________________
૧૯
શારદા સુવાસ
સિવાયના દરેક પુરૂષો પિતા અને ભાઈ તુલ્ય છે. મારા દિલમાં નેમ સિવાય બીજા કાઈને સ્થાન નથી, એટલે માતાપિતા કંઈ ખેાલી શકતા ન હતા. ત્યાં આ બનાવ બની ગયે એટલે રાજેમતીના દિલમાં સખત આઘાત લાગ્યા ને બેભાન બનીને ઢળી પડી, માતા-પિતા અને સખીઓએ ઘણાં ઉપચારો કર્યા ત્યારે રાજેમતી ભાનમાં આવી. જેવી ભાનમાં આવી તેવી નેમનાથ ભગવાનનું સ્મરણ કરવા લાગી. તેમ સિવાય એને કાંઈ ગમતું નથી. નાથ ! તમે આ શું કર્યુ? આપ મને એકલવાયી કરીને કયાં ચાલ્યા ગયા ?
છે. ગયે ગિરનાર....મેરે નાથ અકેલી છેાડ ગયે, મેરે નેમ ગયે ગિરનાર....મેરા આશ ભરા દિલ તાડ ગયે, ઔન પાની મછલી તરફડતી, ઐસે મેં' ગભરાઉં, જલ રહી હું વિરહાનલસે, દડ દડ નીર વહા
મે....છેટ ગયે...
હૈ મારા તેમનગીના ! મે' એવા શું અપરાધ કર્યું કે મને છોડીને ચાલ્યા ગયા ? મારા સામુ` તા જોવું હતું. પાણી વિના માછલી તરફડે તેમ માપના વિચાગથી તરફડી રહી છું. આપના વિયાગમાં મારા રાત દિવસેા જતા નથી. એમ ઝુરતી કલ્પાંત કરવા લાગી, તમને થશે કે રાજેમતીને આટલા બધા શુ માહ હશે કે આટલી બધી ઝુરે છે ? રાજેમતીને નેમકુમાર પ્રત્યે સંસારના મેહ ન હતા, શુદ્ધ પ્રેમ હતા, તે વિષયસુખની પ્યાસી ન હતી, પણ આત્મિક સુખની પ્યાસી હતી.
રાજેમતી એક પવિત્ર સતી હતી. ભારતની સતી સ્ત્રીએ પતિનું જીવન એ જ પેાતાનું જીવન માનતી હતી. પતિની સેવા કરવી, પતિની આજ્ઞાનું પાલન કરવું અને પતિના સત્ક્રાનેિ અનુસરવામાં જ પેાતાના જીવનની સફળતા માનતી હતી. પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી થવાવાળી હતી. ગમે તેવા સંકટના સમયમાં પણ સતી સ્ત્રીએ પતિને સાથ છેડતી ન હતી. રામચંદ્રજીને વનવાસ મળ્યા ત્યારે સીતાજી સાથે જ ગયા હતા ને? સતી સ્ત્રીઓ એમ જ સમજે છે કે જેમ પતિના સુખમાં સાથે રહીએ છીએ તો દુઃખમાં પણ સહભાગી બનવું જ જોઇએ. સુખમાં પતિની સાથે રહેવું અને દુઃખ આવે ત્યારે સાથ ન આપવા એ સતી સ્ત્રીનું લક્ષણુ નથી. કદાચ પતિ ક્રમેદયથી દુઃખી અની જાય પણ સતી સ્ત્રી પતિના સાથ છેડતી નથી કારણ કે એ સતી સ્ત્રીએ પેાતાનું જીવન ભાગેા ભાગવવા માટે છે એમ સમજતી નથી પણ આત્માને ઉન્નત બનાવવા માટે આ જીવન મળ્યું છે. એમ સમજે છે. એવુ' સુંદર અને પવિત્ર જીવન જીવીને આત્માને ઉન્નત બનાવે છે.
આ રાજેમતીને તૈમનાથ ભગવાન તરફથી સંસારનુ સુખ મળ્યું ન હતું ને મળવાની આશા પણ ન હતી છતાં તે તેમનાથમાં ખૂબ અનુરક્ત હતી. જો રાજેમતી વિષય