________________
શારદા સુવાસ આત્મા સાધનાના ચરમ શિખરે (મેક્ષમાં જયારે પહોંચે છે ત્યારે પૂર્ણ કૃતાર્થ થાય છે, ત્યારે એ આત્મામાં પૂર્ણ રૂપે પરમાત્મ ભાવ પ્રગટે છે. આટલી ઉચ્ચ કક્ષાને પામેલે આત્મા એ જ પરમાત્મા છે. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી સાકાર પરમાત્મા છે અને છૂટી ગયા પછી એ નિરાકાર પરમાત્મા છે.
જેઓ ભાવિમાં તીર્થંકર પ્રભુ બનવાના છે એવા નેમકુમારે પિતાના જીવનમાં સમતાને મહાન ગુણ પ્રગટ કર્યો છે, એટલે પિતાના આત્મા સમાન સર્વે આત્માઓને જાણ્યા ને દયા કરીને પ્રાણીઓને બંધનમાંથી મુક્ત કરાવીને ચાલ્યા ગયા. રાજેમતી ઝૂરતી રહી ગઈ બીજી તરફ નમકુમારના નાના ભાઈ રથનેમિકુમારને રાજેમની સાથે લગ્ન કરવા છે એટલે તેણે દૂતીને મથુરા મેકલી હતી તે દૂતી રામતીને સંદેશ લઈને કયારે આવશે તેની ચાતક પક્ષીની જેમ રાહ જેતે હતે. એવામાં દાસીને આવતી જોઈ દાસીના મુખ ઉપર હર્ષ હતું ને પગમાં જેમ હતું એટલે રથનેમિ સમજી ગયા કે નક્કી કાર્ય સફળ કરીને આવી હોય તેમ લાગે છે, તેથી આવતાવેંત જ રથનેમિએ તેને મૂઠી ભરીને સેનામહેર આપીને પૂછ્યું–બેલ, શું સમાચાર લાવી છે? જેવા શેઠ હોય એવા જ એના નેકર હોય ને? એટલે દાસી ફૂલાઈને કહે છે અરે ! હું જાઉં એટલે કંઈ બાકી રહે ખરું? ફત્તેહના ડંકા વગાડીને આવી છું. રથનેમિને રાજેમતીનો જવાબ સંભળાવીને કહ્યું કે મારા માનવા પ્રમાણે રાજેમતી આપના વિવાહનો પ્રસ્તાવ સ્વીકારી લેશે. મને તો લાગે છે કે તેણે આપને જોવા માટે જ લાવ્યા હશે, અને સાથે આપને જે પ્રિયમાં પ્રિય પીવાનું પીણું હોય તે લઈ જવાનું કહ્યું છે તે એ માટે જ મંગાવ્યું હશે કે આપ એની ઈચ્છા પૂરી કરે છે કે નડિ? એટલે આપ પીવાનું કે ઉત્તમ પીણું લઈને રાજેમતીને ત્યાં જાઓ, મને વિશ્વાસ છે કે તે આપને દેખીને જ પતિ તરીકે સ્વીકારી લેશે.
હર્ષમાં આવેલા રહનેમિ” – દૂતીની વાત સાંભળીને રથનેમિના આનંદને પાર ન રહ્યો. એ મનમાં રાજેમતીને પરણવા માટેની અનેકવિધ કલ્પનાઓ કરવા લાગે. રાજેમતીને મળવા માટે તેનું હૃદય ઉત્સુક બન્યું. બસ, હવે તે જલ્દી જાઉં ને રાજેમતીને મળું. એવા વિચારથી રથનેમિ સારા સારા વસ્ત્રાલંકારે સજીને તૈયાર થયા અને સાથે એક સેનાના રત્નજડિત થાળમાં એક કિંમતી હીરાથી જડેલે સેનાને ગ્લાસ લીધે અને ઉત્તમ પ્રકારનું સુગંધિત અને સ્વાદિષ્ટ પીણું લીધું. એ બધું રત્નજડિત સુવર્ણના થાળમાં મૂકી તેના ઉપર કિંમતી રેશમી વસ્ત્ર ઢાંકીને બનીઠનીને રથનેમિ ઉત્સાહભેર દ્વારકાથી નીકળીને મથુરા આવ્યા. જાણે અત્યારે પરણવા જ ન આવ્યા હોય તેમ સારા શુકન જોઈને રાજેમતીના મહેલે ગયા. રાજેમતીએ કેઈ દિવસ રથનેમિને જે ન હતે પણ એ સમજતી હતી કે બીજે કે પુરૂષ પિતાના મહેલે આવી શકે તેમ નથી. આ રથનેમિ જ હવે જોઈએ. હોંશભેર આવેલા રથનેમિને રાજેમતીએ સત્કાર કર્યો, અને તેમને કહેવા લાગી કે ખરેખર તમે બધી રીતે સુંદર છે. દુતીએ જેવી તમારી પ્રશંસા કરી હતી તેવા જ