________________
७८४
શારદા સ્વાસ કહે છે આજે તે મારે પપકારનું કાર્ય કરવા જવાનું છે. ચંપકમાલાએ કહ્યું-શું વાત છે? મને કહો તે ખરા, ત્યારે જિનસેનકુમારે કહ્યું-આપણુ માલિક જેને મહિને બે લાખ સેનામહોરોને પગાર ખાઈએ છીએ એવા મહારાજાને આવું ભયંકર દુઃખ છે. એ દુઃખને
જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી મારે અન્નનો ત્યાગ છે. મારા જેવા ક્ષત્રિયપુત્ર જે રાજાનું લૂણ ખાતે હોય તેની આવી દશા કેમ જોઈ શકાય? આ સાંભળીને ચંપકમાવા ખુશ ખુશ થઈ ગઈ. ધન્ય છે સ્વામીનાથ આપને ! હું આપના જેવા પવિત્ર અને શુરવીર પતિને મેળવીને ધન્ય બની ગઈ છું. હે મારા સ્વામીનાથ ! આપ જલદી જલદી એ રાક્ષસને હણીને આપણા મહારાજા અને મહારાણીનું દુઃખ મટાડો. મહાન ભાગ્ય હોય તે આવા વીરપુરૂષની પત્ની બનવાનું સૌભાગ્ય સાંપડે છે. આપ જરદી રાક્ષસ ઉપર વિજય મેળવીને વહેલા વહેલા પધારજો. ચંપકમાલા કેવી પવિત્ર ને ધૈર્યવાન છે! આ જગ્યાએ જે આજની સી હોત તે એમ જ કહી દેત કે શું પારકા માટે આપણે મરવું? નહિ જવા દઉં—પણ ચંપકમાલા આજની સ્ત્રીઓ જેવી ન હતી. સાચી ક્ષત્રિયાણી હતી. રાત પડી અને જવાને સમય થયા એટલે જિનસેનકુમાર શસ્ત્ર વિગેરે જરૂરની ચીજો લઈને જવા તૈયાર થયે ત્યારે ચંપકમાલાએ એના પતિના કપાળમાં કંકુને ચાલે કર્યો અને પતિના ચરણમાં પડીને કહ્યું આપ પોપકારનું કાર્ય કરીને વહેલા પધારજે. એમ કહી હસતે મુખડે પતિને વિદાય આપી.
જિનસેનકુમાર પિતાના ઘેરથી નીકળીને રાજમહેલમાં આવ્યું અને મહારાજાને પૂછયું કે એ દુષ્ટ રાક્ષસ કયારે આવે છે? રાજાએ કહ્યું બાર વાગ્યા પછી આવે છે. જિનસેનકુમારે રાણીને કહ્યું કે એ આવે ત્યારે તમે આવા શબ્દો બોલજે પછી હું આવીશ. એમ કહીને કુમાર મહેલમાં સંતાઈ ગયે. હવે રાક્ષસ આવશે ને શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૮૫ આ વદ ૩ ને ગુરૂવાર
તા. ૧૯-૧૦-૭૮ અનંતજ્ઞાની કરૂણાસાગર તીર્થકર ભગવંતેએ જગતના જીના ઉદ્ધાર માટે દ્વાદશાંગીની પ્રરૂપણ કરી. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં નેમકુમારને આત્મિક સુખ મેળવવું છે તેથી તે રણકારથી પાછા ફર્યા. આજને માનવી પણ સુખ શાંતિ અને સમાધિને છે છે એટલે આખા વિશ્વની દેટ આ ત્રણ ચીજોને મેળવવા માટે હોય છે. આજનું ગણાતું બાહ્ય સુખ બાહ્ય સામગ્રીને આભારી છે. શાંતિ આંતર સામગ્રીને આભારી છે, અને સમાધિ એ બંનેથી પર આંતરિક અનુભૂતિ સ્વરૂપ અલૌકિક ચીજ છે. માનવ બાહ્ય સુખને મેળવી શકશે કારણ કે એ બાહ્ય સામગ્રીથી મળે છે. બાહ્ય સામગ્રી પૈસાથી મળે છે અને પૈસા પુરુષાર્થ અને પ્રારબ્ધથી મળે છે. ફૂટપાથ પર સૂનાર કંગાલ માણસના કર્મનું પાંદડું ફરી જાય અને પચાસ કે સે રૂપિયા તેને