________________
શારદા સુવાસ
paa
કઇ હિંસાખમાં નથી. આ તે ગમે તેમ તે ય “રાજા વાજા ને વાંદરા. ’” એક તા દારૂની પ્યાલીએ પીને વિષયમાં રાકચૂર રહેતે હાય અને આવુ' કહેનાર મળે એટલે ચઢી જાય. દેવજીભાઈની પત્નીના રૂપની પ્રશ'સા સાંભળીને રાજા મુગ્ધ બન્યા અને એને કેવી રીતે મેળવવો તેના વિચાર કરવા લાગ્યા. જાદવજી ઘરમાં હૈાય ત્યાં સુધી એની પત્ની મળે જ નહિ ને? ત્યારે ઇર્ષ્યાખારો કહે છે એમાં શી મેટી વાત છે? જાદવજીને છ મહિના બહારગામ માકલી દો. બીજે દિવસે રાજાએ જાદવજીને ખેલાવીને કહ્યુ.-જાદવજીભાઈ ! તમારે છ મહિના માટે ખરીદી કરવા બહારગામ જવાનું છે. જાદવજીએ કહ્યું–સાહેબ ! શેની ખરીદી કરવાની છે? ત્યારે રાજાએ કહ્યુ થેાડા પાણીદાર ઘોડા અને અમુક કિંમતી ઝવેરાત ખરીદવાનુ છે. સાહેબ ! હું તે અનાજ ખરીદી જાણુ, ઘેાડા અને ઝવેરાત ખરીદવાના મારો વિષય નથી. રાજા કહે છે એ તે હું' તમારી સાથે ઝવેરાત અને ઘેાડા પારખનારા હાંશિયાર માણસા મેાકીશ. તમારે તા માત્ર ધ્યાન જ રાખવાનુ છે ને દૂર દેશાવર જવાનુ છે. જાદવજીભાઇ હાંશિયાર હતા. તે સમજી ગયા કે આટલા વખતમાં કદી ખરીદી કરવા મને માકલ્યા નથી ને આજે મેકલે માટે કંઈક દાળમાં કાળુ લાગે છે, પણ રાજાના હુકમ આગળ કંઈ ચાલે તેમ ન હતું.
જાદવજીએ ઘેર આવીને પત્નીને વાત કરી. પત્ની પણ ચતુર હતો. એણે કહ્યુ સ્વામીનાથ ! આપ ખુશીથી જાએ. જયાં સુધી આ ખેળીયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઇની તાકાત નથી કે મને આંગળી અડાડી શકે. આપ બેફિકર રહેજો. કોઇ જાતની ચિંતા કરશે નહિ. જાદવજીને પેાતાની પત્ની પ્રત્યે વિશ્વાસ હતેા. એ તે બીજે દિવસે ગયા, પછી ચાર પાંચ દિવસ બાદ રાજાએ જાદવજીને ઘેર મેવા મીઠાઇના પડીકા અને સારા કપડા માકલવા માંડયા ને પોતાની જાળમાં ફસાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. જાદવજીની પત્ની સમજી ગઇ કે નક્કી રાજાની દાનત અગડી છે. એણે વસ્તુ આપવા આવનારને કહી દીધું કે તમે જઇને રાજાને કહેજો કે મારા ઘરમાં મેવાસીઠાઈઓ ઘણાં છે. મારે કૈાઇ ચીજની જરૂરિયાત નથી, માટે મહેરબાની કરીને મેાકલાવશે નહિ અને જો તમે મેકલાવશે। તા હું ગાય, કૂતરા અને ગધેડાને ખવડાવી દઇશ પણ મારા ઘરમાં નડુ રાખું. બેધડક રીતે આમ કહી દીધુ. એટલે રાજા અકળાયા. છેવટે શરમ છેડીને કહેવડાવ્યુ કે મારે તમને મળવુ છે. કાં તમે મારા મહેલે આવે! કાં હું તમારે ઘેર આવું. તમને મળવા મારુ મન તલસી રહ્યું છે.
જાદવજીની પત્નૌએ કહેવડાવ્યુ કે ખુશીથી મારે ઘેર આવેા. રાજાએ પણ કહેવડાવ્યું કે હું આજે રાત્રે તમારે ત્યાં આવીશ, એટલે જાદવજીની પત્નીએ તે ઘર શણગાયુ. આંગણામાં રંગોળી પૂરી અને પોતાની ભારેમૂલી સાડીએ ને શેલા પાથરી દીધા. રાત પડતા રાજા તેને ત્યાં આવ્યા. બધા ઠાઠમાઠ જોઇને રાજા વિચાર કરવા લાગ્યા કે શુ' એને મારા પ્રત્યે પ્રેમ છે! રાજાજીનો સત્કાર કરીને એક રૂમમાં બેસાડયા. પછી તે ખાઇએ એક ટેબલ ઉપર ચાર કલરના ચાર ગ્લાસ તૈયાર કરી રાખ્યા હતા. એમાં બદામ, પિસ્તા, કેસર્