________________
૭૯૪
શારદા સુવાસ પરસ્ત્રીગામી લંપટ પૂર, સતીયાં ને તુ સતાવે,
રાણું બેલે અય પુણ્યવંતા, વિજય તેરા હી થાવે. તે આજ સુધી આવી પવિત્ર કેટલી સતીઓને સતાવી છે! તું જીવતો રહીશ તે આવી કંઈક સ્ત્રીઓને હેરાન પરેશાન કરીશ, માટે આજે તે ગમે તેમ કરીને હુ તારે વધ કરીને જ જંપીશ. તે સિવાય મને ચેન નહિ પડે, માટે જે તારે જીવતા રહેવું હોય તે આ રાણુના ચરણમાં પડીને તારી ભૂલની માફી માંગી લે ને આજથી પ્રતિજ્ઞા કર કે કોઈ પણ સ્ત્રીને સતાવવી નહિ. એ વાત કબૂલ ન હોય તે મારી સામે આવી જા. રાણી તે જિનસેનકુમારનું ખમીર જઈને સજજડ થઈ ગઈ. એને હવે હિંમત આવી ને કહેવા લાગી હે કુમાર ! તું શીયળની રક્ષા માટે આવે છે માટે જરૂર તારે વિજય થશે. કુમારનું જોમ અને શૂરાતન જોઈને રાક્ષસ પણ વિચાર કરવા લાગે કે મેં અત્યાર સુધી આ કેઈ શૂરવીર પુરૂષ જે નથી. હવે રાક્ષસ અને જિનસેનકુમાર વચ્ચે મોટો જંગ જામશે. રાણું શું કહેશે ને કેને વિજ્ય થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૮૬ આસે વદ ૫ ને શનિવાર
તા. ૨૧-૧૦-૭૮ અનંત ઉપકારી, પરમ કરૂણસિંધુ એવા પરમપિતા પ્રભુની વાણીમાં અલૌકિક શક્તિ છે. જેનું પાન કરવાથી આત્માને અનંતકાળથી ચહેલા ભયંકરમાં ભયંકર મિહના ઝેર ઉતરી જાય છે. તેમાં શ્રદ્ધા કરી આચરણ કરવાથી જન્મ મરણની સાંકળ તૂટી જાય છે. આવી અજોડ શક્તિ અને સામર્થ્ય હોય તે તે ભગવાન ની વાણીમાં છે. તમારા પૈસા કે પદવીમાં એ તાકાત નથી કે તેનાથી ભવના ફેરા ટળે, પણ અફસોસ છે કે હજુ આજના માનવીને ભગવાનની વાણીમાં રસ જાગ્યો નથી. જે એક વખત સિદ્ધાંતની વાણી સાંભળવાને રસ જાગશે તે સંસારને રાગ ને રસ છૂટી જશે.
ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમનાથ ભગવાનને અધિકાર ચાલે છે. જેમકુમાર વષીદાન આપી રહ્યાં છે. ભાગ્યવાન આત્માઓ ભગવાનના હાથનું દાન લઈ રહ્યા છે. આ રીતે એક વર્ષ સુધી સતત કેમકુમારે એક કોડ ને આઠ લાખ સેનામહેરનું દાન આપ્યું, ત્યાર પછી મનમાં દીક્ષા લેવાને વિચાર કર્યો.
मण परिणामो य कओ, देवा य जहोइयं समोइण्णा । सव्वड्डीइ सपरिसा, निक्खमणं तस्स काउ जे ॥ २१ ॥
ભગવાને દીક્ષા લેવાને મનમાં વિચાર કર્યો તે જ વખતે તેમના તીર્થંકર પદના પ્રભાવથી પ્રેરાઈને દિવ્ય દ્ધિ અને માટી પરિષદ સાથે ઘણાં (કાંતિક) દેવે ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્ય લેકમાં ઉતર્યા.