________________
શારદા સુવાસ બેલાવવા લાગ્યા. રાજા પણ ત્યાં દેડીને આવ્યા ને જિનસેનકુમારને બાથમાં લઈ લીધે ને કહ્યું બેટા! તે તે છોટી ઉંમરમાં મોટું કામ કર્યું છે. ધન્ય છે તારી વીરતાને! તું તે મનુષ્યના રૂપમાં સારો દેવ પાક છે. ધન્ય છે તારી જનેતાને ! રાક્ષસની સાથે યુદ્ધ કરવાથી તેનું શરીર તે ચાળણુ જેવું થઈ ગયું છે. કેએ તેને શાબાશી આપીને ફૂલના હાર પહેરાવ્યા અને સતી સ્ત્રીનું રક્ષણ કર્યું તેથી દેવ પણ એના ઉપર પ્રસન્ન થયા ને કુલની વૃષ્ટિ કરી અને એને જયજયકાર બેલા. અત્યાર સુધી કઈ પ્રજાજનોને ખબર ન હતી કે રાક્ષસ આ રીતે રાણીને હેરાન કરતા હતા. આજે બધી વાત બહાર પડી. જિનસેનકુમારને આખા સિંહલદ્વીપમાં જયજયકાર બેલાવા લાગ્યું અને સૌ તેને આશીર્વાદ આપવા લાગ્યા. બધાના આશીર્વાદ ઝીલતે જિનસેનકુમાર પિતાને ઘેર આવ્યું. ચંપકમાલાએ પતિને આશીર્વાદ આપીને મોકલ્યા હતા અને વિજયની વરમાળા પહેરીને આવ્યા તેથી એના આનંદનો પાર ન રહ્યો. પતિ પત્ની બંને મળ્યા. ચંપકમાલાએ કંસાર બનાવી પતિને જમાડે. એના શરીરમાં ખૂબ ઘા પડ્યા હતા. રાજાએ તેને માટે ઘણી કિંમતી દવાઓ કરાવી તેથી થોડા દિવસમાં બધા ઘા રૂઝાઈ ગયા, પછી રાજાએ મેટી જાહેરસભા ભરીને જિનસેનકુમારનું સન્માન કર્યું અને બધાની વચમાં તેને મુખ્ય પ્રધાન મંત્રીનું પદ આપ્યું, આથી નગરના લેકોને ખૂબ આનંદ થયો. બધા કહેવા લાગ્યા કે પ્રધાન તે આવા જ જોઈએ. જિનસેનકુમાર પ્રધાન બન્યા પણ રાજાના મહેલની ચોકી કરવાનું કામ તે ચાલુ જ રાખ્યું. આ વાતની રાજાને ખબર પડી એટલે રાજાએ કહ્યું દીકરા ! તે તે મારું ઘણું કામ કર્યું છે. હવે તારે આ ચોકીપહેરે કરવાની જરૂર નથી. તું શાંતિથી સૂઈ જા. બીજા ચોકીદારો ઘણું છે. ખરે ભય તે તે દૂર કર્યો છે, ત્યારે કુમાર કહે છે -
| હે સ્વામી મેં ચાકર થારે, હું હરદમ તૈયાર,
પહરા કભી ન બંદ કરે મૈ, હું મેં તાબેદાર, હે મહારાજા ! આપે મને પ્રધાન ભલે બનાવ્યું, પણ પહેલાં તે હું ચોકીદાર હતે ને? ચેકીદારમાંથી જ પ્રધાન બન્યા છું એટલે હું આપના મહેલની ચોકી તે કરવાને જ. એ કામ બંધ નહિ કરું. હું સદા આપને ચાકર બનીને રહીશ. જિનસેનકુમાર પ્રધાન બનવા છતાં રાજાના મહેલની ચોકી તે પિતે જ કરતે. એક દિવસ જિનસેનકુમારની પત્ની ચંપકમાલા શૈયામાં સૂતી હતી. એણે પાછલી રાત્રે સ્વપ્નમાં ચંદ્ર અને સૂર્યની સુંદર અને સૌમ્ય જોડી જોઈ. આ સ્વપ્ન જોયા પછી ચંપકમાલાએ ધર્મ જાઝિકા કરી. સવાર પડતાં પતિને સ્વપ્ન સંબંધી વાત કરી, એટલે જિનસેનકુમારે કહ્યું હે ચંપકમાલા! તારું સ્વપ્ન શ્રેષ્ઠ છે. તે ચંદ્ર અને સૂર્યની જેડી દેખી છે તેથી એમ લાગે છે કે તારી કુક્ષીએ ચંદ્ર અને સૂર્યસમાન તેજસ્વી પુત્રને જન્મ થશે. આ સાંભળીને ચંપકમાલાને ખૂબ આનંદ થયે. તે આનંદપૂર્વક ગર્ભનું પાલન કરે છે. હવે તેને ત્યાં પુત્રને જન્મ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે,