________________
શારદા સુવાસ માટે ઈન્દ્ર મહારાજ પિતે જાતે આવતા નથી પણ પિતાની નીચેના દેવેને આજ્ઞા કરે છે. તે દેવે ઈન્દ્ર મહારાજની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કરીને કાર્ય કરે છે. શકેન્દ્ર મહારાજ વૈશ્રમણદેવ કુબેરને બોલાવે છે ને આજ્ઞા કરે છે કે હે દેવાનુપ્રિય ! નેમકુમાર તીર્થંકર પ્રભુ દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે, તેમને ત્યાં તમે આટલું દ્રવ્ય પહોંચાડે. વૈશ્રમણ કુબેર દેવ આ આજ્ઞાને સ્વીકાર કરીને હરખાય છે ને મનમાં વિચાર કરે છે કે અહો! આજે અમારા મહાન સદ્ભાગ્ય છે કે જે નેમકુમાર તીર્થકર થવાના છે તે સંસારના રંગરાગ અને સમસ્ત સંસારને ઠોકર મારી હવે દીક્ષા લેવાના છે તેવા પ્રભુના પિતાના ભંડારમાં અમે ધન ભરી આવીશું. તેનાથી નેમકુમાર એક વર્ષ સુધી દાન દેશે અને તેમનો દીક્ષા મહોત્સવ ઉજવાશે. આવું ઉત્તમ કાર્ય કરવાને આજે અમને લાભ મળે.
વૈશ્રમણ દેવ ઈન્દ્રની આજ્ઞાને વિનયપૂર્વક વધાવીને જા ભૂક દેવને બેલાવીને તેમને વષીદાન માટેનું ધન પહોંચાડવા આજ્ઞા ફરમાવે છે એટલે તે જાંભુકી દે તીર્થંકરના પિતાના મહેલમાં ત્રણ અબજ, અઠ્ઠાની કાંડ, એંસી લાખ સોના મહોરે ખજાનામાં ભરી આવે છે. પછી તેઓ વૈશ્રમણ દેવને તેમની આજ્ઞા પાછી આપે છે, પછી તે વૈશમણુદેવ શકેન્દ્ર મહારાજાને તેમની આજ્ઞા પાછી આપે છે. આ પ્રમાણે નેમકુમારે વર્ષને અંતે દીક્ષા લેવાને નિર્ણય કર્યો એટલે દેવે તેમના પિતાજીના ખજાનામાં ધન ભરી ગયા, પછી નેમકુમાર દરરોજ પ્રાતઃકાલથી આરંભીને બે પ્રહર સુધી સનાથ-અનાથ, રંક-નિરાધાર, ભિક્ષુકે પથિકે વિગેરેને દાન આપે છે. દેવેનું આપેલું દ્રવ્ય તીર્થંકર પ્રભુ દરરોજ એક કોડ ને આઠ લાખ સેના મહેરે દાનમાં આપતા એક વર્ષમાં પૂરું થાય તે પ્રમાણે હોય છે, તે સિવાય બીજુ પિતાના પિતાજીના ભંડારમાં રહેલા દ્રવ્યનું પણ દાન આપે છે. આ રીતે નેમકુમારે દાન દેવાની શરૂઆત કરી. આખી દ્વારકા નગરીમાં આનંદ આનંદ ઉભરાઈ રહ્યો છે. જેના ઘરમાં આવા તીર્થંકર પ્રભુ જગ્યા હોય તેમના માતાપિતાને કેટલે આનંદ હોય! પિતાના પુત્ર માટે દે જ્યારે આટલું દ્રવ્ય દાનમાં આપે છે ત્યારે પિતે પણ પિતાના ભંડારમાંથી છૂટે હાથે ધન વાપરે છે.
બંધુઓ ! જેમ જેમ ધન દાનમાં વપરાય છે તેમ તેમ વૃદ્ધિ પામે છે. માણસ માને કે હું દ્રવ્યને સંગ્રહ કરું પણ સંગ્રહ કરેલું રહેતું નથી. જેમ કૂવામાંથી પાણી ઉલેચાય છે તે સવારે કૂ ભરાઈ જાય છે. કહેવાય છે ને કે “વહેતા પાણી નિર્મળા, બંધ ગંદા હાય” તેમ લક્ષ્મી પણ વહેતી સારી. તમને તમારા પુણ્યથી લહમી મળી છે તે તેને દાનમાં સદુપયોગ કરજે પણ તિજોરીમાં લક્ષ્મીને ભરી રાખશે તે બિચારી અકળાઈ જશે. અહીં નેમકુમાર દરરોજ સવારમાં બે પ્રહર સુધી સતત દાન આપે છે. તીર્થંકર પ્રભુના હાથનું દાન લઈને લોકો હરખાય છે. આ તરફ સમુદ્રવિજય પિતા અને કૃષ્ણ વાસુદેવને પણ પિતાના ઘરમાં આવા પ્રભાવશાળી પ્રભુને દીક્ષા મહેત્સવ ઉજવવાને આનંદ છે. શીવાદેવી