________________
૭૭૫
શારદા સુવાસ માટે તમને રાખવા કે ન રાખવા તે હું ચોક્કસ કહીશ, તેથી જિનસેનકુમારે શહેરમાં એક ભાડૂતી મકાન રાખ્યું ને ત્યાં બંને માણસ આનંદથી રહેવા લાગ્યા. જિનસેનકુમાર દરરોજ એક વખત રાજસભામાં જઈ આવ. આ માણસ કે છે એની પરીક્ષા કરવા માટે અવારનવાર નેકર તેમજ બીજા માણસને રાજા એને ઘેર મેકલવા લાગ્યા. બધાને ખાત્રીપૂર્વક તપાસ કરવાનું કહેલ કે આ માણસ કે છે?
ઉદાર હાથથી દાન કરતે જિનસેનકુમાર:- જિનસેનકુમાર બાહુબળથી જે મેળવે તે દાનમાં વાપરત ને મનમાં વિચાર કરતા કે આજે આપણે દિવસ સફળ બન્યું. આપણું ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આપણને આ દાન દેવાને અવસર મળ્યો છે. પાસે હોય ને બીજાને આપીએ તેની વિશેષતા નથી પણ પાસે કંઈ ન હેય ને પોતે કષ્ટ વેઠીને બીજાને આપીએ તેની જ મહત્તા છે. આ બંને પિતાને માટે બનાવેલું ભજન ભૂખ્યાને જમાડીને આનંદ પામતા ને પાછા એમ કહેતા કે ભાઈ! તમે ફરીને પાછા મારે ઘેર આવીને આ અમૂલ્ય લાભ આપજે. આવી રીતે દાન દેવાથી જિનસેનકુમારને ઘેર ઘણું યાચકે આવવા લાગ્યા. જિનસેન પણ પ્રેમથી બધાને આદરસત્કાર કરીને જેને જે ચીજની જરૂર હોય તે આપી દેતા, તેથી ચારે બાજુ તેની કીર્તિ ખૂબ પ્રસરી ગઈ. જિનસેનકુમાર અને ચંપકમાલા બંને ખૂબ દાનવીર, ગુણવંત ને જ્ઞાની છે એટલે આખા સિંહલદ્વીપમાં તેના ગુણ ગવાવા લાગ્યા. રાજા જેને પરીક્ષા કરવા એકલે તે પણ રાજા પાસે આવીને જિનસેનના ગુણની ખૂબ પ્રશંસા કરતા કે સાહેબ! શું એની પવિત્રતા છે! શું એનું પરાક્રમ છે! ને શું એની બુદ્ધિ છે! આ પવિત્ર માણસ આપણા રાજ્યમાં રહે તે આપણું પણ શોભા વધે. એક મહિને બરાબર પૂરે થશે એટલે રાજાએ તેને બે લાખ સેનિયા ગણીને આપી દીધા. જિનસેનકુમારે સેનિયા તે ગણીને લઈ લીધા પણ રાજાને કહ્યું સાહેબ ! હું મહિનાથી આપને ત્યાં નોકરી કરું છું પણ આપે મને કંઈ કામ બતાવ્યું નથી, તેથી મને કામ કર્યા વિના આ સેનૈયા લેવા ગમતા નથી. મને સભામાં ખાલી આંટા મારવા ગમતા નથી. આપ મને કંઈક કામ બતાવે. વગર મહેનતને હું પગાર નથી લેતે. આપ કામ બતાવો તે ખુશીથી રહું. નહિતર અમે બીજે કયાંય ચાલ્યા જઈશું. આ પ્રમાણે જિનસેનકુમારે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે કાલથી મહેલના દરવાજે ચેકીપહેરે તમે કરજે કુમાર કહે ભલે. જિનસેન રાજકુમાર છે એ કેઈને ખબર નથી. હવે જિનસેનકુમાર રાજાના મહેલના દરવાજે ચેકી કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આજે પરમ ઉપકારી પૂ. ગુરૂદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે તે દરેક ભાઈ બહેને સારા વ્રત નિયમ અંગીકાર કરશે.