________________
શારદા સુવાસ તમે છે. જ્યારથી દુતી તમારે સંદેશ લઈને આવી હતી ત્યારથી હું તમારી રાહ જોતી હતી. મને ખૂબ આનંદ થયે કે આપે મારા માટે અહીં સુધી આવવાનું કષ્ટ ઉઠાવ્યું.
રથનેમિએ દર્શાવેલા વિચારે”:- રાજેમતીના મીઠા મધુરા શબ્દો સાંભળીને રથનેમિના હૃદયમાં આનંદનો મહાસાગર ઉછળવા લાગ્યું. તેઓ મનમાં કુલાતા વિચારવા લાગ્યા કે જે થયું તે સારું થયું કે મારા મોટાભાઈ સાથે રાજેમના વિવાહ ન થયા, અને તેઓ પશુઓનો પિકાર સાંભળીને તેરણદ્વારથી પાછા વળી ગયા. મને તે લાગે છે કે આ સૌંદર્યની પ્રતિમા મારા ભાગ્યમાં જ હશે. એનું સૌભાગ્ય મારાથી જ ખીલવાનું છે, તેથી મારા ભાઈએ એની સાથે લગ્ન નહિ કર્યા હોય. જે મારા ભાઈએ એની સાથે લગ્ન કર્યા હતા તે આ ત્રિલેકસુંદરી મને ક્યાંથી મળત? આમ મનમાં વિચાર કરીને રથનેમિ રાજેમતીને કહેવા લાગ્યા કે હે રાજેતો ! મેં તમારા સૌન્દર્યની અને ચાતુરીની ખૂબ પ્રશંસા સાંભળી હતી, તે બિલકુલ સત્ય છે. સાચે જ તમે દેવીને પણ શરમાવે તેવી સુંદરી છે. મેં જ્યારથી તમારા સૌંદર્યની પ્રશંસા સાંભળી અને તમને જોયા ત્યારથી જ મારા હૃદયમાં તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી પણ વચમાં મારા ભાઈ સાથે તમારી સગાઈ થઈ તેથી મારે મારી ઈચ્છાને દબાવી દેવી પડી, પણ મારું મન તે તમારામાં જ હતું, પણ જેની જેનામાં સાચી લગની હોય છે તે તેને મળી જ રહે છે. આ વાત સાચી કરાવવા માટે જ મારા ભાઈ તમારી સાથે લગ્ન કર્યા વિના પાછા ફર્યા હશે, અને મને આ સૌભાગ્યને સુઅવસર પ્રાપ્ત થયા છે. જો કે મને વિશ્વાસ છે કે તમે મારે પ્રસ્તાવ સ્વીકારશે, છતાં હું તમારા મુખથી તેની સ્વીકૃતિ સાંભળવા ઉત્સુક બને છું.
“ધિક્કાર છે મોહને” – રથનેમિએ તે રાજેમતીની ખૂબ પ્રશંસા કરી. રાજેમતીએ બધું મૌનપણે સાંભળ્યું. તેને જવાબ દીધે નહિ પણ મનમાં વિચાર કરવા લાગી કે હાય! આ સંસારમાં પુરૂષનું આટલું બધું પતન છે! મારા રૂપ, લાવણ્ય પર મુગ્ધ બનીને રથનેમિ પિતાના ભાઈનું પણ આવું અનિષ્ટ ઈચ્છે છે? શું તેના હૃદયમાંથી ભ્રાતૃપ્રેમ પણ સૂકાઈ ગયે છે? નેમકુમારે મારે કઈ પણ પ્રકારે ત્યાગ કર્યો હોય પણ તેમના ત્યાગને રહનેમિએ પિતાનું સૌભાગ્ય માન્યું. ધિક્કાર છે એ મેહને કે જેના કારણે આવું ભયંકર પાપ થાય છે. આ તે ઠીક છે, કેમકુમાર મારી સાથે લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા પણ જે અમારા લગ્ન થયા હતા તે પણ આ મેહાંધ રથનેમિ અમને સુખે રહેવા દેતા નહિ, આ વિષયાંધ એના ભાઈની હત્યા કરતા પણ પાછે પડત નહિ. મારા રૂપને પણ ધિકાર છે કે જેની પાછળ આ રથનેમ પાગલ બન્યું છે ને કેવા કેવા શબ્દો બેલે છે ! રાજમતી વિચાર કરે છે કે હું એને સમજાવવાની કેશિષ કરું તે સમજી જશે. ભલે, અત્યારે માંધ બને પણ ગમે તેમ તે ય યાદવકુળમાં જન્મે છે અને મારા સ્વામીને ભાઈ છે માટે એ જરૂર સુધરી જશે,