________________
-
૨૧
શારદા સુવાસ વાતચીત કરતા હતા, એટલામાં આ કાલીદેવીએ જિનસેનકુમારની સાચી પત્ની ચંપકમાલા અને બે બાળકોને અદશ્ય કરી દીધા અને એના જેવી બનાવટી ચંપકમાલા અને બે કુમારના રૂપ બનાવીને હાજર કર્યા. આ તે દેવેની શક્તિ છે. દેવે પિતાની શક્તિથી જે ધારે તે બનાવી શકે છે. એટલે બનાવટી રૂપ બનાવીને હાજર કર્યા. આ વાતની જિનસેનકુમારને ખબર ન પડી એટલે એ બનાવટી ચંપકમાલાને કહે છે હે ચંપકમાલા! હું જીવતે રહું ને તને દેવીને ભેગ ચઢાવવા જવા દઉં ! એ કદી નહિ બને. હે ચંપકમાલા ! તું તારા બે બાલુડાને લઈને ઘેર ચાલી જા, અને મને મરવા દે.
પ્યારી પત્ની અને વહાલયા બાલુડાઓને આપેલભેગ-વૈકિયરૂપધારી ચંપકમાલા કહે છે નાથ ! આપ કહો છો કે ચાલી જા પણ આપ વિચાર તે કરે. પતિ વિનાનું જીવન એ કંઈ જીવન છે! વિધવા બનીને જીવવું એના કરતાં મરવું શું છેટું ? આપ જશે પછી હું જીવી શકીશ નહિ ને બે છાની ઘાત થશે એના કરતા મને મરવા છે. ત્યાં બે છોકરાઓ આડા પડીને કહે છે બા-બાપુજી! તમે રહેવા દે. અમારે બંનેને ભેગ ચઢાવી દે. આ રીતે ખૂબ ખેંચતાણ કરી. સ્ત્રી અને બાળકેએ હઠ ન છેડી એટલે જિનસેનકુમારને ક્રોધ આવ્યું. તેથી હાથમાં તલવાર લઈને ચંપકમાતા અને પિતાના બે પુત્રને માતાજીને ભોગ આપી દીધું. તલવારના એક ઝાટકે ત્રણ જીના માથા ધડથી જુદા થઈ ગયા. જિનસેને કરતા શું કર્યું પણ એનું હૈયું હાથ ન રહ્યું. હાય ! આ શું થઈ ગયું ? આવી પ્રેમાળ ને ગુણીયલ પત્ની અને ફૂલ જેવા આ મારા બાલુડા મને કયાં મળશે? ધિક્કાર છે મને પાપીને ! મેં ત્રણ ત્રણ જીની ઘાત કરી નાંખી! હવે મારે પણ જીવીને શું કામ છે? હું પણ મરી જાઉં, એમ વિચાર કરીને હાથમાં તલવાર લઈને પિતાનું માથું કાપવા લાગ્યું. ત્યાં રાજા પાછળથી દોડતા આવ્યા ને જિનસેન પ્રધાનના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી ને કહ્યું હે દીકરા ! તું આ શું કરી રહ્યો છે? હું તને મરવા નહિ દઉં. તે તારી પત્ની અને બબ્બે દીકરાએ તે હોમી દીધા. હવે તું શા માટે મરવા તૈયાર થયેલ છે? મારે તે તારા જેવા ડાહ્યા પ્રધાનની બહુ જરૂર છે. જિનસેન પ્રધાન કહે છે મહારાજા ! મારી દેવી જેવી પવિત્ર પત્ની મરી ગઈ મારા હૈયાને આનંદ આપનારા મારા બબ્બે લાડકવાયાને મેં મારી નાખ્યા, હવે મારા જીવનમાં શું બાકી રહ્યું છે? પત્ની અને પુત્રો વિના મારે સંસાર સૂને બની ગયે. હવે મારે જીવવાનો કઈ અર્થ નથી, માટે મને મરવા દે. અમારા બલીદાનથી આપ જીવતા રહેશે અને પ્રજાનું પાલન કરશે એ મારે મન આનંદની વાત છે ત્યારે રાજા કહે છે
મેં તુકે નહિ મરને દૂગા, લાખ કરો ઉપાય,
તેરી જગહ મેં શીશ ચઢા, રાજ કર તુમ સદાય, હે દીકરા! હું તને કઈ રીતે મરવા નહિ દઉં. ભલે દેવી મારે ભોગ લઈ લે. હું