________________
૭૨
શારદા સુવા
છે કે તમે વમન કરેલી વસ્તુ મને પીવડાવવા ઈચ્છે છે ? હુ` કઈ જેવા તેવા પુરૂષ નથી, સામાન્ય માણુસ નથી પણ હું યાદવકુળમાં જન્મેલે છું. સમુદ્રવિજય પિતા અને શીવાદેવી માતાના લાડીલેા નંદ છુ. વમન કરેલા પદ્મા તમે કાને પીવડાવવા ઉઠયા છે ! વમેલુ' તા કાગડા અને કૂતરા પીવે પણ કઇ માથુસ ન પીવે. વમેલું પીવાને મનુષ્યને સ્વભાવ નથી, ત્યારે રાજેમતીએ કહ્યુ -કુમાર ! ભલે તમે દેખાવથી મનુષ્ય છે પણ તમારી પ્રકૃતિ તે મને કાગડા અને કૂતરા જેવી દેખાય છે. આ સાંભળતા રથનેમિના કોષ વિશેષ ભભૂકી ઉઠયા.
મિના ક્રોધ જોઇ ને રાજે મતીએ તેને ઉપદેશ આપવાના સુઅવસર સમજીને રથનેમિને કહ્યું–રાજકુમાર ! તમે. કોપાયમાન ન થાઓ. જરા ધીરજ રાખે. આ તે હુક આપના પ્રેમની પરીક્ષા કરીને જાણવા ઇચ્છુ છુ કે તમે ખરેખર મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે કે માત્ર એમ જ કહા છે ! રથનેમિએ કહ્યું કે શું આ તમારી પરીક્ષા કરવાની રીત છે! પરીક્ષા કરવી હાય તા ખીજા ઘણાં ઉપાયા છે. વાહ ! તમે પરીક્ષાના ઘણા સારા ઉપાય શેાધ્યે. તમને ખીજો કોઇ ઉપાય જડ્યો નહિ ? રાજેમતીએ કહ્યું આ ઉપાય સિવાય આપના પ્રેમની પરીક્ષા થઈ શકે તેમ નથી. જો તમે આ પ્યાલામાંને પદાથ પ્રેમથી પી ગયા હૈાત તે હુ' સમજત કે તમે મને અપનાવી શકશે. આ શબ્દો રથનેમને તલવારના ઘા જેવા લાગ્યા. હવે રાજેમતીને તે શું જવા" આપશે ને શુ બનશે તેના ભાવ અવસરે,
ચરિત્ર : જિનસેનકુમાર સિંહલદ્વીપના રાજાના મહેલના દરવાજે ચાકીદાર બનીને ઉભા રહ્યો, આખી રાત પસાર થઈ એટલે સવાર પડતાં રાજાજી જાગ્યા તેથી કુમારે રાજા પાસે જઈને કહ્યું સાહેબ ! આપ કંઈ કામકાજ હાય તા મને ફરમાવો. હું રાજ્ય સખધી જે કાંઇ કામ હશે તે જરૂર કરીશ. મને રાજકાય'માં ખૂખ રસ છે. કુમારે આટલુ કહ્યું ત્યાં રાજાની આંખમાં આંસુ આવી ગયા. અશ્રુભરી આંખે તે ગદ્ગદ્ ક મહારાજાએ કહ્યુ -બેટા! તેં રાત્રે મહેલમાં ચાકી ભરી તે અમારા મહેલમાં શુ થયું તે તું જાણે છે? તને કંઇ નવાજુની લાગી ? જિનસેનકુમારે કહ્યુ' સાહેબ ! હું તે મહાર ચાકી કરુ છુ. ખડારથી કાઈ અંદર પેસી ન જાય તે મારે ધ્યાન રાખવાનુ હાય! પણ આપ જે મહેલમાં સૂતા હોય ત્યાં માંરે ખીજું શુ` ધ્યાન રાખવાનું. હૈય ? મેં રાતના કોઈ રંગઢંગ જોયા નથી. આ પ્રમાણે જિનસેનકુમારે રાજાને કહ્યું પણ એમની આંખમાં આંસુ જોઈને ચતુર જિતસેનકુમાર સમજી ગયા કે નક્કી મહારાજાને કંઇક દુઃખ છે. નહિતર રાજા જેવા રાજાની આંખમાં કદી આંસુ આવે નહિ. આ તા રાજાની વાત છે પણ સામાન્ય પુરૂષની આંખમાં પણ આંસુ જલ્દી ન આવે. અમારી બહેનને તે પળે પળે આંસુ આવી જાય. એને કોઈ સ્હેજ કહે અગર એને ગમતુ ન થાય તે! તરત આંસુ આવી જાય છે, એટલે કુમારે કહ્યું-મડારાજા! આપની આંખમાં આંસુ કેમ ? આપને જે કંઇ દુઃખ હાય. તે મને ખુશીથી કહેા. હું દૂર કરવા તૈયાર છું.