૫૩