________________
શારદા સુવાસ
૭૮૯ વિગેરે નાંખીને ઉકાળેલું દૂધ તૈયાર રાખ્યું હતું તે થોડું થોડું બધા ગ્લાસમાં નાંખી દીધું અને પ્રેમથી રાજાને પીવા આપ્યું. રાજાએ એક ગ્લાસમાંથી દૂધ પીધું ત્યારે કહે છે હવે બીજામાંથી પીએ. રાજાએ કહ્યું મને ભૂખ નથી ત્યારે કહે છે તમારે ચારે ચાર ગ્લાસનું દુધ પીવું જ જોઈએ. બીજા ગ્લાસમાંથી પીધું એટલે કહ્યું હવે ત્રીજામાંથી પીએ. રાજાએ કહ્યું મને ઉછાળ આવે છે. મારાથી નથી પીવાતું. ગમે તે ગ્લાસમાંથી દુધ પીઉં પણ દુધ તો એક જ છે ને ? માત્ર ગ્લાસ જ જુદા છે, ત્યારે જાદવજીની પત્નીએ કહ્યું–સાહેબ! લાસ જુદા છે પણ દુધ તે એક જ છે એમ તમારા અંતેઉરમાં આટલી બધી રાણીએ છે. એમનામાં ને મારામાં શું ફરક છે? કઈ રૂપાળી છે, કઈ ઘઉંવર્યું છે, તે કઈ અતિ રૂપાળી છે. ગ્લાસ સમાન શરીરમાં જ ફેર છે. બાકી સ્ત્રીઓ તે એક જ છે ને ? છતાં શું જોઈને હડકાયા કૂતરાની જેમ મારે ઘેર લંપટડા કરવા આવ્યા છે? આટલી બધી રાણીઓ હોવા છતાં સંતોષ નથી કે અહીં ભેગના ભિખારી બનીને હાલ્યા આવ્યા છે? શરમ નથી આવતી? જરા વિચાર કરે. તમે તે રાજ્યના રક્ષક છે. રક્ષક ઉઠીને જે ભક્ષક બનશે તે પ્રજા કોને ફરિયાદ કરવા જશે? બાઈનું ખમીર જોઈને રાજા ધ્રુજી ઉગ્યા ને એના ચરણમાં પડી માફી માંગી અને કહ્યું–માતા ! આજથી પ્રતિજ્ઞા કરું છું કે કદી પરાઈ સ્ત્રી સામે આંખ ઊંચી નહિ કરું. મારી દષ્ટિ આવી ન હતી પણ મને ચઢાવનારા મળ્યા તેથી હું ચઢી ગયે. રાજાની દષ્ટિ સુધરી ગઈ ને શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા.
આપણે રથનેમિની વાત ચાલતી હતી. રામતીના વચન સાંભળીને રથનેમિ પણ શરમાઈ ગયા ત્યારે રાજેતી તેમને ફરીથી કહેવા લાગી છે યાદવકુમાર ! મારી સાથે વિવાહ કરવા બાબતમાં તમારે શેડો વિચાર કરવાની જરૂર હતી. હું તમારા વડીલ ભાઈની પરિત્યક્તા પની છું છતાં પણ તમે મોહવશ મારી સાથે વિવાહ કરવા તૈયાર થયા? તમને તમારે મોટાભાઈના સબંધને જરા પણ ખ્યાલ ન આવ્યા? તમારા મોટાભાઈ મને ત્યજીને ચાલ્યા ગયા તેમાં તમે તમારું સૌભાગ્ય માન્યું ? થેડે તે વિચાર કરે. તમારા આ વિચારે તમને ઉન્નતિના માર્ગે લઈ જશે કે અવનતિના માર્ગે? તેને કંઈક તે ખ્યાલ કરે. શરમના કારણે રથનેમિના મનમાં થઈ ગયું કે જાણે પૃથ્વી જગ્યા આપે તે સમાઈ જાઉં. અરર. આ શું કર્યું? રાજકુમારી રાજેમતીનું કહેવું સત્ય છે. એક આને માટે હું મારા ભાઈને સંબંધ પણ ભૂલી ગયે? ધિક્કાર છે મને! રથનેમિ રાજેમતીને કહેવા લાગ્યા કે રાજકુમારી ! તમે મને ઉપદેશ આપી ઠેકાણે લાવવા જ અહીં બેલા હશે. ખરેખર તમે મને ઉપદેશ આપીને પવિત્ર બનાવ્યું છે. તમે મારે અપરાધ ક્ષમા કરે. મને મારા કર્તવ્યથી લજજા આવી ગઈ છે, હવે હું જાઉં છું. હવે તમે થોડા સમયમાં જ સાંભળશે કે રથનેમિએ પિતાના દુષ્કૃત્યનું પ્રાયશ્ચિત કરી લીધું છે, એમ કહીને રથનેમિ રામતના મહેલમાંથી ચાલ્યા ગયા.