________________
શારદા સુવાસ
આઠ દિવસ પછી આવજે, તેથી પાછો ગયે ને આઠ દિવસ પૂરા થયા એટલે ફરીને રાજકુમારે ઝુંપડીના દ્વાર ખખડાવ્યા. અંદરથી બંગડીને કહ્યું તને અત્યારે મારે ઘેર આવતા શરમ નથી આવતી? મારા ઘરમાં મારો ધણી બેઠો છે. ચા જા અહીંથી. તે પણ ગયે નહિ ત્યારે ભંગડીએ કહ્યું જે, આ સામે પહાડ દેખાય છે. ત્યાં જઈને એક મહિને રામનામનો એક ચિત્તે જાપ કર. રહેજ પણ તારું ચિત્ત મારામાં ન આવવું જોઈએ. જે તારું ધ્યાન બીજે કે મારામાં જશે તે ફરીને જાપ કરે પડશે. ૨૯ દિવસ પૂરા થશે ને ૩૦ મા દિવસે ચિત્ત સહેજ પણ ચંચળ બનશે તે ફરીથી મહિને જાપ કરવા પડશે. માટે ધ્યાન રાખજે. હું અહીં બેઠી છું પણ મને બધી ખબર પડે છે. મેહાંધ બનેલે રાજકુમાર ભંગડીને પોતાની બનાવવા પહાડ ઉપર જઈને રામનામના ધ્યાનમાં બેસી ગયે. જે એને ભગવાનનું નામ લેવા માટે પહાડ ઉપર એક હેત તે જાત નહિ પણ ભંગડીને પિતાની પત્ની બનાવવાની લગની લાગી છે એટલે ગયે. જઈને એ તે એક ચિત્તે એવા જાપ કરવા લાગ્યું કે ન હાલે કે ન ચાલે. પથ્થરના પૂતળાની માફક સ્થિર બેસીને જાપ કરવા લાગ્યું. ભંગડી કર્મોદયે નીચકુળમાં જન્મી હતી પણ એને આત્મા પવિત્ર હતું. એણે રાજકુમારને સુધારવા માટે આ યુક્તિ કરી હતી. એ સમજતી હતી કે જે એક મહિના સુધી બરાબર રામનામમાં ચિત્ત જેડી દેશે તે પછી મારા સામું પણ જેવાને નથી. ભગવાનના નામને એ પ્રભાવ છે કે તે આપોઆપ સુધરી જશે. કુમાર તે રામનામમાં એ એકતાર બની ગયે કે એને બીજું કાંઈ યાદ આવતું નથી. એને વિકારે નષ્ટ થઈ ગયા. એક મહિને પૂરે થયે એટલે ભંગડી પહાડ ઉપર આવીને જુએ છે તે એ તે રામનામમાં રક્ત છે. ભંગડીએ એને ઢાળીને કહ્યું કેમ રાજકુમાર ! હવે શું વિચાર છે? રાજકુમારે કહ્યું બહેન ! તમે કેણ છે? ત્યારે કહે છે કે જેને માટે આ પહાડ ઉપર ધ્યાન ધરીને બેઠા છો તે હું છું, રાજકુમાર ભંગડીના ચરણમાં માથું નમાવીને કહે છે મૈયા ! તારું ભલું થજે. તે મને પતનના માર્ગે જતાં અટકાવ્યું છે. તું મને ઠેકાણે લાવી છું. તારે મહાન ઉપકાર છે, મારી ભૂલની માફી માંગું છું. હવે તે મને સંસાર ઝેર જેવું લાગે છે. હવે મારે તારી સાથે લગ્ન કરવા નથી. હું આ પહાડ ઉપર રહીને રામનામના સ્મરણમાં જ મારું જીવન વીતાવીશ. ભંગડી પવિત્ર હતી તે રાજકુમારને પતનના પંથે જ અટકાવીને તેનું ઉત્થાન કરાવ્યું.
રથનેમિ ભંગને ભિખારી બનીને આવ્યું છે પણ રાજેમતી શુદ્ધ છે. એને કંઈ રથનેમિ સાથે પરણવું નથી પણ પતનના પંથેથી ઉત્થાનના પંથે લઈ છે. એણે પૂછયું કે તમે પીવાને પદાર્થ લાવ્યા છે? ત્યારે રહનેમિએ પ્રેમથી કહ્યું–તમે પહેલી જ વખત જે મંગાવે તે લાવ્યા વિના રહું? તમે મામૂલી ચીજ મંગાવી છે એમ કહીને સેનાના થાળમાંથી પેલે લાસ લઈને રાજેમતીને આપે, રાજેમતીએ તે વાલે હાથમાં