________________
શાણ્યા યુવા
૭૯૭ વિનંતી કરીને તે દેવોએ પ્રભુને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તેઓ જે દિશા તરફથી આવ્યા હતા તે દિશામાં પિતાના સ્થાને ચાલ્યા ગયા. આવું કહેવા આવવું તે લેકાંતિક દેવેને આચાર છે.
માતા પિતા પાસે આજ્ઞા માંગતા નેમકુમાર” - દેવે તે ભગવાનને સંબોધન કરીને ચાલ્યા ગયા પછી નેમકુમાર જ્યાં પિતાના માતા પિતા હતા ત્યાં આવ્યા ને પિતાના માતા પિતાને વંદન કર્યા ને કહ્યું કે હે માતા પિતા ! હું આપની આજ્ઞા મેળવીને દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. આ તે તીર્થકર પ્રભુ છે પણ તેમનામાં કેટલે વિનય છે ! માતા પિતાને નમસ્કાર કરીને આજ્ઞા માંગી. માતા પિતા તે જાણે છે કે આ તે ત્રિલેકીનાથે છે. ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે સંયમ લેવાના જ છે. તે હવે આપણે રોકયા રકાવવાના નથી એટલે પુત્રની વાત સાંભળીને સમુદ્રવિજય રાજા પિતા અને શીવાદેવી રાણું માતાએ તેમના માથે હાથ મૂકી આશીર્વાદ આપીને કહ્યું હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. આ માતા પિતા કેવા પુણ્યવાન કે જેમને ત્યાં ત્રિજગત ઉદ્ધારક નાથ પુત્રરત્ન તરીકે જન્મ્યા. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે તીર્થંકર પ્રભુના માતા-પિતા બનવાનું સૌભાગ્ય સાંપડે છે. જે માતા પવિત્ર હોય તે જ આવા પુત્રને જન્મ આપી શકે છે. માતા પિતાને નેમકુમારને કેટલે મેહ હતે ! પણ હવે સમજ્યા કે રહેવાના નથી એટલે દીક્ષાની આજ્ઞા આપી. તમે પણ તમારા સંતાને દીક્ષાની આજ્ઞા માંગે તે આ રીતે આજ્ઞા આપશો ને ? આ તે તીર્થંકર પ્રભુની વાત ચાલે છે પણ હું તે કહું છું કે આ કાળમાં જેના દીકરાએ સંસાર ત્યાગીને ભગવાનના શાસનમાં અર્પણ થાય તે માતા પિતા પણ મહાન ભાગ્યશાળી છે. કુટુંબમાંથી એક સંતાન દીક્ષા લે છે તે અનેક જીને ધર્મના માર્ગે વાળે છે, માટે તમે તમારા સંતાનોને ત્યાગમાર્ગે આવવાનું સિંચન કરે ને હળુકમ જીવ દીક્ષા લેવા તૈયાર થાય તે તેમને તમારે દીક્ષા લેતા રોકવા નહિ. એટલું તે તમે જરૂર નકકી કરજે.
નેમકુમારને દીક્ષાની આજ્ઞા મળતાં કૃષ્ણ છએ કરેલી તૈયારી -નેમકુમારને માતા પિતાએ દીક્ષાની આજ્ઞા આપી ત્યાર પછી કૃષ્ણવાસુદેવને જાણ કરી. કેમકુમાર હવે દીક્ષા લે છે. આ સાંભળીને કૃષ્ણવાસુદેવ દેડતા આવ્યા ને પિતાના લઘુભાઈને પ્રેમથી ભેટી પડયા. હે મારા લઘુ બંધવા! તમે સંસાર સાગરને તરવા માટે જઈ રહ્યા છે તે અમને પણ તરવાને માર્ગ બતાવજો, ને અમને તારજો. પછી સમુદ્રવિજય રાજા અને કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને જેમકુમારને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરવા માંડી. કૌટુંબિક પુરૂને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે જલ્દી એક હજાર ને આઠ સેનાના કળશ, એક હજાર ને આઠ ચાંદીને કળશો, મણીમય કળશે, સેના અને ચાંદીથી બનાવેલા કળશે, સેના અને મણુઓથી બનાવેલા કળશે, એનું, ચાંદી અને