________________
6૭૬
શારદા સુવાસ વ્યાખ્યાન નં-૮૪ આસો વદ ૨ ને બુધવાર
તા. ૧૮-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જ્ઞાની પુરુષે કહે છે કે અનંત સંસારમાં પરિભ્રમણ કરતે આત્મા જ્યાં સુધી સમતા રૂપી સરેવરમાં નાન કરતું નથી ત્યાં સુધી તેને આત્મા શુદ્ધ થતું નથી. સમતારૂપી સુધાનું પાન કરનારા મનુષ્યો આ જીવનમાં મોક્ષના શાશ્વત સુખને અનુભવ કરે છે. આપણું પરમ પિતા, જગતબંધુ ભગવાન મહાવીર સ્વામી
જ્યાં જ્યાં નિવાસ કરતા હતા ત્યાં ત્યાં પશુ પક્ષીઓ પણ નિર્ધર થઈ જતા હતા. પરસ્પર સવાભાવિક વેરવાળા પ્રાણીઓ પણ તેટલા સમય સુધી પિતાને વૈરભાવ ભૂલી જઈને સહયોગથી રહેતા હતા. આ શાંતિદાયક સમતાને ગુરુ જ્યાં સુધી આત્મામાં પ્રગટે નહિ ત્યાં સુધી પિતે પિતાનું કલ્યાણ સાધી શકે નહિ તે પછી બીજાનું કલ્યાણ કરાવવાની તે વાત જ
ક્યાં રહી? મેક્ષાભિલાષી ઓએ સમતાને ગુણ અવશ્ય પ્રાપ્ત કરે જોઈએ, કારણ કે એક સમતાને ગુણ પ્રગટે તે તેની પાછળ બીજા અનેક ગુણે પ્રગટે છે. અનેક પુરૂષ સમતાને ધારણ કરી, પરમાત્મારૂપ બની સ્વ-સ્વરૂપમાં લીન બન્યા. એવા મહાપુરૂષના ગુણ ગાવાથી પણ કર્મની નિર્જરા થાય છે. તેમાં કેઈ આશ્ચર્યની વાત નથી. : બંધુઓ! તમે સમજે, આપણું આયુષ્ય અલ્પ છે ને સંસારની જંજાળ મટી છે. માટે સતિષ ધારણ કરી દુર્લભ મનુષ્યભવને સફળ કરવા સમતાને અપનાવવી તે આવશ્યક છે. તે સિવાય સુખ કે શાંતિ મળવાના નથી. સદા શાંત રસમાં સ્થિત થયેલા ભગવંતની ભક્તિ કરી તેમના વચનામૃતનું પુનઃ પુનઃ મનન કરી પિતાનું વર્તન સુધારી માનવભવને સફળ બનાવે. આ ઉત્તમ સમય, અનુકૂળ સંગ અને સદ્દગુરૂને વેગ મહાપુદકે પ્રાપ્ત થયેલ છે. તેને સાર્થક કરવા પ્રમાદ છેડીને જાગૃત બને અને મલિન વૃત્તિઓને કાબૂમાં લેવા માટે પુરૂષાર્થને પ્રજવલિત કરી, સમતાને ગુણ પ્રગટ કરી અપૂર્વ શાંતિને અનુભવ કરે.
ક્ષમાથી ક્રોધને નિરોધ થાય છે, મૃદુતાથી માયા શમે છે, જુતાથી માયા ખસે છે ને સંતોષથી લેભ છતાય છે. આ કષાને પરાજય ઈન્દ્રિયના વિજય ઉપર આધાર રાખે છે. ઈન્દ્રિયવિજય ચિત્તશુદ્ધિથી સધાય છે અને ચિત્તશુદ્ધિ રાગ દ્વેષરૂપી મેલને દૂર કરવાથી થાય છે. એ દૂર કરવાનું કામ સમતારૂપી જળથી બને છે. સમતા મમતાને ત્યાગ કરવાથી પ્રગટે છે. મમતાને દૂર કરવા માટે અનિત્ય ભાવના અને અશરણભાવના ભાવવાની જરૂર છે. સંસારમાં જે કાંઈ દેખાય છે તે બધું અનિત્ય છે. આ ભાવનાઓનું બળ જેમ જેમ એકત્ર થતું જશે તેમ તેમ મમત્વરૂપી અધિકાર નષ્ટ થતું જશે, અને સમતાની
ત પ્રગટતી જશે. આ સમતાની પરાકાષ્ટા ના પરિણામે ચિત્તની એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે. જેના પરિણામે આત્મા દયાન કે સમાધિ ગની ભૂમિકાએ પહોંચે છે. જ્ઞાની ધ્યાની પુરૂષે મેડ શત્રુને હટાવવાના કાર્યમાં અખંડ ધૈર્ય રાખી સંપૂર્ણ સાવધાન રહે છે.