________________
ટક
ચાર સુવાસ
હે પ્રભુ! આપને સંયમ નિષ્કટક બને. આપ ઘાતાંકને ક્ષય કરી કેવળ જ્ઞાનની ઝગમગતી જોતિ જલાવી એના પ્રકાશથી સારાયે જગત ઉપરથી અજ્ઞાનના અંધકાર નષ્ટ કરી ત્રણ જગતના નાથ બની અનેક ઈવેના તારણહાર બને. તમે તર્યા છે ને અમને તાજે. આટલું બેલતાં એમની આંખમાંથી દડદડ આંસુડા સરી પડ્યા. જે સંસારને ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારે છે તેને માતા-પિતા, ભાઈ-બહેન કે સગા સ્નેહીઓને મેહ હોતા નથી. એ તે સંયમ લઈને જ્ઞાન ધ્યાનમાં એવા તલ્લીન બની જાય છે કે એમને સગા વહાલા કેઈ યાદ આવતા નથી, પણ માતાપિતાને પિતાના દીકરા દીકરી યાદ આવે છે.
અહીં કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા આદિ દશ દશોં નેમપ્રભુને અંતરના આશીર્વાદ આપીને લળી લળીને વંદન કરે છે અને ઈ બધા ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવી વંદન કરી હૃષ્ટ તુષ્ટ થઈને પિતાના સ્થાને ચાલ્યા ગયા. કૃષ્ણ વાસુદેવ વિગેરે પણ જવાની તૈયારી કરી રહ્યા છે પણ ભાઈને મેહ છૂટતું નથી. એ લોકે પ્રભુને વંદન કરીને દ્વારકા નગરીમાં જશે ને બીજી તરફ રાજેતી નેમનાથ ભગવાન દીક્ષા લીધાના સમાચાર જાણશે ત્યારે તેને કે આઘાત લાગશે ને શું બનશે તે અવસરે.
ચરિત્ર – જિનસેનકુમાર સિંહલદ્વીપના રાજાને માનનીય પ્રધાન બન્યા છે. રાજાને એ પિતાના પુત્રથી પણ અધિક વહાલે છે. જિનસેન પ્રધાન પણ ન્યાયનીતિપૂર્વક રાજ્યનું પાલન કરે છે. પ્રજાજનેને તેના કારભારથી ખૂબ સંતોષ થયે છે. રાજાએ તેને મુખ્ય પ્રધાન બનાવ્યું છે છતાં પિતે રાત્રે તે રાજાના મહેલને ચેકીપહેરે ભરે છે. બીજી તરફ જિનસેનની પત્ની ચંપકમાલા ગર્ભવતી થઈ છે. એ સુખપૂર્વક ગર્ભનું પાલન કરે છે. ગર્ભમાં ઉત્તમ પ્રકારના જ આવે તો માતાને દાન દેવાની, સંતના દર્શન કરવાની વિગેરે ઉત્તમ પ્રકારની ભાવના થાય છે. ચંપકમાલાને પણ ઉત્તમ પ્રકારના વિચારો આવવા લાગ્યા. ચંપકમાલા ધર્મારાધન કરતી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સવા નવ માસ પૂરા થતાં ચંપકમાલાએ જોડલે બે પુત્રોને જન્મ આપે. આ પુત્રો ગર્ભમાં આવ્યા ત્યારે ચંપકમાલાએ ચંદ્ર અને સૂર્યની જેડી દેખી હતી. આ બંને બાળકે પણ ચંદ્ર અને સૂર્ય સમાન તેજવી છે. પ્રધાનને ઘેર પુત્રોને જન્મ થયાના સમાચાર આખા નગરમાં વાયુવેગે પ્રસરી ગયા. આખા નગરની પ્રજાને અને રાજાને અત્યંત આનંદ થયો. જાણે રાજાને ઘેર જ કુંવર ન જન્મ્યા હોય ! એ સોના દિલમાં આનંદ હતા. રાજાએ જિનસેનના પુત્રોને જન્મ મહોત્સવ ઉજવે. જન્મમહત્સવની ખુશાલીમાં યાચકોને ખૂબ દાન આપ્યું. દરિદ્ધિઓનું દારિદ્ર ટાળ્યું, આથી નગરજનેને ખૂબ આનંદ થયે.
દશ દિન દેશાટન કીના, સારા શહર જિમાયા, દાનસેન ઓર શીલસેન ચે, નામ સભી મન ભાયા.