________________
શારદ સુવાણ કર્યું. અરિહંત પ્રભુ પોતે સ્વયં બંધ પામેલા હોય છે અને સ્વંય દીક્ષા લે છે. અરિહંત પ્રભુથી સિદ્ધ ભગવંતે મોટા છે એટલે તેઓ સિદ્ધ ભગવંતેને નમસ્કાર કરે છે. “નમો સિદ્ધાણં' સિદ્ધ ભગવંતને મારા નમસ્કાર એમ કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ભગવાને જ્યારે ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારે ડેના દિવ્ય વાજિંત્રો વાગી રહ્યા હતા. મનુષ્યના મંગલ વાજિંત્રો વાગતા હતા. તે વખતે શકેન્દ્ર મહારાજાએ આજ્ઞા કરી કે વાજિંત્રો વાગતા બંધ કરે અને શાંત થઈ જાઓ. શક્રેન્દ્ર મહારાજાની આજ્ઞા થતાંની સાથે વાજિંત્રો વાગતા બંધ થઈ ગયા અને દેવ તથા મનુષ્યો પિતાના મુખેથી તીર્થપતિ નેમનાથ ભગવાનને યજયકાર બોલાવવા લાગ્યા, એટલે બધે અવાજ શાંત થઈ ગયે. જે સમયે નેમનાથ ભગવાને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું તે સમયે તેમને “ગુણધર્મો પત્તરિણ મળવનાળે સમુપજો મનુષ્ય ક્ષેત્ર સંબંધી એટલે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંશી પંચેન્દ્રિય જેના મને ગત ભાવને જાણનારું ઉત્તમ મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું.
તીર્થકર ભગવાન મતિ–શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને જન્મે છે પણ જ્યારે ચારિત્ર અંગીકાર કરે ત્યારે ચોથું મનઃ પર્યાવજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાન દ્વારા મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય ના મને ગત ભાવને જાણી શકાય છે. મનુષ્ય ક્ષેત્ર કેટલું છે તે તમે જાણો છો? બેલે. તમે કઈ જવાબ નહિ આપી શકે. લે, ત્યારે હું કહું. જંબુદ્વીપ, ઘાતકીખંડ દ્વિીપ અને અર્ધપુષ્કર દ્વીપ એ અઢી દ્વીપ મનુષ્ય ક્ષેત્ર છે. એ અઢીદ્વીપમાં રહેનારા સંજ્ઞી પંચેન્દ્રિય ના મને ગતભાવને મન:પર્યાવજ્ઞાની જાણ શકે છે. આવું ચોથું મન:પર્યવજ્ઞાન નેમનાથ ભગવાનને ઉત્પન્ન થયું. તમને પણ અહીં બેઠા બેઠા થાય તે ગમે છે ને? એવું જ્ઞાન જોઈએ છે ને? “હા” એવું જ્ઞાન તે તમને બહુ ગમશે પણ ઘર છોડવું ગમે છે? ઘર છોડે તે જ્ઞાન મળે, બાકી નહિ.
નેમનાથ ભગવાને રૈવતક પર્વત ઉપર સહ સામ્ર ઉદ્યાનમાં એક હજાર પુરૂષની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. દેવે તથા મનુષ્યએ ખૂબ ઠાઠમાઠથી ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજળે. ભગવાને તે આત્મકલ્યાણને માર્ગ સ્વીકારી લીધે પણ રાજેમતીને તેમના પ્રત્યે હજુ રાગ ભાવ રહી ગયે છે. એના દિલમાં એક જ ભાવ છે કે અહે નાથ ! આપને દીક્ષા લેવી હતી તે ભલે પણ એક વખત તે મને મળવું હતું. મને સંદેશે તે આપ હતું. હવે તેમનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવીને સમુદ્રવિજય આદિ દશ દશોં, કૃષ્ણ વાસુદેવ, તેમજ ઈન્દ્રો અને દે ભગવાનને વંદન કરીને પાછા ફરશે અને રાજેમતીને નેમકુમારની દીક્ષાની જાણથી કેવું દુઃખ થશે ને શું બનશે તે અવસરે.
ચરિત્ર – પરોપકારી જિનસેનકુમાર પરમાર્થને કાજે રાક્ષસને હરાવવા આવ્યું છે. રાક્ષસ જેવો રાક્ષસ પણ એનું બૈર્ય અને પરાક્રમ જોઈને થંભી ગયે. આ તરફ રાણી પણ કુંવરને હિંમત આપતા કહે છે હે દીકરા ! હું પરમાત્માની સાક્ષીએ કહું છું કે