________________
૮૦૧
શારદા સુવાસ અને દરેકની વિધિ કેવી રીતે કરવી અને એનાથી શું લાભ થાય છે તે બધી વાત સમજાવી દીધી ને કહ્યું કે હું કાલીદેવી નથી પણ તારી પરીક્ષા કરવા આવેલી દેવી છું.
બંધુઓ! વિના સ્વાર્થે પિતાનું સુખ જતું કરે છે તેને કે મહાન લાભ થાય છે! જિનસેનકુમારે રાજાને બચાવવા માટે પિતાનું જીવન કુરબાન કર્યું. એને ખબર ન હતી કે આ મારી પરીક્ષા છે. એ તે પિતાને પ્રાણ દેવા તૈયાર થયું હતું ને? પણ કટીમાંથી પાર ઉતર્યો તે દેવી પ્રસન્ન થઈ. તેને ઘણી વિદ્યાઓ મળી ને ઈચ્છિત સુખ આપનાર કામકુંભ મળ્યો અને દેવીએ કહ્યું જ્યારે તારે મારી જરૂર પડે ત્યારે યાદ કરજે તે હું આવીને હાજર થઈશ. આ રીતે કહીને દેવી અદશ્ય થઈ ગયા, પછી રાજા પ્રધાનને ખૂબ વાજતે ગાજતે નગરમાં લઈ ગયા. હવે બધા આનંદપૂર્વક રહેવા લાગ્યા પણ કુદરત એને આનંદથી રહેવા દેતી નથી. માનપુરૂષને કંઈ ને કંઈ ઉપાધિ આવ્યા કરે છે. હવે અહીં શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૯૦ આ વદ ૯ ને બુધવાર
તા. ૨૫-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, પરમ ઉપકારી તીર્થંકર પ્રભુએ જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંત પ્રરૂપ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમનાથ ભગવાન અને રાજેમતીની વાત ચાલે છે. એમનાથ ભગવાને દીક્ષા લીધી તે વાત સાંભળીને એને ખૂબ દુઃખ થયું અને સાથે પિતાના પાપકર્મોને પશ્ચાતાપ કરતા તેને જાતિમરણ જ્ઞાન થયું. જ્ઞાન દ્વારા પૂર્વભવે જોયા પછી સંસાર ઉપરથી તેનું મન ઉઠી ગયું અને ભગવાને જે માર્ગ લીધે એ માર્ગે જવા તૈયાર થઈ હળુકમી આત્માઓને સત્ય વસ્તુનું ભાન થતાં સંસારને લાત મારીને નીકળી જાય છે પણ તમને તે સંતે સંસારનું સ્વરૂપ ગમે તેટલું સમજાવે પણ વૈરાગ્ય આવતું નથી. સંસારના મેહમાં ઉંડ ને ઉડા ખૂંચી રહ્યા છે, પણ જરા વિચાર કરશે તે સમજાશે કે આ સંસાર કેવો છે!
સંસાર સાગરમાં રાગના મેટા ભેરીંગ કુંફાડા મારી રહ્યા છે. આંખમાંથી અગ્નિ વરસાવતા દષ્ટિવિષ ભેરીંગ કરતા પણ રાગના કાળીનાગનું દમન કરવું મુશ્કેલ છે. સમુદ્રના પેટાળમાં પડીને મહાન યત્નપૂર્વક રત્ન મેળવવા છે. સમુદ્રમાં ઉપર પાણી ખારુ છે ને અંદર કિંમતી રને ઝળહળી રહ્યા છે. એ રત્ન મેળવવા જતાં વહેપારીઓને ઘણું જ મુશ્કેલી વેઠવી પડે છે. જંતુ કરડી ન જાય તેની પણ ખૂબ સાવધાની રાખવી પડે આટલી બધી મુશ્કેલીઓને પાર કર્યા પછી સફળતાપૂર્વક વહેપારી રન્નેને ગ્રહણ કરી શકે છે. આવી જ રીતે સંસાર સમુદ્રના ખારા પાણીની દેતી છોડીને શાંત અને સમાધિ