________________
શારદા સુવાસ
૭૭૬
રાજેમતીએ રથનેમિના સામું જોઈને કહ્યું મેં તમારા પ્રસ્તાવને ઉત્તર આપવા માટે જ તમને બોલાવ્યા છે. માટે આપ ધીરજ રાખે. હું તમને થોડીવારમાં જ ઉત્તર આપીશ પણ મેં તમારી દુતી સાથે કહેવડાવ્યું હતું કે તમને જે પીણું વધુમાં વધુ પ્રિય હોય તે લેતા આવે. તે તમે તે ચીજ લાવ્યા છે ? રથનેમિએ કહ્યું હાહા. આ તે તમારી સૌથી પહેલી જ માંગણું છે. એને હું કેમ ભૂલી શકું? તમે મારા પ્રેમની પરીક્ષા કરવા માટે એક તુચ્છ વસ્તુ જ મંગાવી પણ જે તમે કઈ મોટામાં મેટી કરેડોની કિંમતની ચીજ મંગાવી હતી તે પણ હું એ લેતે આવત. અરે, વસ્તુની તે કયાં વાત કરે છે. કદાચ તમે મારે પ્રાણ માંગત તે પણ હું આપવા તૈયાર છું. મેહાંધ બનેલ રથનેમિ કેવા કેવા શબ્દો બેલે છે પણ વિચાર નથી કરતે કે હું આ શું બોલી રહ્યો છું. પ્રાણ આપ્યા પછી શું સુખ ભેગવવાનું છે? આ બધી જીવની પાગલતા છે. જ્ઞાની પુરૂષે કહે છે કે આ સંસારમાં બધું જીતવું સહેલ છે પણ કામને જીત મુશ્કેલ છે. કામાંધ બનેલે પુરૂષ જાત કે ભાત કંઈ જ નથી.
એક વખત એક રાજકુમાર પિતાના મહેલની ગેલેરીમાં ઉભે હતું. ત્યારે ચેકમાં ભંગડી ઝાડુ વાળતી હતી જાતની ભંગડી હતી પણ એને રૂપ ખૂબ મળ્યું હતું. આ રૂપાળી યુવાન ભંગડીને જોઈને રાજકુમારનું મન ભંગડીના રૂપમાં મુગ્ધ બન્યું. અહે, શું એનું રૂપ છે ! આવી તે મારી રાણી પણ રૂપાળી નથી. આ સ્ત્રી મને મળે તે મારું જીવન સફળ થાય. ભંગડી રેજ સવારના પ્રહરમાં ઝાડુ કાઢવા આવે ત્યારે રાજકુમાર ગેલેરીમાં ઉભે રહેતે અને મેહના લટકા ચટકા કરતે એટલે ભંગડી સમજી ગઈ કે આ રાજકુમારનું મન બગડયું છે. રાજકુમારનું ચિત્ત ભંગડીમાં જ ભમ્યા કરે છે. એને ઉંઘ પણ આવતી નથી. એણે ગુપ્ત માણસે દ્વારા ભંગડી કયાં રહે છે તે ધ્યાન રખાવ્યું અને રાત્રે બાર વાગે મહેલમાંથી નીકળીને ભંગડીની ઝુંપડીએ આવીને બારણું ખખડાવ્યું એટલે ભંગડીએ ઘૂઘરાટે કરીને કહ્યું-મધરાતે કેણ આવ્યા છે? જે હેય તે જલ્દી ચાલ્યો જા. પણ કામાંધને શું ખબર પડે? એણે તે જોરથી ઝુંપડીનું બારણું ખખડાવવા માંડયું એટલે ભંગડીએ ઝૂંપડીની બહાર આવીને તેને જોરથી ધક્કો મારીને કહ્યું–નાલાયક ! તું કેણુ છે? ચાલે જા અહીંથી, ત્યારે કહે છે તારા રૂપમાં પાગલ બન્યો છું. તારે દાસાનુદાસ છું. ત્યારે ભંગડો કહે છે ધિક્કાર છે તને ! આવા ઉત્તમકુળમાં જન્મીને એક ભંગડીમાં મોહ પામે છું ! અત્યારે ચાલ્યો જા. આઠ દિવસ પછી આવજે. કામાંધ રાજકુમાર ચાલ્ય: ગ.
હવે આઠ દિવસ કયારે પૂરા થાય ને જ્યારે ભંગડીને ઘેર જાઉ તેની રાહ જોવા લાગ્યો. આઠ દિવસ પૂરા થયા એટલે તે ભંગડીને ઘેર ગયે, ત્યારે ભંગડીએ એને જોરથી લાત મારીને કહ્યું મૂર્ખ ! તને શરમ નથી આવતી? એમ કહીને જોરથી લાત મારીને ગબડાવી દીધે તે પણ તે દુષ્ટ કામના પૂરી કરવા કરગરવા લાગ્યો, ત્યારે ભંગડીએ કહ્યું