________________
૮૨૮
શારદા સુવાસ આવશ્યક છે? મારા પિતાજી તને કંઈ આજ્ઞા કરે અને બીજી તરફ તારા પિતાજી કંઈ આજ્ઞા કરે તે તું પહેલા તેની આજ્ઞાનું પાલન કરે? મારા પિતાની કે તારા પિતાની ? ત્યારે માતાએ કહ્યું-બેટા ! એમાં પૂછવાનું જ શું હોય ? એ તે તારા પિતાની આજ્ઞાનું જ પાલન કરવાનું હોય ને ! પરણેલી સ્ત્રી પહેલા પતિની આજ્ઞાનું પાલન કરે છે. માતાજી! આ વાત તે તમે પણ સમજે છે ને કહે છે કે પત્નીએ પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તે પછી આપની આજ્ઞા હું ન માનું અને દીક્ષા લઉં તે તે કંઈ અનુચિત તો નથી કરતી ને ? તમે મને દ્રવ્યથી નેમકુમારની સાથે પરણાવી નથી, એમના હાથમાં મારે હાથ સેં નથી પણ હું તે મારા મનના ભાવથી એમને અર્પણ થઈ ચૂકી છું. મેં એમના હાથમાં મારો હાથ સેંપી દીધું છે, પછી એમણે દીક્ષા લીધી એટલે એમની મને આજ્ઞા છે કે હે રાજેમતી ! તું દીક્ષા અંગીકાર કર, અને કદાચ એમની આજ્ઞા ન હોય તે પણ સતી સ્ત્રીને ધર્મ છે કે પતિ જે માગે અનુસરે તે માર્ગે પત્નીએ ચાલવું જોઈએ.
માતાજી ! તમારી બધાની દષ્ટિએ નેમકુમાર પરણવા આવ્યા હતા એમ લાગે છે પણ મને તે એમ જ લાગે છે કે તેઓ પરણવાના બહાને મને જાગૃત કરવા આવ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા નહિ. મેં એમને દૂરથી નિહાળ્યા પણ એમણે તે મારા સામું જોયું નથી. એમણે તે દૂરથી જ મને જાગૃત કરી દીધી કે હે રાજેમત ! તું મારી સાથે સંબંધ જોડીને મારા માર્ગે આવવા ઈચ્છતી હે તે હું જેમ સંસારના સંબંધને તેડીને સંયમ માર્ગ અંગીકાર કરું છું તેમ તું પણ મારી માફક સંસારના સબંધે તેડીને સંયમ માર્ગ અપનાવી લે. સંસારમાં રહેવાથી ત્રણ કાળમાં કલ્યાણ થવાનું નથી. એમણે પહેલા ત્યાગ માર્ગ અપનાવ્યું અને મને એ માર્ગ અપનાવી લેવાને સંકેત કરી ગયા છે. હું એમ માનતો હતી કે મને તરછોડીને ગયા પણ હવે મને સત્ય સમજાયું કે મને તરછોડીને ગયા નથી પણ મને સાથે લેવા માટે આવ્યા હતા. જો એ મને પરણવા આવ્યા જ ન હત તે મને કયાંથી ખબર પડત.
વરસીદાન જ દીધા, પરણ્યા સંયમ નાર, હાથ ઉપર હાથ મૂકી, આ સંયમ ભોર,
પ્રીત રાખી નિરધાર, તારી રાજુલ નાર–નેમજી નહીં રે મળે. નેમકુમાર જાન જોડીને મથુરામાં આવ્યા અને પશુડાઓને પિકાર સુણીને એમને બંધનમાંથી મુક્ત કરીને પાછા દ્વારકામાં ગયા ને એક વર્ષ સુધી તે એમણે વષીદાન દીધું ને પછી દીક્ષા લીધી, પણ જ્યાં સુધી મને સાચું ભાન ન થયું ત્યાં સુધી મને મેહ હતું એટલે એમ થતું કે કેમકુમારે મને અન્યાય કર્યો અને મને છોડીને ચાલ્યા ગયા પણ હવે મારે આત્મા જાગૃત બને છે તેથી મને એમ થાય છે કે ભગવાને મને અન્યાય નથી કર્યો પણ મારા ઉપર દયા કરી છે. પશુઓને તે એક જ ભવના બંધનથી