________________
१२
શારદ સુવાસ મરી જઈશ તે હવે મને ચિંતા નથી. તું મારા કરતા પણ શ્રેષ્ઠ છે. સવાયું રાજ્ય ચલાવે તેમ છે. તને જીવાડીને મારે જીવવું છે પણ તને મારીને મારે જીવવું નથી. રાજા જિનસેનકુમારને મરવા દેતા નથી ત્યારે જિનસેન કહે છે પિતાજી! આપને મારા ઉપર ઘણે પ્રેમ છે, લાગણી છે પણ હવે મને મારું જીવન શુષ્ક-નિરસ દેખાય છે. હું જીવીશ તે પણ મરેલા જેવો જ છું. એના કરતા આપ સુખે રાજ્ય કરે અને મને મરવા દે. રાજા અને પ્રધાન વાતચીત કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૯ આ વદ ૮ ને મંગળવાર
તા. ૨૪–૧૦–૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ જગતના છના આત્મ કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી. ભગવંત એમની અમેઘ વાણીમાં ફરમાવે છે કે હે ભવ્ય જીવો! આ સંસાર અસાર અને દુઃખનું મંદિર છે, એવા સંસારમાં સ્વર્ગ અને મોક્ષને આપનાર એક ધર્મ છે. આ સંસાર રૂપ સાગરમાં પરિભ્રમણ કરતા જીવને જમીનમાંથી નિધાનની માફક મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. જે મનુષ્યભવ મેળવીને પિતાના આત્માનું હિત કરતે નથી તે અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે. અગ્નિથી ભડકે બળતા મહેલમાં રહેવું યોગ્ય નથી તેમ દુઃખ રૂપ ભયંકર અગ્નિથી સળગતા સંસારમાં રહેવું ગ્ય નથી. આ ચિંતામણી રત્ન સમાન દુર્લભ મનુષ્ય ભવ પામીને આત્માથી એ પ્રમાદની પથારીને ત્યાગ કરીને પુરૂષાર્થ કર જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થમાંથી આજે જીવે ધર્મ અને મોક્ષને લગભગ ભૂલી ગયા છે. ૯ ટકા અર્થના ગુલામ અર્થ માટે દેટ મૂકી રહ્યા છે, કામના ગુલામ કામ અર્થે ફાંફાં મારી રહ્યા છે, પણ ધર્મ જે આપે છે તે કઈ પણ આપી શકતું નથી. જ્યાં સુધી સત્ય ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનંત કાળની જન્મ-મરણ અને દુઃખની ઘટમાળ ચાલુ રહેશે. સંસારના સુખમાં જે ફસાય અને એ ફસામણમાં જે એજ માણે એ જ્ઞાનીઓની દષ્ટિએ દુઃખી છે. જ્ઞાની પુરૂષે સંસારનું સુખ છેડીને અને સંયમ માર્ગમાં આવતા કષ્ટને આનંદથી વેઠીને ધર્મને રસ્તે બતાવી ગયા અને આ રસ્તે ચાલનારા ઘણાં મેક્ષે પહોંચી ગયા. સૌથી પ્રથમ ધર્મમાં શ્રદ્ધા હેવી જોઈએ. જે ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગશે તે ધર્મ કરવાની શક્તિ જાગૃત થવાની છે. ધર્મના અભાવમાં થોડી અથડામણમાંથી મોટી કષાયની આગ ઉભી થાય છે જે આત્માના ગુણેને ભસ્મીભૂત કરી નાંખે છે, માટે જીવનમાં ધર્મની અતિ આવશ્યકતા છે. આપણે આત્મા રેગી છે. કર્મના કીટાણુઓ એના આરોગ્ય પર હમ કરી રહ્યા છે. આ હુમલાને દૂર કરી આત્માને આરેગ્ય બક્ષનારી અમૃત સમાન ઔષધિ કેઈ હોય તે ધર્મ છે. ધર્મ એક એવી આબરૂદાર પેઢી છે કે જે એની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી છે તે